________________
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
શ્રાવકક્વતોના અતિચાર : સમ્યક્ત્વના અતિચાર :
४७ आणंदा ! त्ति समणे भगवं महावीरे आणंद समणोवासगं एवं वयासी- एवं खलु आणंदा! समणोवासएणं अभिगयजीवाजीवेणं जाव ठवलद्धपुण्णपावेणं, आसवसंवर- णिज्जर-किरिया अहिगरण-बंध मोक्ख- कुसलेणं, असहेज्जेणं, देवासुर- नागसुवण्ण जक्ख-रक्खस- किण्णर- किंपुरिस गरुल-गंधव्व-महोरगाइएहिं देवगणेहिं णिग्गंथाओ पावयणाओ अणइक्कमणिज्जेणं, सम्मत्तस्स पंच अइयारा पेयाला ગાળિયવ્યા, ૫ સમારિયબા, તેં ગુહા- સંજા, હા, વિતિનિચ્છા, પ્રવાસંડવસંસા, परपासंडसंथवो।
શબ્દાર્થ :- અભિવવાનીવેનું - જીવ અજીવનું સ્વરૂપ જેણે જાણી લીધું છે. બસોોળ – અન્યની સહાયતા નહીં લેનારા અળબજ્ઞેળ - કોઈ ચલિત ન કરી શકે એવા. ભાવાર્થ:- ભગવાન મહાવીરે આનંદ શ્રાવકને કહ્યું, હે આનંદ ! જેણે જીવ અજીવ વગેરે પદાર્થોના સ્વરૂપને યથાવત્ જાણ્યું છે; પુણ્ય અને પાપના ભાવોને ઉપલબ્ધ કર્યાં છે; આશ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ અને મોક્ષને સારી રીતે સમજ્યાં છે; જે અન્યની સહાયતાની ઇચ્છા રાખતા નથી; દેવ, અસુર, નાગ, સુવર્ણ, થળ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, ગરુડ, ગાંધર્વ, મહોરગ વગેરે દેવતાઓ દ્વારા નિર્ણય પ્રવચનથી ચલિત ન કરી શકાય તેવા શ્રમોપાસકોએ સમ્યકત્વના પાંચ પ્રધાન અતિચાર જાણવા જોઇએ પણ તેનું આચરણ કરવું ન જોઈએ. તે અતિચાર આ પ્રમાણે છે— શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાસંડ
પ્રશંસા તથા પરપાસડ સંસ્તવ.
વિવેચન -
વ્રત ધારણ કરવાં કઠિન છે, પણ વ્રતનું દૃઢતાથી પાલન કરવું તે તેનાથી વિશેષ કઠિન છે. પાલન કરવામાં વ્યક્તિએ ક્ષણે ક્ષણે જાગ્રત રહેવું પડે છે. બાધક પરિસ્થિતિમાં પણ અવિચલ રહેવાનું હોય છે. સ્વીકારેલા વ્રતમાં સ્થિરતા રહે, ઉપાસકના ભાવોમાં ન્યૂનતા ન આવે તેના માટે જૈન સાધના પદ્ધતિમાં અતિચાર વર્જનરૂપ સુંદર ઉપાયનું સૂચન કર્યું છે.
અતિચારનો અર્થ છે કે વ્રતમાં કોઈ પ્રકારની દુર્બળતા, સ્ખલના અથવા આંશિક મલિનતા થવી. અતિચારોની સીમા જ્યારે આગળ વધી જાય ત્યારે અતિચાર અનાચારમાં પણ પરિવર્તિત થઇ જાય છે. અનાચાર એટલે લીધેલા વ્રતનું ખડિત થયું, તેથી ઉપાસકોએ અતિચારોને યથાવત્ સ્વરૂપમાં સમજીને જાગૃતિ અને આત્મબળ સાથે તેનો ત્યાગ કરવો, તે વ્રતને સુરક્ષિત અને સુશોભિત રાખવા માટે અતિ આવશ્યક છે. સમ્યક્ત્વ : સાધક માટે સર્વથી અધિક મહત્ત્વની વસ્તુ સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વ એટલે યચાર્થ તત્ત્વ શ્રદ્ધાન, સત્ય પ્રત્યે સાચી શ્રદ્ધા. જો સાધક સમ્યક્ત્વને જ ખોઈ નાખે તો તેના જીવનમાં કંઈપણ શેષ રહેશે નહીં. શ્રદ્ધામાં સત્યના સ્થાને અસત્ય પ્રવેશ કરે તો તેના આચરણમાં સહજ રીતે વિપરીતતા આવી જાય, માટે ભગવાન મહાવીરે આનંદ શ્રાવકને સર્વપ્રથમ સમ્યક્ત્વના અતિચાર કહ્યા અને તેનું આચરણ ન કરવાનો ઉપદેશ આપ્યો. સમ્યક્ત્વના પાંચ અતિચારોનું સંક્ષેપમાં વિવેચન આ રીતે છે—
શંકા :- સર્વજ્ઞ દ્વારા કથિત આત્મા, સ્વર્ગ, નરક, પુણ્ય, પાપ, બંધ, મોક્ષ વગેરે તત્ત્વોમાં સંદેહ થવો તે શંકા છે. મનમાં સંદેહ થવાથી આસ્થા ડગી જાય છે. વિશ્વાસ હલી જાય છે, તેને શંકા કહે છે. શંકા થવાથી