________________
[ ૭૪ ]
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર |
पमाणाइक्कमे दुपय-चउप्पय-पमाणाइक्कमे, धण-धण्ण-पमाणाइक्कमे, कुवियपमाणाइक्कमे । ભાવાર્થ - શ્રાવકે ઇચ્છા પરિમાણવ્રતના પાંચ મુખ્ય અતિચારને જાણવા જોઈએ, પણ તેનું આચરણ કરવું જોઇએ નહીં. તે આ પ્રમાણે છે– (૧) ક્ષેત્ર-વાસ્તુ પ્રમાણાતિક્રમ (૨) હિરણ્ય-સુવર્ણ પ્રમાણાતિક્રમ (૩) દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણાતિક્રમ (૪) ધન-ધાન્ય પ્રમાણાતિક્રમ (૫) કુષ્ય પ્રમાણાતિક્રમ. વિવેચન :
સાંસારિક જીવનમાં ધન, વૈભવ અને સંપત્તિનું એક એવું આકર્ષણ છે કે સમજદાર અને વિવેકશીલ વ્યક્તિ પણ તેની મોહકતામાં ફસાયેલી રહે છે. ઇચ્છા પરિમાણવ્રત તે મોહકતાથી મુક્ત થવાનો માર્ગ છે. વ્યક્તિ ભૌતિક સાધન-સામગ્રીના સંબંધોને ક્રમથી સીમિત કરતો જાય, તે જ આ વ્રતનું લક્ષ્ય છે. (૧) ક્ષેત્ર વાા પ્રમાણાસિકમ :- ક્ષેત્રનો અર્થ ખેતી કરવાની ભૂમિ છે અને વાસ્તુનો અર્થ રહેવાનાં મકાન, બગીચા વગેરે છે. શ્રાવકે વ્રત લેતી વખતે તેની જે મર્યાદા કરી છે તેનું ઉલ્લંઘન કરવું. (૨) હિરણ્ય સવર્ણ પ્રમાણાસિકમ - વ્રત લેતી વખતે શ્રાવકે સોના-ચાંદી વગેરે બહુમૂલ્ય ધાતુઓની પોતાના માટે મર્યાદા કરી છે. તેની મર્યાદાનું ઉલ્લંઘન કરવું તે. મહોર, રૂપિયા વગેરે પ્રચલિત સિક્કા પણ આમાં જ સમાવિષ્ટ થાય છે. (૩) દ્વિપદ ચતુષ્પદ પ્રમાણાતિક્રમ :- દ્વિપદ–બે પગવાળાં મનુષ્ય, દાસ-દાસી, નોકર તથા ચતુષ્પદ-ચાર પગવાળાં પશુ. વ્રત સ્વીકાર કરતી વખતે તેના સંદર્ભમાં કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવું. (૪) ધન ધાન્ય પ્રમાણાસિકમ - મણિ, મોતી, હીરા, પન્ના વગેરે રત્ન તથા ક્રય-વિક્રયની વસ્તુઓને અહીં ધન કહ્યું છે. ચોખા, ઘઉં, જવ, ચણા વગેરે અનાજ ધાન્યમાં આવે છે. ધન અને ધાન્યની મર્યાદાનું ઉલ્લંઘન કરવું. (૫) કુષ્ય પ્રમાણાતિકમઃ- કુષ્યનો અર્થ ઘરનો સામાન. જેવી રીતે કપડાં, ખાટલો, આસન, પાથરવાનાં, ઓઢવાનાં સાધન, ફર્નિચર વગેરે. આ સંબંધમાં કરેલી મર્યાદાઓનું ઉલ્લંઘન કરવું.
અહીં સ્પષ્ટતાથી સમજવું જોઈએ કે મર્યાદાનું ઉલ્લંઘન જ્યારે અબુદ્ધિપૂર્વક અર્થાત્ અજાણતા થાય ત્યાં સુધી તે અતિચાર છે. જાણીજોઈને કરેલું મર્યાદાનું ઉલ્લંઘન તે અનાચાર છે. અનાયાસ અનિલાભ થઈ જાય તો તે અતિચાર પણ નથી, પરંતુ તેને મર્યાદા પ્રમાણે રાખીને શેષ સંપત્તિમાં વિવેક રાખવો અર્થાત્ ત્યાગ અથવા દાન કરી દેવું જોઈએ. દિશા વ્રતના અતિચાર :५३ तयाणंतरं च णं दिसिव्वयस्स पंच अइयारा [पेयाला] जाणियव्वा, ण समायरियव्वा,तं जहा- उद्धृदिसि पमाणाइक्कमे, अहोदिसि पमाणाइक्कमे, तिरियदिसि पमाणाइक्कमे, खेत्तवुड्डी, सइअंतरद्धा । શબ્દાર્થ:- સદ્ભત રહ્ન = ક્ષેત્રની સીમા ભુલાઈ જવી (યાદ ન રહ્યું હોય). ભાવાર્થ - ત્યાર પછી દિશા વ્રતના પાંચ મુખ્ય] અતિચારોને જાણવા જોઇએ પણ તેનું આચરણ