________________
[ ૩૨ ]
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
અથવા વસ્તુની અસત્યતા સિદ્ધ હોવા છતાં તેની બીજાને સલાહ આપવી, તેવો ઉપદેશ આપવો, તે મૃષોપદેશ છે.
જે વ્યક્તિ, કોઈપણ કાર્યને અહિતકારી જાણવા છતાં બીજાને તેવું કરવાની પ્રેરણા કરે, ઉપદેશ આપે, તો તે અનાચાર છે અને તેમાં વ્રત ખંડિત થઈ જાય છે, કારણ કે ત્યાં પ્રેરણાદાતાના ઉપદેશનો હેતુ સર્વથા અશુદ્ધ છે. કટલેખકરણ - ખોટા લેખ અથવા દસ્તાવેજ લખવા, ખોટા હસ્તાક્ષર કરવા વગેરે પ્રવૃત્તિ કૂટલેખકરણ કહેવાય છે. જો સાધક અસાવધાનીથી, અજ્ઞાનવશ અથવા અનિચ્છાપૂર્વક આવું કરે તો તે અતિચાર છે અને જો કોઈ જાણીબૂઝી બીજાને દગો દેવા માટે ખોટા દસ્તાવેજ તૈયાર કરે, ખોટી મહોર અથવા છાપ લગાવે, ખોટા હસ્તાક્ષર કરે તો તે અનાચાર છે અને તેનાથી વ્રત ખંડિત થઈ જાય છે. અદત્તાદાન વિરમણ વ્રતના અતિચાર:५० तयाणंतरं च णं थूलगस्स अदिण्णादाणवेरमणस्स पंच अइयारा [पेयाला] जाणियव्वा ण समायरियव्वा, तं जहा- तेणाहडे, तक्करप्पओगे, विरुद्धरज्जाइक्कमे, कूडतुल्लकूडमाणे, तप्पडिरूवगववहारे । શબ્દાર્થ :- નાળિયજ્ઞ = જાણવા જોઈએ. ભાવાર્થ :- ત્યાર પછી સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતના પાંચપ્રધાન] અતિચારો જાણવા જોઈએ. તેનું આચરણ કરવું જોઈએ નહીં. તે આ પ્રમાણે છે- (૧) તે નાહત (૨) તસ્કરપ્રયોગ (૩) વિરુદ્ધરાજ્યાતિક્રમ (૪) કૂટતોલ-કૂટમાન ૫) તત્ પ્રતિરૂપ વ્યવહાર. વિવેચન :(૧) તેનાહત :- સ્તનનો અર્થ ચોર થાય છે.આહતનો અર્થ લાવેલી અર્થાતુ ચોર દ્વારા ચોરીને લાવેલી વસ્તુને લેવી, ખરીદવી અને રાખવી. (૨) તસ્કર પ્રયોગ :- પોતાના વ્યાપારનાં કાર્યોમાં ચોરનો ઉપયોગ કરવો અર્થાત્ ચોરને મદદ કરવી. (૩) વિરુદ્ધ રાજ્યાતિક્રમ:- વિરોધવશ પોતાના દેશથી અન્ય દેશના શાસક દ્વારા પ્રવેશ-નિષેધ હોવા છતાં નિર્ધારિત સીમાનું ઉલ્લંઘન કરવું, બીજા રાજ્યોમાં પ્રવેશ કરવો, રાજ્યવિરુદ્ધ કામ કરવું, તાત્પર્ય એ છે કે રાજ્યના કાયદા કાનૂનથી વિરુદ્ધ પ્રત્યેક પ્રવૃત્તિ આ અતિચારની અંતર્ગત છે. (૪) કટતોલ કટમાન - તોળવામાં અને માપવામાં ખોટા તોલમાપનો પ્રયોગ એટલે કે દેવામાં ઓછું તોળવું અથવા માપવું. (૫)તતાપ્રતિરૂપ વ્યવહારઃ-વેપારમાં અનૈતિકતા અને અસત્ય આચરણ કરવું. જેમકે સારી વસ્તુ બતાવીને ખરાબ વસ્તુ આપવી, સારી વસ્તુમાં ખરાબ વસ્તુ મેળવી દેવી,નકલીને અસલી બતાવવી વગેરે. સ્વદારા સંતોષવ્રતના અતિચાર - ५१ तयाणंतरं च णं सदारसंतोसिए पंच अइयारा [पेयाला] जाणियव्वा, ण समायरियव्वा, तं जहा- इत्तरियपरिग्गहियागमणे, अपरिग्गहियागमणे, अणंगकीडा, परविवाहकरणे, कामभोगतिव्वाभिलासे ।
છો