________________
| અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ
[ ૨૩ ]
હું ત્યાગ કરું છું. અર્થાત્ શરીર પર સૂતરનાં બે વસ્ત્ર જ પહેરવાં. ३२ तयाणंतरं च णं विलेवणविहिपरिमाणं करेइ । णण्णत्थ अगरु-कुंकुमचंदणमादिएहिं अवसेसं विलेवणविहिं पच्चक्खामि । ભાવાર્થ :- ત્યાર પછી તેણે વિલેપન વિધિની મર્યાદા કરી કે અગર, કુમકુમ તથા ચંદન સિવાય સર્વ વિલેપન દ્રવ્યનો હું સંપૂર્ણ ત્યાગ કરું છું.
३३ तयाणंतरं च णं पुप्फविहिपरिमाणं करेइ । णणत्थ एगेणं सुद्धपउमेणं, मालइकुसुम-दामेणं वा अवसेसं पुप्फविहिं पच्चक्खामि । ભાવાર્થ :- ત્યાર પછી તેણે ફૂલવિધિની મર્યાદા કરી કે સફેદ કમળ તથા માલતીનાં ફૂલોની માળા સિવાય સર્વ પ્રકારનાં ફૂલોને ધારણ કરવાનો હું સંપૂર્ણ ત્યાગ કરું છું. ३४ तयाणंतरं च णं आभरणविहिपरिमाणं करेइ । णण्णत्थ मट्ठ-कण्णेज्जएहिं णाममुद्दाए य, अवसेसं आभरणविहिं पच्चक्खामि । ભાવાર્થ :- ત્યાર પછી તેણે આભરણ–વિધિની મર્યાદા કરી કે શુધ્ધ સોનાનાં સાદા કુંડળ અને નામાંકિત વીંટી સિવાય સર્વપ્રકારનાં આભરણોનો હું ત્યાગ કરું છું. |३५ तयाणंतरं च णं धूवणविहिपरिमाणं करेइ । णण्णत्थ अगरु तुरुक्क धूवमादिएहिं, अवसेसं धूवणविहिं पच्चक्खामि । શબ્દાર્થ :- અગર તુટવપૂવ = અગર, લોબાન તથા ધૂપ. ભાવાર્થ - ત્યાર પછી તેણે ધૂપ વિધિની મર્યાદા કરી કે અગર, લોબાન, અને ધૂપ સિવાયની સર્વ ધૂપનીય વસ્તુનો હું સંપૂર્ણ ત્યાગ કરું છું. |३६ तयाणंतरं च णं भोयणविहिपरिमाणं करेमाणे, पेज्जविहि परिमाणं करेइ। णण्णत्थ एगाए कट्ठपेज्जाए, अवसेसं पेज्जविहिं पच्चक्खामि । શબ્દાર્થ :- ૬ = કાઢો(પીવાયોગ્ય), કવાથ (ઔષધ). ભાવાર્થ :- ત્યાર પછી તેણે ભોજન વિધિની મર્યાદાની અંતર્ગત પેય(પીવા યોગ્ય) વિધિની મર્યાદા કરી કે એક માત્ર કાઢો અથવા પીવા યોગ્ય ક્વાથ (ઔષધ), મગનું પાણી અથવા ઘીમાં શેકેલા ભાતથી બનાવેલી કાંજી(એક વિશેષ પીણું) સિવાય બધા પીવા યોગ્ય પેય પદાર્થોનો હું ત્યાગ કરું છું. ३७ तयाणंतरं च णं भक्खणविहिपरिमाणं करेइ । णण्णत्थ एगेहिं घयपुण्णेहिं खंडखज्जएहिं वा, अवसेसं भक्खणविहिं पच्चक्खामि । શબ્દાર્થ - પયપુof = ઘીથી પરિપૂર્ણ ઘેવર હુન્નર = ખાંડવાળા ખાજાં, સાટા. ભાવાર્થ - ત્યાર પછી તેણે ભક્ષ્ય વિધિની મર્યાદા કરી કે ઘીથી પરિપૂર્ણ ઘેવર અને મીઠાં ખાજા(સાટા) સિવાય બધાં જ પકવાનોનો હું સંપૂર્ણ ત્યાગ કરું છું. ३८ तयाणंतरं च णं ओदणविहिपरिमाणं करेइ । णण्णत्थ कलमसालि-ओदणेणं, अवसेस ओदणविहिं पच्चक्खामि ।