________________
અધ્યયન-૧ : શ્રમણોપાસક આનંદ
૩૩
શબ્દાર્થ:- વૃત્તરિય-નાની ઉંમરવાળી સર્=સ્વદારા(પોતાની પત્ની) અળશીંહા=અસ્વાભાવિક કામ ક્રીડા કરવી.
ભાવાર્થ:- ત્યાર પછી સ્વદારા સંતોષ વ્રતના પાંચ [મુખ્ય] અતિચારો જાણવા જોઈએ, તેનું આચરણ કરવું જોઈએ નહીં. તે અતિચાર આ પ્રમાણે છે– (૧) ઇત્વરિક પરિગૃહિતા ગમન (૨) અપરિગૃહિતા ગમન (૩) અનંગ ક્રીડા (૪) પર વિવાહ કરણ (૫) કામભોગ તીવ્રાભિલાષ.
વિવેચનઃ
(૧) ઇરિક પરિગૃહિતા ગમન ઃ– ઇત્વરિકાનો અર્થ અલ્પવયસ્કા–નાની ઉંમરવાળી સ્ત્રી છે. નાની ઉંમરની પત્નીની સાથે સહવાસ કરવો.
(૨) અપરિગૃહિતા ગમન :- અપરિગૃહિતાનો અર્થ લગ્ન ન થયેલી પોતાની વાગ્દત્તા સ્ત્રી. લગ્ન પહેલાં જ (સગાઈ કરેલી) પત્ની સાથે સહવાસ કરવો.
(૩) અનંગક્રીડા :– કામાવેશવશ, અસ્વાભાવિક કામક્રીડા કરવી, તેની અંતર્ગત સ્વજાતીય સંભોગ, અપ્રાકૃતિક મૈથુન, કૃત્રિમ કામ ઉપકરણોથી વિષય-વાસના શાંત કરવી વગેરે સમાવિષ્ટ છે. ચારિત્રની દૃષ્ટિએ આ પ્રકારનું આચરણ અત્યંત તુચ્છ છે. તેનાથી કુત્સિત કામ અને વ્યભિચારને પોષણ મળે છે. આ વ્રતનો ત્રીજો અતિચાર છે. આ ત્રણે ય અતિચાર નાની વયના વ્રતધારીની દષ્ટિ એ છે.
(૪) પરવિવાહ કરણ :– જૈન ધર્મ અનુસાર ઉપાસકનું લક્ષ્ય બ્રહ્મચર્યસાધના છે. લગ્ન આધ્યાત્મિક દૃષ્ટિએ જીવનની દુર્બળતા છે, કારણ કે દરેક વ્યક્તિ સંપૂર્ણપણે બ્રહ્મચારી રહી શકતી નથી. ગૃહસ્થ સાધકનું ધ્યેય બ્રહ્મચર્ય હોય, તો તે અબ્રહ્મચર્યથી ઉત્તરોત્તર મુક્ત થતાં જાય અને એક દિવસ સંપૂર્ણપણે બ્રહ્મચર્યના આરાધક બની શકે છે, તેથી ગૃહસ્થે આવાં કાર્યોથી બચવું જોઇએ. બીજાના લગ્ન કરાવી દેવા, સગાઈ કરાવવી વગેરે પ્રવૃત્તિ આ અતિચારમાં આવે છે. એક શ્રાવક હોવાથી પોતાના ઘરનાં, પરિવારનાં પુત્ર-પુત્રીનાં લગ્નમાં તેણે સક્રિય પ્રેરક થવું જ પડે છે અને તે અનિવાર્ય પણ છે, પણ બીજાનાં લગ્ન કરાવવામાં ઉત્સુક અને પ્રયત્નશીલ રહેવું તે બ્રહ્મચર્યની સાધનાની દષ્ટિએ ઉચિત નથી. તેવું કરવું તે આ વ્રતનો ચોથો અતિચાર છે. કોઇ કોઇ આચાર્યોએ તો પોતાનાં બીજીવાર લગ્ન કરવા, તેને પણ આ અતિચાર જ માન્યો છે. (૫) કામભોગ તીવ્રાભિલાષ :– નિયંત્રિત અને વ્યવસ્થિત કામસેવન માનવની આત્મદુર્બળતાને કારણે થાય છે. તે આવશ્યકતાની પૂર્તિ સુધી વ્રત દૂષિત થતું નથી, પરંતુ તે કામની તીવ્ર અભિલાષા અથવા ભયંકર વાસનાથી ગ્રસિત થાય તો તેના વ્રતનું ઉલ્લંઘન થઈ શકે છે અને મર્યાદાભંગ થઈ શકે છે. અન્ય અતિચાર પણ અનાચારમાં પરિણમી શકે છે.
તીવ્ર વૈષયિક વાસનાવશ કામોદ્દીપક, વાજીકરણ ઔષધિ, માદક દ્રવ્ય વગેરેનું સેવન આ વ્રતનો પાંચમો અતિચાર છે. જેનાથી સાધકે સર્વથા દૂર રહેવું જોઈએ. અહીં બહેનોને(શ્રાવિકાઓને) સમસ્ત અતિચાર પુરુષની અપેક્ષાએ સમજવા જોઈએ.
ઇચ્છા પરિમાણ વ્રતના અતિચાર :
५२ तयानंतरं च णं इच्छापरिमाणस्स समणोवासएणं पंच अइयारा [पेयाला] ગાળિયવ્વા, ૫ સમારિયળા, તું બહા- હેત્ત-વત્થ-પમાળાને, દિળ-સુવળ