________________
| વર્ગ ૩ /અધ્ય.૮.
૫ |
तिहीसु य पव्वणीसु य उस्सवेसु य जण्णेसु य छणेसु य अपच्छिमे दरिसणे भविस्सइ त्ति कटु ऊसीसगमूले ठवेइ । ભાવાર્થ:- ત્યારે ગજસુકમાલના પિતાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને કહ્યું- હે દેવાનુપ્રિયો! શીઘ્રતાથી રાજભંડારમાંથી ત્રણ લાખ સુવર્ણમુદ્રાઓ કાઢો, તેમાંથી બે લાખ સોનૈયા આપી કુત્રિકાપણમાંથી રજોહરણ અને પાત્રા મંગાવો અને એક લાખ સોનૈયા આપી નાયી(વાણંદ)ને બોલાવો. ત્યારે ગજસુકુમાલના પિતાની ઉપર્યુક્ત આજ્ઞા સાંભળી હર્ષિત અને સંતુષ્ટ થઈ સેવકોએ હાથ જોડી યાવત્ પોતાના સ્વામીના વચનોનો સ્વીકાર કર્યો અને ભંડારમાંથી ત્રણ લાખ સુવર્ણમુદ્રાઓ કાઢી યાવતું કુત્રિકાપણમાંથી રજોહરણ અને પાત્રા લાવ્યા તથા નાયી(વાણંદ)ને બોલાવ્યો. ગજસુકુમાલના પિતા વસુદેવના સેવક પુરુષો દ્વારા બોલાવવા પર નાયી(વાણંદ) અત્યંત પ્રસન્ન થયો. તેણે સ્નાનાદિ કરી, પોતાના શરીરને અલંકૃત કર્યું પછી વસુદેવ પાસે આવ્યો, હાથ જોડીને જય-વિજય શબ્દોથી તેમને વધાવ્યા અને આ પ્રમાણે બોલ્યા- હે દેવાનુપ્રિય! મારે યોગ્ય કામ, સેવા ફરમાવો. ગજસુકુમાલ કુમારના પિતા વસુદેવે વાણંદને કહ્યું– દેવાનુપ્રિય ! ગજસુકમાલ કુમારના અગ્રકેશને અત્યંત યતનાપૂર્વક ચાર આંગુલ છોડીને (પંચમુષ્ટિ માટે) નિષ્ક્રમણ યોગ્ય ઉતારો. વસુદેવજીની આજ્ઞા સાંભળી નાઈ અત્યંત પ્રસન્ન થયો. બે હાથ જોડીને બોલ્યો- સ્વામિન! જેવી આપની આજ્ઞા. આ પ્રમાણે કહી વિનય પૂર્વક વસુદેવજીના વચનોનો સ્વીકાર કર્યો, પછી સુગંધિત ગંધોદકથી હાથપગ ધોયા અને શુદ્ધ આઠ પડવાળા વસ્ત્રથી મોટું બાંધ્યું. એકદમ યતનાપૂર્વક ગજસુકમાલ કુમારના નિષ્ક્રમણ યોગ્ય ચાર આંગુલના અગ્રકેશ છોડીને શેષ કેશ ઉતારી દીધા.
ત્યારે ગજસુકમાલની માતાએ હંસ સમાન શ્વેત વસ્ત્રમાં તેના અગ્રકેશોને ગ્રહણ કર્યા. સુગંધિત ગંધોદકથી ધોયા. ઉત્તમ અને પ્રધાન ગંધમાળાથી તેનું અર્ચન કરી, શુદ્ધ વસ્ત્રમાં બાંધી રત્ન કરડિયામાં રાખ્યા. ત્યાર પછી ગજસુકુમાલની માતા પુત્ર વિયોગથી રોતી, હાર-જલધારા–સિન્દુવારવૃક્ષના પુષ્પ તથા તૂટેલી મોતીઓની માળાના મોતી સમાન અશ્રુ વહાવતા આ પ્રમાણે બોલ્યા- આ કેશ(વાળ) અમારા માટે ઘણી તિથિઓ, પર્વો, ઉત્સવો, નાગપૂજા આદિ યજ્ઞો અને મહોત્સવોમાં ગજસુકુમાલ કુમારના અંતિમ દર્શનરૂપ અથવા વારંવાર દર્શન કરવા થશે. આ વિચારથી દેવકી માતાએ કેશને પોતાના તકિયાની નીચે રાખી દીધા. ગજસુકુમાલનો દીક્ષા મહોત્સવ :२५ तए णं तस्स गय-सुकुमालस्स अम्मापियरो दोच्चं पि उत्तरावक्कमणं सीहासणं रयाति, रयावित्ता गयसुकुमालस्स कुमारस्स सेयापीयएहिं कलसेहिं ण्हावेंति ण्हावित्ता पम्हलसुकुमालाए सुरभीए गंधकासाईए गायाइं लूहेंति, लूहित्ता सरसेणं गोसीसचंदणेणं गायाई अणुलिंपंति अणुलिंपित्ता णासाणिस्सासवायवोज्झं, चक्खुहरं, वण्ण-फरिसजुत्तं, हयलालापेलवाऽइरेगं,