________________
| ૩૬ ]
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
કર્મની અપેક્ષાથી શ્રાવકે પંદર કર્માદાન જાણવાં જોઈએ પણ તેનું આચરણ કરવું જોઈએ નહીં. તે આ પ્રમાણે છે– (૧) અંગારકર્મ (૨) વનકર્મ (૩) શકટકર્મ (૪) ભાડાકર્મ (૫) સ્ફોટનકર્મ (૬) દંતવાણિજ્ય (૭) લાક્ષાવાણિજ્ય (૮) રસવાણિજ્ય (૯) વિષવાણિજ્ય (૧૦) કેશવાણિજ્ય (૧૧) યંત્ર પીડન કર્મ (૧૨) નિબંછણ કર્મ (૧૩) દાવાગ્નિ દાપન (૧૪) સરદહ તડાગ શોષણ તથા (૧૫) અસતિજન પોષણ. વિવેચન:(૧) સચિત્ત આહાર :- સચિત્ત = પ્રાણ સહિત અથવા સજીવ. નહીં પકવેલા, નહીં ઉકાળેલા, શાક, વનસ્પતિ, ફળ, અસંસ્કારિત અન્ન, પાણી વગેરે સચિત્ત પદાર્થો છે. તેનો આહાર તે સચિત્ત આહાર છે.
શ્રમણોપાસક સચેત વસ્તુઓના સર્વથા ત્યાગી હોતા નથી અને તેના માટે તે અનિવાર્ય પણ નથી. તે પોતાની શક્તિ પ્રમાણે સચેત વસ્તુઓનો ત્યાગ કરે છે અને અમુક સચિત્ત દ્રવ્યની મર્યાદા કરે અર્થાત્ અમુકની છૂટ રાખે છે. જેની તેણે મર્યાદા કરી છે તેનું અસાવધાનીથી ઉલ્લંઘન થઈ જાય, તો તે સચિત્ત આહાર નામના અતિચારમાં ગણાય અને જો જાણી જોઈને મર્યાદાનું ઉલ્લંઘન કરે તો તે અનાચાર છે.
બીજો અર્થ એ છે કે સચેત પદાર્થનું ભક્ષણ કરવું, એ પણ શ્રાવકના વ્રતનો અતિચાર છે. જેમ શ્રાવક પંદર કર્માદાનમાંથી કોઈ પણ કર્માદાનનો ત્યાગ ન કરે પરંતુ તેનું સેવન કરે, તો તે પણ અતિચારરૂપ છે. પ્રશ્ન :- જેનો ત્યાગ ન કર્યો હોય તેનો અતિચાર શા માટે? સમાધાન - પહેલાં વ્રતમાં મારવાના સંકલ્પથી મારવાનો ત્યાગ છે. તો પણ અતિભારને અતિચાર કહ્યો છે. ચોથા વ્રતમાં કુશીલ સેવનનો ત્યાગ છે તો પણ પર વિવાહકરણને અતિચાર કહ્યો છે, માટે જેનો ત્યાગ ન હોય તો પણ વ્રતને સૂકમપણે દૂષિત કરનારા કામોને અતિચાર કહેવામાં આવ્યા છે. (૨) સચિત્ત પ્રતિબદ્ધ આહાર :- સચિત્ત વસ્તુની સાથે લાગેલી અચિત્ત વસ્તુને ખાવી તે સચિત્ત પ્રતિબદ્ધ આહાર છે, જેમ કે- મોટી દ્રાક્ષ અથવા ખજૂર. તેમાં બે ભાગ છે– ગોટલી તથા તેનો ગર્ભ(માવો). ગોટલી સચિત્ત છે અને તેનો ગર્ભ અચિત્ત છે. ઝાડને ચોંટેલો ગુંદ તેમાં ઝાડ સચેત છે અને તેને લાગેલો ગુંદ અચેત છે. આ અતિચાર પણ તે વ્યક્તિની અપેક્ષાથી છે કે જેણે સચિત્ત વસ્તુઓની મર્યાદા કરી છે અને જો તે સચિત્ત પ્રતિબદ્ધનું (સચિત્ત-સંલગ્નનું) સેવન કરે તો તેની મર્યાદાનું ઉલ્લંઘન થાય છે અને તેની ગણના અતિચારમાં કરવામાં આવે છે. (૩) અપક્વ ઔષધિ ભક્ષણ :- પુરી નહીં પકવેલી અર્થાતુ જે પૂર્ણ રૂપે અચિત્ત થઈ નથી તેવી વનસ્પતિ, ફળ, ધાન્ય વગેરેનો આહાર કરવો તરતના વઘારેલા ખારિયા, કાચા સંભારા વગેરે. (૪) દુષ્પક્વ ઔષધિ ભક્ષણ:- ઘણા લાંબા સમયે પાકનારાં ધાન્ય, ફળ વગેરે અયોગ્ય રીતથી, અતિ હિંસાથી પકાવેલા હોય, તેનું સેવન કરવું, જેમ કે છાલ સહિત સેકેલા ડોડા, ઉપરની ફળી સહિત પકાવેલા વટાણા, ડુંડા સહિત પકવીને તૈયાર કરેલો ઘઉં વગેરેનો પોંક, આખા રીંગણાને મુંજીને તૈયાર થયેલો
ઓળો વગેરે. આવી રીતે પકાવેલા પદાર્થોમાં ત્રસ જીવોની હિંસા પણ થઈ શકે છે. (૫) તુચ્છ ઔષધિ ભક્ષણ:- જે ફળ, ફૂલ, ઔષધિ વગેરેમાં ખાવા યોગ્ય ભાગ ઓછો હોય અને ફેંકવા યોગ્ય ભાગ વધારે હોય તે સર્વ તુચ્છૌષધિ કહેવાય. જેમ કે શેરડી, સીતાફળ વગેરે. જે પદાર્થ ખાવામાં વધારે હિંસા થાય, તેવા ખસખસના દાણા, કંદમૂળ, અનંતકાય વગેરે તથા જે વસ્તુઓ જ તુચ્છ હોય જેમ કે