________________
| અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ
સત્યવતના અતિચાર :४९ तयाणंतरं च णं थूलगस्स मुसावाय-वेरमणस्स पंच अइयारा [पेयाला] जाणियव्वा ण समायरियव्वा, तं जहा- सहसब्भक्खाणे, रहसब्भक्खाणे, सदारमंतभेए, मोसोवएसे, कूडलेहकरणे । શબ્દાર્થ:-= ખોટો આક્ષેપ કરવો. ભાવાર્થ :- ત્યાર પછી સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રતના પાંચ (પ્રમુખ) અતિચાર જાણવા જોઈએ. તેનું આચરણ કરવું જોઇએ નહીં, તે આ પ્રમાણે છે– (૧) સહસા-અભ્યાખ્યાન (૨) રહસ્ય-અભ્યાખ્યાન (૩) સ્વદાર મંત્રભેદ (૪) મૃષોપદેશ (૫) કૂટલેખકરણ. વિવેચન :
(૧) સહસા અભ્યાખ્યાન– વિચાર વિના કોઇ પર એકાએક ખોટો આક્ષેપ કરવો. (૨) રહસ્ય અભ્યાખ્યાન- કોઈનાં રહસ્ય પ્રગટ કરવાં. (૩) સ્વદાર મંત્ર ભેદ– પોતાની સ્ત્રીની ગુપ્તવાત બહાર પ્રગટ કરવી. (૪) મૃષોપદેશ- કોઈને ખોટી સલાહ આપવી અથવા અસત્ય ઉપદેશ આપવો. (૫) કિટલેખકરણ– ખોટા લેખ લખવા, બીજાને ઠગવા અથવા ફસાવવા માટે ખોટી જાળ રચવી, ખોટા કાગળ તૈયાર કરવા. સહસા અભ્યાખ્યાન :- સહસાનો અર્થ એકાએક છે. કોઇ વાત વિચાર્યા વગર ભાવાવેશમાં આવી જલદી કહી દેવી, ત્યાં આ શબ્દનો પ્રયોગ થાય છે. આ પ્રકારના આચરણમાં વિવેકને બદલે ભાવાવેશ કામ કરે છે. સહસા અભ્યાખ્યાન એટલે કોઈ પર એકાએક વિચાર્યા વગર દોષારોપણ કરવું. જો આ દોષારોપણ દુર્ભાવના, દુર્વિચાર અને સંકલેશપૂર્વક અથવા ઇરાદાપૂર્વક થાય તો તે અતિચાર નહીં પરંતુ અનાચાર થઈ જાય છે. ત્યાં શ્રાવકનાં વ્રત ખંડિત થાય છે. રહસ્ય અભ્યાખ્યાન - રહસૂનો અર્થ એકાંત છે. તેનાથી રહસ્ય શબ્દ બન્યો છે. તેનો અર્થ એકાંતની વાત અથવા ગુપ્ત વાત છે. રહસ્ય અભ્યાખ્યાનનો અભિપ્રાય એ છે કે કોઇની ગુપ્ત વાતને અચાનક પ્રગટ કરી દેવી. સાધક માટે આ કરણીય નથી. રહસ્ય અભ્યાખ્યાનનો બીજો એક અર્થ આ પ્રમાણે છે- કોઇ ઉપર ગુપ્તરૂપે પયંત્ર વગેરે કરવાનું દોષારોપણ કરવું, જેમ કે કોઇ વ્યક્તિ એકાંતમાં બેસીને પરસ્પર વાર્તાલાપ કરે છે, તેને જોઈને મનમાં શંકિત થઈને એકાએક તેના ઉપર આરોપ મૂકે કે તે અમુક પયંત્ર કરી રહ્યા છે. આ પ્રકારના આચરણનો પણ આ અતિચારમાં સમાવેશ થાય છે. જ્યાં સુધી સહસા, અચાનક, વિચાર્યા વગર આવું કરવામાં આવે છે ત્યાં સુધી તો તે અતિચાર છે. પણ જો દુર્ભાવનાપૂર્વક, સમજી વિચારીને આરોપ મૂકવામાં આવે તો તે અનાચાર થઈ જાય છે, તેનાથી વ્રત ખંડિત થઈ જાય છે.
સ્વદાર મંત્રભેદ:- વ્યક્તિગત સંબંધોમાં પતિ અને પત્નીનો સંબંધ સર્વથી ઘનિષ્ઠ સંબંધ છે. તેની પોતાની ગુપ્તમંત્રણાઓ, વિચારણાઓ વગેરે પણ હોય છે. જો પતિ પોતાની પત્નીની કોઈ ગુપ્ત વાતને પ્રગટ કરે તો તે સ્વદાર મંત્રભેદ છે. વ્યાવહારિક દષ્ટિએ પણ આવું કરવું ઉચિત નથી. જેની વાત પ્રગટ થાય છે તેને પોતાની ગુપ્તતા ખુલ્લી પડવાથી દુઃખ થાય છે અથવા પોતાની દુર્બળતા પ્રગટ થવાથી તે લજ્જિત થાય છે. મુષોપદેશ - ખોટી ફરિયાદ કરવી અથવા ખોટો ઉપદેશ દેવો તે મુષોપદેશ છે. વિષયની સત્યતા, અસત્યતા, હિતકારકતા, અહિતકારકતા વગેરેનું જ્ઞાન ન હોવા છતાં અન્યને તવિષયક સલાહ આપવી