________________
| અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ
બીડી, સીગારેટ, તમાકુ, ભાંગ વગેરે તે પદાર્થોનો ઉપયોગ કરવો તે બધા તુચ્છષધિભક્ષણ કહેવાય છે.
આ અતિચારોથી દૂર રહેવા માટે શ્રમણોપાસક ભોજનના વિષયમાં જાગૃત રહે, રસ લોલુપતાથી હંમેશાં દૂર રહે. રસેન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરવો અતિ કઠિન છે, માટે સાધકે અત્યંત સાવધાન રહેવું જોઈએ. પંદર કમદાન :
કર્મ અને આદાન આ બે શબ્દોથી કર્માદાન શબ્દ બનેલો છે. કર્મ+આદાન-ગ્રહણ કરવું. જે પ્રવૃત્તિના સેવનથી જ્ઞાનાવરણ આદિ કર્મનો પ્રબળ બંધ થાય છે, જેમાં ઘણી હિંસા થાય છે તે કર્માદાન છે. શ્રાવક માટે તે વર્જિત છે. આ કર્મ સંબંધિત અતિચાર છે. શ્રાવકને તેના ત્યાગની પ્રેરણા આપવામાં આવી છે. કર્માદાનનું વિશ્લેષણ આ પ્રમાણે છે(૧) અંગાર કર્મ - અંગારનો અર્થ કોલસા છે. અંગાર કર્મનો મુખ્ય અર્થ છે કોલસા બનાવવાનો ધંધો કરવો. જે કામમાં અગ્નિ અને કોલસાનો વધારે ઉપયોગ થાય તે વ્યાપાર પણ અંગાર કર્મ કહેવાય છે. જેમ કે ઈટની ભટ્ટી, ચૂનાની ભઠ્ઠી, સિમેંટનાં કારખાનાં વગેરે ઘોર હિંસા થાય, તેવા વ્યાપારો. (૨) વન કર્મ :- જે વ્યાપારનો સીધો સંબંધ વન સાથે હોય છે, તેવા વ્યાપારને વનકર્મ કહે છે. જંગલ કાપી સાફ કરવું, જંગલનાં વૃક્ષ કાપી લાકડાં વેંચવાં, જંગલ કાપવાનો ઇજારો રાખવો, લીલી વનસ્પતિનું છેદન-ભેદન વગેરે કાર્યો ઘોર હિંસાનાં કાર્યો છે અને તે વનકર્મ છે. આજીવિકા માટે વન વૃક્ષોનું ઉત્પાદન, સંવર્ધન કરીને વૃક્ષને કાપવાં, કપાવવાં એ બધાં જ વનકર્મ છે. (૩) શકટ કર્મ :- શકટનો અર્થ ગાડું છે. અહીં ગાડાના ઉલ્લેખથી સવારી અથવા માલ લઈ જવા, લાવવા માટે વપરાતાં સર્વ વાહનો ઉપલક્ષિત થાય છે. આવાં વાહનો, તેના મશીનો તૈયાર કરવાં, વેંચવા વગેરે શકટ કર્મમાં આવી જાય છે. આજની પરિસ્થિતિમાં રેલગાડી, મોટર, સ્કૂટર, સાયકલ, ટ્રક, ટ્રેકટર વગેરે બનાવવાનાં કારખાનાં પણ શકટકર્મ કહેવાય છે. (૪) ભાડી કર્મ :- ભાડીનો અર્થ ભાડું છે. બળદ, ઘોડા, ઊંટ, ભેંસ, ગધેડાં આદિ રાખી ભાડા ખાવાનો વ્યાપાર કરવો, ટ્રક, મોટર, સાઇકલ, રીક્ષા આદિ વાહન ચલાવી તેનું ભાડું ખાવાનો વ્યાપાર કરવો. (૫) સ્ફોટન કર્મ – સ્ફોટન એટલે ફોડવું, તોડવું, ખોદવું, ખાણ ખોદવી, પથ્થર તોડવા, કૂવા, તળાવ તથા વાવડી વગેરે ખોદવાના ધંધા સ્ફોટન કર્મ છે. (9) દત વાણિજ્ય :- હાથીદાંતનો વ્યાપાર કરવો. ઉપલક્ષણથી હાડકાં, ચામડાં, રેશમ, કસ્તૂરી, શંખ, ઊન વગેરે ત્રસ જીવોનાં શરીરાવયવોના વ્યાપારનું પણ ગ્રહણ થઈ જાય છે. (૭) લાક્ષા વાણિજ્ય - લાખનો વ્યાપાર. જે વસ્તુના વ્યાપારમાં ત્રસ જીવોની હિંસા થાય અથવા જેમાં સડો કરવો પડે તેવા કેમિકલ્સનો વ્યાપાર, સોડા, સાબુ, મીઠું, ખાર, રંગ વગેરેનો વ્યાપાર કરવો.[અભિધાન રાજેન્દ્ર કોષ ભા. ૬, પૃ. ૧૯૭] (૮) રસ વાણિજ્ય :- મદિરા વગેરે માદક રસનો વ્યાપાર. મધ, માંસ, ચરબી, માખણ, દૂધ, દહીં, ઘી, તેલ, ખાંડ, ગોળ વગેરેનો વ્યાપાર પણ રસ વાણિજ્ય છે. રસ શબ્દ સામાન્ય રીતે શેરડી અને ફળોના રસ માટે પણ પ્રયુક્ત થાય છે પરંતુ અહીં તે અર્થ નથી. (૯) વિષ વાણિજ્ય :- વિવિધ પ્રકારના વિષ(ઝેર)નો વ્યાપાર. તલવાર, છરા, બંદૂક, ધનુષ્ય, બાણ,