________________
[ ૬૦ |
શ્રી અંતગડ સૂત્ર
जाया ! णिग्गंथे पावयणे सच्चे अणुत्तरे पुणरवि तं चेव जाव तओ पच्छा भुत्तभोगी अरहओ अरिट्ठणेमिस्स अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइस्ससि। एवं खलु अम्मयाओ ! णिग्गंथे पावयणे कीवाणं कायराणं कापुरिसाणं इहलोग पडिबद्धाणं परलोगणिप्पिवासाणं दुरणुचरे पाययजणस्स, णो चेव णं धीरस्स । णिच्छियववसियस्स एत्थ किं दुक्करं करणायाए ? तं इच्छामि णं अम्मयाओ ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे जाव पव्वइत्तए । ભાવાર્થ – માતા દેવકી સંયમ માર્ગની કઠિનાઈ પ્રદર્શિત કરતાં બોલ્યા- હે પુત્ર ! આ નિગ્રંથ પ્રવચન સત્ય છે, અનુત્તર (સર્વોત્તમ) છે, કેવળી-સર્વજ્ઞ કથિત છે, પ્રતિપૂર્ણ છે, ન્યાયયુક્ત, સંશુદ્ધ, શલ્યકર્તન, સિદ્ધિ માર્ગ, મુક્તિનો માર્ગ, નિર્માણનો માર્ગ અને સમસ્ત દુઃખોનો પૂર્ણરૂપથી નાશ કરનારો માર્ગ છે. જેમ સાપ પોતાના ભક્ષ્યને ગ્રહણ કરવામાં નિશ્ચલ દષ્ટિ રાખે છે, એવી જ રીતે આ પ્રવચનમાં દષ્ટિ નિશ્ચલ રાખવી પડે છે. નિગ્રંથ પ્રવચન છરી સમાન એકધારયુક્ત હોય છે, લોઢાના જવ ચાવવા સમાન છે, રેતીના કોળીયા સમાન સ્વાદહીન છે, ગંગા મહાનદીના પૂરમાં પ્રતિસ્રોતગમન (સામે તરવા) સમાન કઠિન છે, ભુજાઓથી સમુદ્ર પાર કરવા સમાન દુસ્તર છે, તીક્ષ્ણ તલવાર પર આક્રમણ કરવા સમાન છે, મહાશિલા સમ ભારે વસ્તુને ગળામાં બાંધવા સમાન છે, તલવારની ધાર પર ચાલવા બરાબર
વળી હે પુત્ર! નિગ્રંથ શ્રમણોને આધાકર્મી, (સાધુ માટે પકાવેલો)ૌશિક, ક્રતકૃત (ખરીદેલો), સ્થાપિત(સાધુ માટે રાખેલો), રચિત (સાધુ માટે કોઈપણ રૂપમાં તૈયાર કરેલો) દુર્ભિક્ષ (દુર્મિક્ષ સમયે બનાવેલો), કાન્તાર ભક્ત(અરણ્યમાં બનાવેલો), ગ્લાન ભક્ત(રોગીઓને દેવા માટે બનાવેલો), મૂલભોજન, કંદભોજન, ફલભોજન, બીજભોજન અથવા હરિત ભોજન આવો દૂષિત આહાર ગ્રહણ કરવો કલ્પતો નથી.
આ સિવાય હે પુત્ર! તું સુખ ભોગવવા યોગ્ય છે, દુઃખ સહન કરવા યોગ્ય નહીં. તું ઠંડી, ગરમી, ભૂખ, તરસ, વાત, પિત, કફ અને સન્નિપાતથી થનારા વિવિધ કોઢ આદિ રોગો તથા અચાનક મૃત્યુ કરનારા શૂલાદિ આતંકોને ઊંચા-નીચા-ઈન્દ્રિય પ્રતિકૂળ વચનોને, બાવીસ પરીષહો તથા ઉપસર્ગોને સમ્યક પ્રકારે સહન કરવામાં સમર્થ (યોગ્ય) નથી.તેથી હે પુત્ર! હે લાલ! તું મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવ. ભુક્તભોગી બન્યા પછી યાવત્ પ્રવ્રજ્યા અંગીકાર કરજે.
દુષ્કર સંયમ જીવનની વાત સાંભળી ગજસુકુમાલે માતાપિતાને સટીક–સચોટ જવાબ આપ્યોહે માતાપિતા! આપ મને જે કહો છો તે ઠીક છે કે ભુક્તભોગી બન્યા પછી દીક્ષા લેજે. પરંતુ હે માતાપિતા! આ પ્રમાણે નિગ્રંથ પ્રવચન કલીબ(નપુંસક, હીન સંઘયણી), કાયર(ચિત્તની સ્થિરતા રહિત), કાપુરુષ (કુત્સિત), આ લોક સંબંધી વિષય સુખની અભિલાષાવાળા અને પરલોકના સુખની ઈચ્છા રહિત, સામાન્ય જન માટે જ દુષ્કર છે પરંતુ ધીર એવં દઢ સંકલ્પવાળા પુરુષને માટે સંયમનું પાલન કઠિન-દુષ્કર નથી.