________________
૨૪
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
શબ્દાર્થ:- તમ સાલિ = કલમજાતિના ચોખા, કોલમ.
ભાવાર્થ :ત્યાર પછી તેણે ઓદન(ભાત) વિધિની મર્યાદા કરી કે કલમ જાતિના ચોખા સિવાય બધા પ્રકારના ચોખાનો હું સંપૂર્ણ ત્યાગ કરું છું.
३९ तयानंतरं च णं सूवविहिपरिमाणं करेइ । णण्णत्थ कलायसूवेण वा, मुग्ग-माससूवेण वा । अवसेसं सूवविहिं पच्चक्खामि ।
શબ્દાર્થ
:- સૂવ = દાળ.
ભાવાર્થ:- ત્યાર પછી તેણે દાળ વિધિની મર્યાદા કરી કે ચણા, મગ અને અડદની દાળ સિવાય બધી દાળનો હું સંપૂર્ણ ત્યાગ કરું છું.
४० तयानंतरं च णं घयविहिपरिमाणं करेइ । णण्णत्थ सारइएणं गोघयमंडेणं । अवसेसं घयविहिं पच्चक्खामि ।
શબ્દાર્થ:- ય - ઘી સારફ્ફ્ળ = શારદીય, પ્રાતઃકાલીન.
ભાવાર્થ:કરેલા ઘી સિવાય સર્વ પ્રકારના ઘી નો હું સંપૂર્ણ ત્યાગ કરું છું.
४१ तयाणंतरं च णं सागविहिपरिमाणं करेइ । णंणत्थ वत्थुसाएण वा तुंबसाएण वा सुत्थियसाएण वा मंडुक्कियसाएण वा अवसेसं सागविहिं पच्च
ત્યાર પછી તેણે ઘીની મર્યાદા કરી કે ગાયના ઉત્તમ શારદીય–પ્રાતઃકાલે જ તૈયાર
શબ્દાર્થ:- વઘુસાË = વથવાની ભાજી તુંવસાળ = દૂધી સુસ્થિય-સાણં = સુવા-પાલકની ભાજી મંડુલ્શિય = ભીંડો.
ભાવાર્થ :- ત્યાર પછી તેણે શાકવિધિની મર્યાદા કરી કે બથવાની ભાજી, દૂધી, સુવા, પાલખ અને ભીંડો આ શાક સિવાય સર્વ પ્રકારના શાકનો હું ત્યાગ કરું છું.
४२ तयाणंतरं च णं माहुरयविहि परिमाणं करेइ । णण्णत्थ एगेणं पालंकामाहुरएणं, अवसेसं माहुरयविहिं पच्चक्खामि ।
શબ્દાર્થ:- માત્તુત્ય = મધુર પીણાં.
ભાવાર્થ :ત્યાર પછી તેણે માધુરક વિધિની મર્યાદા કરી કે પાલંકા—ગુંદ વિશેષ, જે અત્યંત મધુર હોય છે, તે સિવાય માધુરક વિધિનો હું ત્યાગ કરુંછું. [સંભવ છે કે આ પાલંકા મધુરક એક પ્રકારનું શાક હોય જેની શાકવિધિમાં મર્યાદા કરી હોય. જે કયારેક સ્વતંત્ર માધુરક વિધિ થઈ ગઈ હોય કારણકે અભિધાન રાજેન્દ્ર કોશમાં 'પાલંકા' શબ્દના અર્થમાં કહ્યું છે કે તે મહારાષ્ટ્ર દેશમાં પ્રસિદ્ધ એક પ્રકારનું શાક છે.]
४३ तयानंतरं च णं जेमणविहि परिमाणं करेइ । णण्णत्थ सेहंबदालियंबेहिं, अवसेसं जेमणविहिं पच्चक्खामि ।
શબ્દાર્થ:- સેöવ = કાંજીનાં વડાં લિયનેહિ = દાળનાં વડાં.
ભાવાર્થ :- ત્યાર પછી તેણે વ્યંજન વિધિની મર્યાદા કરી કે કાંજીનાં વડા, ખટાશયુક્ત મગ વગેરેની