________________
અધ્યયન-૧ઃ શ્રમણોપાસક આનંદ
[ ૧૭ ]
भारियाए, अवसेसं सव्वं मेहुणविहिं पच्चक्खामि । શબ્દાર્થ :- સલાર = સ્વદારા (સ્વપત્ની). ભાવાર્થ :- તત્પશ્ચાતુ તેણે સ્વદારા સંતોષ વ્રતની અંતર્ગત મૈથુનનું પરિમાણ-મર્યાદા કરી કે મારી એક શિવાનંદા નામની પત્ની સિવાય શેષ સમગ્ર સ્ત્રીઓ સાથે મૈથુન સેવનનો ત્યાગ કરું છું. વિવેચનઃસ્થલ હિંસા:- શિકાર કરવાની વૃત્તિથી પંચેન્દ્રિય હિંસા, માંસાહાર માટે પંચેન્દ્રિય હિંસા, નિપ્રયોજન કુતુહલ વૃત્તિ, ચંચલ વૃત્તિ અથવા હિંસક ક્રૂર પરિણામોથી સંકલ્પપૂર્વક ત્રસજીવોની અર્થાત્ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની હિંસા, ક્રોધ વગેરે કષાયવશ થઈને અલ્પતમ અપરાધી અથવા નિરપરાધી નાના મોટા કોઈપણ ત્રસ જીવોની હિંસા વગેરે સ્થૂલ હિંસાનાં કાર્યો છે. પ્રથમ અણુવ્રતી શ્રાવકને આ પ્રકારની હિંસાનો ત્યાગ હોય છે. અવશેષ હિંસા :- ગૃહસ્થ જીવનનો નિર્વાહ કરતાં શરીર અને પરિવારના નિર્વાહ માટે જે ગૃહકાર્ય, વ્યાપાર અથવા વાહનો દ્વારા ગમનાગમનાદિ કરવામાં આવે છે, તેમાં સ્થાવર તથા ત્રસજીવોની હિંસા થાય છે. પોતાના અથવા પોતાને આશ્રિત જીવોના શરીરની સુરક્ષા, ઉપચાર વગેરેમાં ત્રસ જીવોની હિંસા થાય છે; આક્રમણ કરતાં જીવોનો સામનો કરવા માટે હિંસા થાય છે; પોતાના પ્રાણોની અને સંપત્તિની સુરક્ષા માટે જીવ રક્ષાનો પ્રયત્ન કરવા છતાં પણ કોઈક જીવની હિંસા થઈ જાય છે, ઇત્યાદિ પ્રસંગોમાં જે હિંસા થાય છે તે ઉપરોક્ત વ્રતમાં સૂચિત સ્થલ હિંસામાં સમાવિષ્ટ થતી નથી, તે અવશેષ હિંસા છે. તેનો શ્રાવકને આગાર હોય છે. કરણ અને યોગ:- કરવું, કરાવવું, અનુમોદન કરવું, આ ત્રણ કરણ છે અર્થાત્ હિંસાદિ પાપ કાર્ય સ્વયં કરવાં, અન્યને આદેશ દેવો અને હિંસા કરનારનું અનુમોદન કરવું (સારું સમજવું, માનવું).
- મન, વચન, કાયા આ ત્રણેય યોગ છે અર્થાત્ કોઈ પણ કાર્ય કરવાનાં આ ત્રણ સાધન છે. આ ત્રણ યોગોથી પણ કરવું, કરાવવું વગેરે ક્રિયા થાય છે. મનથીઃ- (૧) પાપ કાર્ય કરવાનો સ્વયં સંકલ્પ કરવો (૨) મનમાં જ પોતાને આધીન વ્યક્તિને પાપ કાર્ય કરવા માટે પ્રેરણા કરવી, આદેશ દેવો. (૩) મનમાં જ કોઈનાં કરેલાં પાપ કાર્યો સારાં માનવાં, જોઈને અથવા સાંભળીને ખુશખુશ થવું. મનથી પાપ કાર્ય કરવા કરાવવામાં પ્રસન્નચંદ્ર રાજર્ષિનું અને તંદુલમચ્છનું દાંત જાણવું. મનથી કાર્ય કરવું, કરાવવાનો નિર્ણય કરવો, મનમાં જ મંત્રના સ્મરણથી હિંસા પ્રવૃત્તિ સ્વયં કરી શકાય છે અને મંત્ર દ્વારા બીજા પાસે પણ કરાવી શકાય છે. વચનથીઃ- (૧) પાપ કાર્યનો સંકલ્પ અને નિર્ણય વચનથી પ્રગટ કરવો, મંત્રોચ્ચારણ વગેરે દ્વારા કોઈની હિંસા કરવી. (૨) હિંસા વગેરે કાર્યોનો વચનથી આદેશ દેવો, પ્રેરણા કરવી (૩) હિંસાનાં કાર્ય કરનારને વચનથી ધન્યવાદ આપવા કે પ્રશંસા કરવી. કાયાથી ઃ- (૧) શરીરથી પોતે જ હિંસા કરવી. (૨) શરીર અથવા હાથ વડે ઇશારો કરી કોઈને કહ્યા વિના હિંસાની પ્રેરણા કરવી. (૩) હિંસાનાં કામો કરનારનું હાથથી કે આખા શરીરથી અનુમોદન કરવું.
સ્થૂલ દષ્ટિએ મનથી અનુમોદન, વચનથી કરાવવું અને કાયાથી કરવું. આ ત્રણ બોલ સહજ અને