________________
EE
શ્રી અંતગડ સૂત્ર
ધવલ, જળાત્રિ- તંતમાંં, મરહ, હંસલળપડતાડનું હિંતિ, परिहित्ता हारं पिणद्धेति, पिणद्धित्ता अद्धहारं पिणद्धेति, पिणद्धित्ता एवं जहा सूरियाभस्स अलंकारो तहेव जाव चित्तं रयण- संकडुक्कडं मउडं पिणर्द्धेति; किंबहुना ? गंथिम- वेढिम- पूरिम संघाइमेणं चडव्विहेणं मल्लेणं कप्परुक्खगं पिव अलंकिय- विभूसियं करेंति ।
ભાવાર્થ:નિષ્ક્રમણ યોગ્ય કેશ ઉતાર્યા પછી માતાપિતાએ ઉત્તર દિશા તરફ બીજું સિંહાસન રખાવ્યું. ગજસુકુમાલને સોના ચાંદીના કળશોથી સ્નાન કરાવી સુગંધિત ગંધકાષાયિત(લાલરંગના) વસ્ત્રથી અંગ પોછયું. ગોશીર્ષચંદન(ગોપીચંદનની એક પ્રકારની લેપન માટેની સુગંધી સામગ્રી)થી ગાત્રોનું વિલેપન કર્યું. તત્પશ્ચાત્ તેને નાકના નિઃશ્વાસના વાયરે ઊડે એવું હળવું, નયનરમ્ય, સુંદરવર્ણ તથા મુલાયમ કોમળ સ્પર્શયુક્ત (ઘોડાની લાળ કરતા પણ વધુ મુલાયમ), શ્વેત સોનાના તારજડિત કિનારવાળું, મહામૂલ્યવાન, હંસ ચિહ્નથી અંકિત પટશાટક(રેશમી વસ્ત્ર) પહેરાવ્યું. ત્યાર પછી અઢારસેર(લડી)નો હાર તથા અર્ધહાર પહેરાવ્યો. જેમ રાજપ્રશ્નીય સૂત્રમાં સૂર્યાભદેવના અલંકારોનું વર્ણન આવે છે, એવી જ રીતે તથા છેલ્લે અનેક પ્રકારના રત્નો મણિજડિત મુગટ પહેરાવ્યો. વધુ તો શું કહેવું ? ગ્રથિમ(ગૂંથેલી), વેષ્ટિત(વીંટેલી), પૂરિમ(અંદર કાંઈક લાખ—મીણ–મીણો આદિ ભરીને બનાવેલી) અને સંઘાતિમ(પરસ્પર જોડાયેલી) માળાઓથી કલ્પવૃક્ષ સમાન ગજસુકુમાલને અલંકૃત એવં વિભૂષિત કર્યા.
વિવેચન :
આ સૂત્રમાં ગજસુકુમાલની અનાસક્તિ એવું જ્ઞાનગર્ભિત વૈરાગ્ય તથા તેની ઈચ્છા અનુસાર દીક્ષા મહોત્સવની તૈયારીના ભાગરૂપે રજોહરણ, પાત્રા તથા વાણંદ દ્વારા નિષ્ક્રમણ યોગ્ય કેશકર્તન વિધિનું સુંદર વર્ણન સૂત્રકારે કર્યું છે. સૂત્રમાં સંસાર અવસ્થાના અંતિમ શૃંગારનું વર્ણન છે. જોકે વૈરાગ્યવાસિત આત્મા આવો શણગાર ન ઈચ્છે, પરંતુ માતાપિતા, આપ્તજનોના મનના સંતોષ ખાતર તેઓ સંસારનો અંતિમ શણગાર સજે છે.સંયમ પ્રભાવના પ્રયોજન લક્ષ્ય સંસારની તમામ સારભૂત ગણાતી ભોગસામગ્રીથી દેહ સૌંદર્ય વધે છે પરંતુ આત્મ સૌંદર્ય તો સંયમથી જ વધે છે.
ભવ્ય શિબિકાનું નિર્માણ :
२६ तए णं तस्स गय कुमालस्स पिया कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! अणेगखंभसयसण्णिविट्ठ, लीलट्ठियसालभंजियागं जहा रायप्पसेणइज्जे विमाणवण्णओ जाव मणिरयणघंटियाजालपरिक्खित्तं पुरिससहस्सवाहिणिं सीयं उवट्ठवेह, उवट्ठवेत्ता मम ए यमाणत्तियं पच्चप्पिणह । तए णं ते कोडुंबियपुरिसा जाव पच्चप्पिणंति ।
तणं से गयसुकुमाले कुमारे केसालंकारेणं, वत्थालंकारेणं, मल्लालं