________________
વર્ગ ૩/અધ્ય. ૮
આનું પાલન કરવામાં કઠિનતા શું છે ? તેથી હે માતાપિતા ! આપની આજ્ઞાથી હું દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છું છું. વિવેચન :
આ સૂત્રોમાં મોહવશ થયેલી માતા દેવકીની, પરિસ્થિતિ, પુત્રને અનુકૂળ-પ્રતિકૂળ, રાગાત્મક પ્રલોભનો, સંયમ માર્ગની કઠિનાઈઓ આદિ અનેક પ્રકારે, ગજસુકુમાલને યોગથી ભોગ તરફ વાળવાની યુક્તિઓ, ઉક્તિઓથી સમજાવટ, તે તમામનો સચોટ વૈરાગ્યપૂર્ણ પ્રત્યુત્તર સાથેના માતાપુત્રના વાર્તાલાપનું અત્યધિક સુંદર વર્ણન છે. માતા દેવકી બે પ્રલોભન આપે છે. અમારા મૃત્યુ પછી સાંસારિક કાર્યોથી નિવૃત્ત થયા બાદ અને વિપુલ ભોગસામગ્રી ભોગવ્યા પછી ભુક્તભોગી બન્યા પછી દીક્ષા લેજે– આ બંનેનો ગજસુકુમાલે એક જ ઉત્તર આપ્યો છે કે હે માતા ! સાંસારિક સંબંધો તથા સાંસારિક ભોગસામગ્રી આ બંને અધ્રુવ છે; સૂર્યોદય સમાન નિયમિત નથી; ક્ષણભંગુર છે, ચંચળ છે, આજે છે અને કાલે નથી. હે માતાપિતા ! પુત્ર કે પ્રચુર ધન ભોગ્ય સામગ્રી કોણ કોને પહેલા છોડશે તે કહેવું અશક્ય છે. એ છોડે તે પહેલાં જો આપ મને આજ્ઞા આપો તો હું સંયમ ગ્રહણ કરી લઉ અને માતાએ સંયમની દુષ્કરતા બતાવી હું ત્યારે ગજસુકુમાલે સુંદર જવાબ આપ્યો કે અનુકૂળતા ઈચ્છવી એ નપુંસકતા, કાયરતા, અપુરુષતા છે. દુષ્કરતા સામે અડીખમ થઈ ઊભા રહેવાનું સૌભાગ્ય ધીર દઢસંકલ્પી મનુષ્ય જ મેળવી શકે છે.
૧
સૂત્ર–૨૧ માં ચાર શબ્દ આવે છે. આખ્યાપના = સામાન્ય રૂપે પ્રતિપાદન કરનારી વાણી, પ્રજ્ઞાપના = 1 = વિશેષરૂપથી પ્રતિપાદન કરનારી વાણી, સંજ્ઞાપના = સંબોધન કરનારી વાણી, વિજ્ઞાપના = અનુનય વિનય કરનારી વાણી. સૂત્ર–૨૨ માં નિગ્રંથ પ્રવચનના વિશેષણો છે. સત્ય = હિતકારી, અનુત્તર = સર્વોત્તમ, કેવલિય—સર્વજ્ઞ કથિત, અદ્વિતીય, પ્રતિપૂર્ણ = પરિપૂર્ણ, નૈયાયિક = ન્યાય યુક્ત અથવા મોક્ષ તરફ લઈ જનાર, સંશુદ્ધ = સર્વથા નિર્દોષ, શલ્યકર્તન = માયા આદિ ત્રણ શલ્યોનો નાશ કરનાર, નિર્માણ = સિદ્ધિ ક્ષેત્રનો, શાંતિનો માર્ગ છે.
કૃષ્ણ મહારાજ દ્વારા વૈરાગ્ય કસોટી :
२२ से कहे वासुदेवे इमीसे कहाए लट्ठे समाणे जेणेव गयसुकुमाले तेणेव उवागच्छइ, उवागच्छित्ता गयसुकुमालं आलिंगइ, आलिंगित्ता उच्छंगे णिवेसेइ, णिवेसेत्ता एवं वयासी- तुमं ममं सहोयरे कणीयसे भाया । तं मा णं तुम देवाणुप्पिया ! इयाणिं अरहओ अरिट्ठणेमिस्स अंतिए मुंडे जाव पव्वयाहि । अहणं तुमे बारवईए णयरीए महया - महया रायाभिसेएणं अभिसिंचिस्सामि । तए णं से गयसुकुमाले कण्हेणं वासुदेवेणं एवं वृत्ते समाणे तुसिणीए संचिट्ठइ । तए णं से गयसुकुमाले कण्हं वासुदेवं अम्मापियरो य दोच्चं पि तच्चंपि एवं वयासी
एवं खलु देवाणुप्पिया ! माणुस्सया कामा भोगा असुई वंतासवा