________________
૧૮
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
સરળતાથી સમજાય છે. અન્ય છ વિકલ્પોને સમજવા માટે સૂક્ષ્મ દૃષ્ટિકોણથી વિચાર કરવો પડે છે.
આનંદ શ્રાવકે પહેલાં, બીજા, અને ત્રીજા વ્રતમાં બે કરણ ત્રણ યોગથી સ્થૂલ હિંસા, સ્થૂલ અસત્ય અને સ્થૂલ અદત્તનો ત્યાગ કર્યો, જેથી તેણે મન, વચન, કાયા ત્રણે યોગોથી સ્વયં કરવાનો અને અન્ય પાસે કરાવવાનો ત્યાગ કર્યો. [ ભગવતી સૂત્ર શતક-૮, ઉદ્દેશક-૫ માં શ્રાવકના અણુવ્રતો ગ્રહણ કરવાના કરણ અને યોગની અપેક્ષાએ (૪૯) ભંગ કલા છે. ]
સ્થૂલ મૃષા :– મોટું જૂઠ– અકારણ કોઈને દંડિત થવું પડે, નુકસાન થાય, રાજ્ય તરફથી મોટો અપરાધ ગણીને સજા આપવામાં આવે, લોકોમાં નિંદા થાય, કુળ, જાતિ અથવા ધર્મ કીંકેત ચાય, તેવા અસત્ય વચનના ઉચ્ચારણને મોટું જૂઠ કહેવાય છે. કોઈના પ્રાણ સંકટમાં મુકાઈ જાય તેવા અસત્ય વચન પણ ચૂલમૃષા કહેવાય છે. શ્રાવકને માટે પાંચ પ્રકારનાં સ્થૂલ અસત્ય કહ્યાં છે– (૧) વર કન્યા અર્થાત્ મનુષ્ય સંબંધી મોટું જૂઠ (ર) પશુ સંબંધી(૩) ભૂમિ-સંપત્તિ સંબંધી (૪) થાપણ સંબંધી—કોઈએ પૂર્ણ વિશ્વાસથી પોતાની કિંમતી વસ્તુ કોઈની પાસે રાખી હોય તે સંબંધી વિશ્વાસઘાત કરી જૂઠ બોલવું (૫) પૂર્ણ અસત્યના પક્ષમાં સાક્ષી આપવી જેથી સાચી વ્યક્તિને દંડ મળે છે. આ રીતે પાંચ પ્રકારના સ્થૂલ મૃષાવાદનો આનંદ ત્યાગ કર્યો. અવશેષમૃષા :- સ્થૂલમૃષાવાદ નો ત્યાગ કરવા છતાં પણ શ્રાવકથી કેટલાંક અસત્યનો ગૃહસ્થ જીવનમાં ત્યાગ થઈ શકતો નથી. સાધુની જેમ શ્રાવક માટે વચન સમિતિનું વિધાન પણ નથી. તેથી ભૂલથી, આદતથી, હાસ્ય વિનોદથી, ભય સંજ્ઞાથી, પોતાની પ્રાણ રક્ષા અથવા સંપત્તિની રક્ષા માટે, સ્વજન પરિજન વગેરેની સુરક્ષા માટે અથવા વ્યાપાર સંબંધમાં અસત્ય વચનનું ઉચ્ચારણ થઈ જાય તો તેનો શ્રાવકના આ વ્રતમાં આગાર હોય છે અર્થાત્ આ ઉપરોક્ત પ્રકારના સ્થૂલ મૃષાવાદથી ભિન્ન પ્રકારના સૂક્ષ્મ મૃષાવાદ સમજવા જોઈએ, તેનો શ્રાવકને ત્યાગ હોતો નથી.
સ્થૂલ અદત્ત (મોટી ચોરી) :- (૧) દિવાલ અથવા દરવાજા તોડીને ચોરી કરવી(ર) પેટી-પટારામાંથી સામાન લઈ લેવો (૩) તાળા તોડીને અથવા અન્ય ચાવીથી ખોલીને ચોરી કરવી(૪) કોઈને જબરદસ્તીથી લૂંટી લેવા અથવા વિશ્વાસઘાત કરી ખિસ્સું કાપવું (૫) કોઈની કોઈપણ કિંમતી વસ્તુ પડેલી જોઈને ચોરીની ભાવનાથી લઈ લેવી. આ પાંચ પ્રકારની ચોરીનો શ્રાવકે ત્યાગ કરવાનો હોય છે.
અવશેષ અદત્ત(સૂક્ષ્મ અદત્ત-ચોરી) :- ચોરીની મનોવૃત્તિના અભાવમાં પરિચિત અથવા અપરિચિત વ્યક્તિની વસ્તુ લેવી અથવા પાછી દઈ દેવી અથવા કોઈ ઉપયોગમાં લઈ લેવી. વેપારમાં પણ જેને પરસ્પર વિશ્વાસ હોય તેની કોઈપણ વસ્તુ લઈ લેવી અને દઈ દેવી. રાજકીય વ્યવસ્થા,નિયમ સંતોષકારક ન હોવાથી કેટલાક નિયમોનું પાલન થતું નથી. બીજા પણ વ્યાપાર અથવા વ્યવહારની સૂક્ષ્મતમ પ્રવૃત્તિઓ જેનો ઉપરોક્ત પાંચ મોટી ચોરીમાં સમાવેશ થતો નથી. તે પ્રવૃત્તિઓને સ્થૂલ અદત્તથી ભિન્ન એટલે સૂક્ષ્મ અદત્ત સમજવું. આ અવશેષ હિંસા, અસત્ય, અદત્તના સેવનથી યથાયોગ્ય પાપ સેવન અને કર્મ બંધ તો થાય જ છે, પરંતુ ગૃહસ્થ જીવનની અનેક પરિસ્થિતિઓને કારણે તેની અવશેષમાં ગણના કરી છે. તેનો પણ વિવેકપૂર્વક ત્યાગ કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ.
ચોથાવ્રતમાં કરણયોગનું સ્પષ્ટીકરણ મૂળપાઠમાં નથી. તેનું કારણ એ છે કે શિવાનંદા પત્ની સિવાય આનંદે સંપૂર્ણ કુશીલનો ત્યાગ કર્યો. આ વિષયમાં પરંપરાથી એક કરણ એક યોગ સમજવાનો છે. તેનું કારણ એ છે કે ગૃહસ્થ જીવનમાં પુત્રના લગ્ન કરવા, તેના માટે આદેશ કે નિર્દેશ કરવો વગેરે પ્રવૃત્તિની સંભાવના હોવાથી શ્રાવકોએ મૈથુન વિરમણ વ્રતનો સ્વીકાર એક કરણ અને એક યોગથી કરવો, તે પરંપરા