________________
[ ૩૦ ]
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
ભાવાર્થ :- ત્યાર પછી શ્રાવકે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતના મુખ્ય પાંચ અતિચાર જાણવા જોઇએ પણ તેનું આચરણ કરવું જોઇએ નહીં. તે આ રીતે છે, બંધ, વધ, છવિચ્છેદ, અતિભાર, ભક્તપાન વ્યવચ્છેદ. વિવેચન :પૈયાલા :- પ્રમુખ, પ્રધાન, મુખ્ય. આ અર્થોમાં પેયાલા શબ્દનો પ્રયોગ થયો છે. જે શબ્દનો પ્રયોગ પ્રાચીન કાળમાં બધાં જ વ્રતોના અતિચારોની સાથે હતો પરંતુ કાલદોષથી છૂટતાં–છૂટતાં તે કેવળ સમ્યત્વના અને અહિંસાવ્રતના અતિચાર સાથે જ રહી ગયો છે.
પેયાલા શબ્દનો પ્રયોગ પ્રત્યેક વ્રતના અતિચારો સાથે રહે ત્યારે તેનો ભાવ એ છે કે આ વ્રતના મુખ્ય(પ્રધાન) આ પાંચ અતિચાર છે. અપ્રધાન સૂક્ષ્મ, નાના-નાના અન્ય અનેક અતિચાર હોઇ શકે છે. પ્રધાન–અપ્રધાન સર્વ અતિચારોથી બચવાનો પ્રયત્ન કરવો તે જ શ્રાવકને માટે હિતાવહ છે. ટીકાઃ- વેચાર સારા, ધાના, ભૂતત્વન શક્ય વ્યપાત્રા વિશેષ, પ્રમુખ અથવા સ્કૂલ રૂપમાં સમજવા અને સમજાવવામાં શક્ય એવા આ પ્રકારના પાંચ અતિચાર સર્વ વ્રતોના છે.—ઉપાસક ટીકા અને આવશ્યક નિર્યુક્તિ. (૧) બંધઃ- તેનો અર્થ બાંધવું છે. પશુ, દાસ, બાળક, નોકર વગેરેને એવી રીતે બાંધવાં કે જેથી તેને કષ્ટ થાય. શ્રાવકને કષાયવશ અથવા અવિવેકથી આ અતિચાર લાગે છે. (ર) વધ :- સામાન્ય રીતે વધનો અર્થ કોઈને જાનથી મારી નાંખવો એવો થાય પરંતુ અહીં વધ આ અર્થમાં પ્રયુક્ત નથી કારણકે કોઈને જાનથી મારી નાંખવાથી અહિંસાવ્રત સર્વથા ખંડિત જ થઈ જાય છે. તે તો અનાચાર છે. અહીં તો ‘વધ' ઘાતક પ્રહારના અર્થમાં પ્રયુક્ત થયેલો છે. એવો પ્રહાર કે જેનાથી પ્રહાર કરાયેલી વ્યક્તિનાં અંગ-ઉપાંગને નુકશાન થાય છે. (૩) છવિચ્છેદ - ક્રોધાવેશમાં કોઈનાં અંગ ઉપાંગ કાપી નાંખવાં. મનોરંજન માટે કુતરા વગેરે પાળેલ પશુઓનું પૂંછડું, કાન આદિ કાપી નાખવા વગેરે ક્રિયાનો સમાવેશ પણ આ અતિચારમાં થાય છે. (૪) અતિભાર :- પશ. નોકર આદિ પાસેથી તેની શક્તિ ઉપરાંત કામ લેવું. નોકર. મજર. અધિકત કર્મચારી પાસે તેની શક્તિ ઉપરાંતનું કામ લેવું. તે અતિભાર અતિચાર છે.. (૫) ભક્તપાન વ્યવચ્છેદ - તેનો અર્થ આ પ્રમાણે છે– ખાનપાનમાં અંતરાય નાંખવો અર્થાતુ પોતાને આશ્રિત પશુને યથાસમયે ચારો તેમજ પાણી ન દેવાં, ભૂખ્યાં અને તરસ્યાં રાખવાં. આ વાત દાસ-દાસી માટે પણ લાગુ પડે છે. તેના ખાનપાનમાં અંતરાય નાંખવી. આજના યુગની ભાષામાં પોતાના નોકર ચાકરોને સમયસર પગાર ન દેવો, પગારમાં પણ કાપ મૂકવો, કોઈની આજીવિકામાં બાધા નાંખવી, સેવક વગેરે આશ્રિત વર્ગ પાસેથી ખૂબ કામ લેવું પરંતુ તેના બદલામાં પર્યાપ્ત ભોજન અને પગાર ન આપવો વગેરે પ્રવૃત્તિ આ અતિચારમાં આવી જાય છે. આ પ્રકારની પ્રવૃત્તિ સામાજિક જીવનમાં પણ અન્યાયજન્ય છે. વ્રતધારીની હીલના અને ધર્મની બદનામી થાય તેવી છે, તેથી આ વ્રતના આરાધકમાં અનુકંપાભાવની પુષ્ટિ(વૃદ્ધિ) હોવી અત્યાવશ્યક છે.
આજે સામાજિક સ્થિતિ બદલાઈ ગઈ છે. નિર્દયતા, ક્રૂરતા, અત્યાચાર વગેરે પ્રવૃત્તિ અનેક નવીનરૂપે પ્રતીત થાય છે. માટે શ્રાવકે પોતાની દૈનિક જીવનચર્યાનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરીને, અતિચારના મૂળ ભાવને ગ્રહણ કરવા જોઈએ અને નિર્દયતાપૂર્ણ કાર્યને છોડી દેવા જોઈએ.