________________
| અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ
[૧૯]
ઉપયુક્ત છે. જવાબદારીથી નિવૃત્ત થયા પછી કરણ કે યોગમાં વધારો કરી શકાય છે. દેવદેવીની અપેક્ષાએ બે કરણ ત્રણ યોગથી ત્યાગ સમજવો.
અહીં મૂળ પાઠમાં કેટલીક પ્રતોમાંસિલના આવો શબ્દ મળે છે, પરંતુ અભિધાન રાજેન્દ્ર કોષમાં આનંદ ગાથાપતિના વર્ણનમાં મૂળપાઠમાં સર્વત્ર સિવાન શબ્દ છે. અહીં મૂળ પાઠમાંલિવાન શબ્દને જ શુદ્ધ માનીને રાખવામાં આવ્યો છે. ઈચ્છા પરિમાણ:२० तयाणंतरं च णं इच्छा परिमाणं करेमाणे हिरण्ण-सुवण्णविहि-परिमाणं करेइ, णण्णत्थ चउहिं हिरण्णकोडीहिं णिहाणपउत्ताहिं, चउहिं वुडिपउत्ताहिं, चउहिं पवित्थरपउत्ताहिं, अवसेसं सव्वं हिरण्णसुवण्णविहिं पच्चक्खामि । ભાવાર્થ :- ત્યારપછી તેણે ઇચ્છા પરિમાણ=પરિગ્રહની મર્યાદા કરતાં હિરણ્ય-સુવર્ણના વિષયમાં આ પ્રમાણે મર્યાદા કરી કે ખજાનામાં રાખેલ ચાર કરોડ સોનામહોરો, વ્યાપારમાં રોકેલી ચાર કરોડ સોનામહોરો તથા ઘર અને ઘરનાં ઉપકરણોમાં રોકેલ ચાર કરોડ સોનામહોરો સિવાય સમસ્ત સોનામહોરોનો હું ત્યાગ કરું છું.
२१ तयाणंतरं च णं चउप्पयविहि परिमाणं करेइ, णण्णत्थ चउहिं वएहिं दस गोसाहस्सिएणं वएणं, अवसेसं सव्वं चउप्पयविहिं पच्चक्खामि । શબ્દાર્થ:- અવસિં = બાકી. ભાવાર્થ :- ત્યાર પછી તેણે ચતુષ્પદ વિધિ પશુરૂપ સંપત્તિના સંબંધમાં આ પ્રમાણે મર્યાદા કરી કે દસ દસ હજાર ગાયોનાં ચાર ગોકુળો સિવાય બધાં ચતુષ્પદ પશુઓ રૂપી સંપત્તિનો હું ત્યાગ કરું છું. | २२ तयाणंतरं च णं खेत्तवत्थुविहि-परिमाणं करेइ, णण्णत्थ पंचहिं हल-सएहिं णियत्तण-सइएणं हलेणं अवसेसं सव्वं खेत्तवत्थुविहिं पच्चक्खामि । શબ્દાર્થ - ત્તવલ્થ = ખુલ્લી જમીન અને મકાન વગેરે. ભાવાર્થ - ત્યાર પછી તેણે ક્ષેત્ર-વાસ્તુ વિધિની મર્યાદા કરી કે સો નિવર્તન(ભૂમિનું એક વિશેષ માપ)ના એક હળના હિસાબથી ૫૦૦ હળ સિવાય સમસ્ત ક્ષેત્ર-વાસ્તુ વિધિનો હું પરિત્યાગ કરું છું. | २३ तयाणतरं च णं सगडविहि परिमाणं करेइ, णण्णत्थ पंचहिं सगडसएहिं दिसायत्तिएहिं, पंचहि सगड-सएहिं, संवहणिएहि अवसेस सव्वं सगडविहिं पच्चक्खामि । શબ્દાર્થ :- I૬ = ગાડું. ભાવાર્થ :- ત્યારપછી તેણે શકટવિધિ–ગાડાઓના પરિગ્રહની મર્યાદા કરી કે ૫૦૦ ગાડાં બહાર યાત્રા માટે (ભ્રમણ માટે) અને ૫00 ગાડાં માલ લેવા લઈ જવા માટે, આ સિવાય બધાં ગાડાઓનાં પરિગ્રહનો હું ત્યાગ કરું છું. २४ तयाणंतरं च णं वाहणविहि-परिमाणं करेइ, णण्णत्थ चउहिं वाहणेहिं