________________
३८
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
ડી.ડી.ટી. પાઉડર વગેરે હિંસક વસ્તુઓનો વ્યાપાર વિષ વાણિજ્ય કહેવાય છે.
(૧૦) કેશ વાણિજ્ય :- અહીં વપરાયેલો કેશ શબ્દ લાક્ષણિક છે. કેશ વાણિજ્યનો અર્થ દાસ, દાસી, ગાય, ભેંસ, બકરી, ઘેટાં, ઊંટ, ઘોડા, વગેરે જીવિત પ્રાણીઓના ક્રય-વિક્રયનો વ્યાપાર છે. કેટલાક આચાર્યો ચમરી ગાયના પૂંછડાના વાળના વ્યાપારનું કથન કરે છે. તેના ચામર પણ બને છે પરંતુ મોરપંખ તથા તેનો ધંધો કેશવાણિજ્યમાં સમાવિષ્ટ કર્યો નથી. ચમરી ગાયના વાળ પ્રાપ્ત કરવા તથા મોરપંખ પ્રાપ્ત કરવામાં ભેદ એટલો જ છે કે ચમરી ગાયને મારી નાંખવામાં આવે છે જ્યારે મોરપંખ તથા ઊન માટે મોરને અને ઘેટાંને મારી નાંખાવાં આવતા નથી.
(૧૧) યંત્ર પીડન કર્મ :– તલ, સરસવ, મગફળી વગેરેનું ઘાણી દ્વારા તેલ કાઢવાનો ધંધો, તેમજ ચરખા, મિલ, પ્રેસ વગેરેના વ્યાપાર.
(૧૨) નિલંછણ કર્મ :– બળદ, પાડા વગેરેને નપુંસક બનાવવાનો ધંધો કરવો, તેના અંગોપાંગનું છેદન કરવું. (૧૩) દાવાગ્નિ દાપન ઃ – વનમાં આગ લગાડવાનો ધંધો કરવો. આ આગ અત્યંત ભયાનક અને બેકાબૂ હોય છે. તેનાથી જંગલના ઘણા ત્રસજીવો તથા સ્થાવર જીવો મરી જાય છે.
--
(૧૪) સરદહ તડાગ શોષણ · સરોવર, તળાવ વગેરે પાણીનાં સ્થાનોને સુકાવી દેવાં. (૧૫) અસતીજન પોષણ :— વ્યભિચાર માટે વેશ્યા વગેરેનું પોષણ કરવું. શ્રાવક માટે વાસ્તવમાં આ નીંદનીય કાર્ય છે. આવાં કાર્યોથી સમાજમાં દુરાચાર ફેલાય છે, વ્યભિચારને પોષણ મળે છે, શોખથી હિંસક પશુઓનું પાલન કરવું તેનો પણ આ કર્માદાનમાં સમાવેશ થાય છે.
આખેટ, શિકાર માટે શિકારી કૂતરા વગેરે પાળવાં, ઊંદર માટે બિલાડી પાળવી, આ સર્વ કાર્યો અસતીજન પોષણમાં આવી જાય છે.
અનર્થદંડ વિરમણ વ્રતના અતિચાર ઃ
५५ तयानंतरं च णं अणट्ठदंडवेरमणस्स समणोवासएणं पंच अइयारा [ पेयाला ] ગાળિયવ્વા, ન સમાયરિયા, તું બહા- લખે, વધુ, મોહરિ, અંગુત્તાહિરને, उवभोगपरिभोगाइरित्ते ।
શબ્દાર્થ :- જીવન્તુણ = કુચેષ્ટા કરી હોય મોર્ = વાચાળપણું.
ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણોપાસકે અનર્થ દંડ વિરમણ વ્રતના પાંચ [મુખ્ય] અતિચારોને જાણવા જોઇએ. તેનું આચરણ કરવું જોઈએ નહીં. તે આ પ્રમાણે છે. (૧) કંદર્પ (૨) કૌત્કચ્ય (૩) મૌખર્ય (૪) સંયુક્તાધિકરણ (૫) ઉવભોગપરિભોગાતિરેક.
વિવેચનઃ
(૧) કંદર્પ– કામવાસના ઉત્તેજિત થાય તેવી ચેષ્ટા કરવી. (૨) કૌચ્ચન બહુરૂપીની જેમ ખરાબ ચેષ્ટાઓ કરવી. (૩) મૌખર્ય–નિરર્થક વાતો કરવી અથવા બકવાટ કરવો. (૪) સંયુક્તાધિકરણશસ્ત્ર આદિ હિંસામૂલક સાધનો ભેગાં કરવાં. (૫) ઉવભોગપરિભોગાતિરેક– ઉવભોગ પરિભોગનો અતિરેક–અનાવશ્યક વૃદ્ઘિ, ઉવભોગ પરિભોગ સંબંધી સામગ્રી તથા ઉપકરણો આવશ્યક ન હોય તો પણ ભેગાં કરવાં.