________________
| અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ
[ ૨૯ ]
જિજ્ઞાસાનો ભાવ પણ હળવો પડી જાય છે પરંતુ વિશ્વાસ અથવા આસ્થાને દઢ કરવા માટે વ્યક્તિ જ્યારે કોઈ તત્ત્વ વિશેષ જાણવાની ઇચ્છા કરે, પ્રશ્ન કરે તેને શંકા કહેવાતી કારણ કે જિજ્ઞાસારૂપ સંશયથી તે પોતાના વિશ્વાસને દઢથી દઢતર કરવા ઇચ્છે છે. ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમના પ્રશ્ન તથા ભગવાનના ઉત્તરો આગમવાણીમાં ઠેર ઠેર ભરપૂર છે. જ્યાં ગૌતમસ્વામી પ્રશ્ન કરે ત્યાં સર્વત્ર તેમના મનમાં સંશય ઉત્પન્ન થવાનો ઉલ્લેખ છે. સાથોસાથ તેને પરમ શ્રદ્ધાવાન પણ કહ્યા છે. ગૌતમના સંશયો જિજ્ઞાસામૂલક હતા. એક સમ્યક્તીના મનમાં જિજ્ઞાસાપૂર્ણ સંશય થવો, પ્રશ્ન થવો તે દોષ નથી પણ તેને અશ્રદ્ધામૂલક શંકા થવી ન જોઈએ. કાંક્ષા – સાધારણ રીતે કાંક્ષાનો અર્થ ઇચ્છાને કોઈપણ બાજુ વળાંક દેવો. પ્રસ્તુત પ્રસંગમાં તેનો અર્થ છે બહારનો દેખાવ, આડંબર જોઈને અથવા બીજા પ્રલોભનથી પ્રભાવિત થઈને અન્ય મત તરફ ઝૂકી જવું. સમ્યકત્વીએ પોતાના આત્મગુણોની સુરક્ષા માટે બહારના પ્રદર્શનથી પ્રભાવિત થવું ન જોઈએ. વિચિકિત્સા - મનુષ્યનું મન ઘણું ચંચળ છે. તેમાં અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ થયા જ કરે છે. કયારેક ઉપાસકનાં મનમાં આવો ભાવ પણ ઊઠે છે કે તે ધર્મનું જે અનુષ્ઠાન કરે છે, તપ વગેરેનું આચરણ કરે છે, તેનું ફળ હશે કે નહીં? આ પ્રકારનો સંદેહ તે વિચિકિત્સા છે. મનમાં આ પ્રકારના સંદેહાત્મક ભાવ થતાં જ મનુષ્યના કાર્યમાં સહજ શિથિલતા આવે છે, નિરાશા વધવા લાગે છે. આ પ્રકારની મનઃસ્થિતિ કાર્યસિદ્ધિમાં બાધક છે. સમ્યક્તીએ તેનાથી બચવું જોઈએ. પરપાખંડ પ્રશંસા :- “પાખંડી' શબ્દનો પ્રાસંગિક અર્થ છે- અન્યમતના વ્રતધારી અનુયાયીઓ. વ્યવહારમાં તે શબ્દનો અર્થ લુચ્ચા અને ધુતારારૂપે થાય છે પરંતુ તે અર્થ અહીં અપેક્ષિત નથી.
પરપાખંડ પ્રશંસા સમ્યક્તનો ચોથો અતિચાર છે. તેનો અભિપ્રાય છે કે સમ્યક્વી જીવે અન્ય મતાવલંબીના પ્રશંસક થવું ન જોઈએ. અહીં પ્રયુક્ત પ્રશંસા વ્યાવહારિક શિષ્ટાચારના અર્થમાં નથી, તાત્ત્વિક અર્થમાં છે. અન્ય મતાવલંબીના પ્રશંસક થવું અર્થાત્ તેના ધાર્મિક સિદ્ધાંતોનું સન્માન કરવું, અન્ય મતના સિદ્ધાંતો, ધર્મગ્રંથો અથવા ધર્મપ્રવર્તકોની અતિશય પ્રશંસા, અન્યને માટે 'કાંક્ષા' દોષનું નિમિત્ત બને છે અને સ્વયંને સ્વધર્મ અથવા સ્વધર્મ સિદ્ધાંતોની શ્રદ્ધામાં શિથિલતા આવવામાં નિમિત્તભૂત બની શકે છે તેથી સમજીને, વિચારીને, પોતે કરેલા વિશ્વાસ-શ્રદ્ધા પર વ્યક્તિએ દઢ રહેવું જોઈએ. આવા પ્રશંસા આદિ કાર્યોથી દઢતાનો નાશ થાય છે. આ પ્રશંસાનો નિષેધ સંકુચિતતા નથી પણ આસ્થાની પુષ્ટિનો એક મહત્ત્વશીલ ઉપાય છે. સમ્યક્તને સુરક્ષિત અને સ્વસ્થ રાખવાની પરેજી છે. પરપાખંડ સંસ્તવઃ- સંસ્તવનો અર્થ ઘનિષ્ઠ સંપર્ક અથવા નિકટતાપૂર્ણ પરિચય છે. પરમતાવલંબી પાખંડીઓની સાથે ધાર્મિક દષ્ટિએ તેવો પરિચય અથવા સંપર્ક ઉપાસક માટે ઉપાદેય નથી તેથી તેની આસ્થામાં વિચલિતપણું ઉત્પન્ન થવાની આશંકા રહે છે. અહિંસાવૃત અતિચાર:४८ तयाणंतरं च णं थूलगस्स पाणाइवाय-वेरमणस्स समणोवासएणं पंच अइयारा पेयाला जाणियव्वा ण समायरियव्वा, तं जहा- बंधे, वहे, छविच्छेए, अइभारे, भत्तपाणवोच्छेए । શબ્દાર્થ :- જેના = પ્રમુખ, પ્રધાન, મોટા.