________________
[૨૨]
|
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
વિવેચન :
અહીં ફળવિધિનું વિધાન આંખ, મસ્તક આદિ ધોવાના કામમાં આવતાં ફળોથી છે. (ખાવાના ફળોની મર્યાદા આ બોલમાં નથી) આંબળાની આ કાર્યમાં વિશેષ ઉપયોગિતા છે. જેમાં ગોટલી પડી ન હોય અને જે દૂધની જેમ મીઠાં હોય, તેવા કાચાં મુલાયમ આંબળાંને ક્ષીર આંબળા અથવા દૂધિયા આંબળા કહે છે.
પણ લિ શબ્દનો સીધો સરળ અર્થ કરીએ તો આનંદે મધુર આંબળા સિવાય બધાં ફળોનો ત્યાગ કર્યો હતો. સ્વાથ્યની દષ્ટિએ વૈધક ગ્રંથોમાં આંબળા ફળના ઘણાં ગુણો બતાવ્યા છે. | २८ तयाणंतरं च णं अब्भंगणविहि परिमाणं करेइ । णण्णत्थ सयपाग-सहस्सपागेहि तेल्लेहि अवसेसं अब्भंगणविहिं पच्चक्खामि । શબ્દાર્થ :- સયા | = શતપાક તેલ, સો ઔષધીથી બનાવેલું તેલ. ભાવાર્થ :- ત્યારપછી તેણે અત્યંગન વિધિની મર્યાદા કરી. શતપાક અને સહસંપાક તેલ સિવાય હું સર્વ અભંગનવિધિ-માલિશના તેલનો ત્યાગ કરું છું. વિવેચન :
શતપાક કે સહસંપાક તેલ વિશિષ્ટ મૂલ્યવાન તેલ છે. શતપાક તેલમાં સો પ્રકારનાં દ્રવ્યો નાંખેલાં હોય, જેને સો વાર પકાવેલ હોય અથવા જેનું મૂલ્ય સો કાર્દાપણ હોય. કાર્દાપણ પ્રાચીન ભારતમાં પ્રયુક્ત એક સિક્કો હતો. હજાર ઔષધિ નાંખી તૈયાર થયેલા તેલને સહસપાક કહેવાય છે. २९ तयाणंतरं च णं उव्वट्टणविहिपरिमाणं करेइ । णण्णत्थ एगेणं सुरहिणा गंधट्टएणं, अवसेस उव्वट्टणविहिं पच्चक्खामि । શબ્દાર્થ:- ૩બ્રા = મર્દન, માલિસ. ભાવાર્થ :- ત્યાર પછી તેણે ઉબટન વિધિની મર્યાદા કરી કે એક માત્ર સુગંધિત ગંધાટક–ઘઉં વગેરેના લોટની સાથે કેટલાક સુગંધિત પદાર્થોને મેળવીને તૈયાર કરેલી પીઠી સિવાય બધાં જ દ્રવ્યોનો હું ત્યાગ કરું છું. |३० तयाणंतरं च णं मज्जणविहिपरिमाणं करेइ । णण्णत्थ अट्ठहिं उट्टिएहिं उदगस्स घडेहिं अवसेस मज्जणविहिं पच्चक्खामि । શબ્દાર્થ :- મજા = સ્નાન. ભાવાર્થ :- ત્યાર પછી તેણે સ્નાન વિધિની મર્યાદા કરી કે પાણીના આઠ ઔષ્ટ્રિક-ઊંટ આકારના ઘડા (જેનું મુખ ઊંટની જેમ સાંકડું, ડોક લાંબી અને આકાર મોટો હોય, તે) સિવાય શેષ પાણીનો સ્નાન માટે ત્યાગ કરું છું. ३१ तयाणंतरं च णं वत्थविहिपरिमाणं करेइ । णणत्थ एगेणं खोमजुयलेणं, अवसेसं वत्थविहिं पच्चक्खामि । શબ્દાર્થ – હોમનુયોd = સૂતરનાં વસ્ત્ર યુગલ. ભાવાર્થ :- ત્યાર પછી તેણે વસ્ત્ર-વિધિની મર્યાદા કરી કે સૂતરનાં બે વસ્ત્ર સિવાય અન્ય વસ્ત્રોનો