________________
૧૬ ]
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
છે, તથ્ય છે, સત્ય છે, ઇચ્છિત છે પ્રતીચ્છિત છે, સ્વીકૃત છે ઇચ્છિત-પ્રતીચ્છિત છે, જેવું આપે કહ્યું, તેવું જ છે.
હે દેવાનુપ્રિય ! જે રીતે આપની પાસે અનેક રાજા, ઈશ્વર–ઐશ્વર્યશાળી, તલવર, માંડબિક, કૌટુંબિક, શ્રેષ્ઠી, સેનાપતિ તેમજ સાર્થવાહ વગેરે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી અણગારના રૂપમાં પ્રવ્રજિત થયા, તે રીતે હું મુંડિત થઈને (ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી અણગાર ધર્મમાં) પ્રવ્રજિત થવા અસમર્થ છું. માટે આપની પાસે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત આદિ બાર પ્રકારનો ગૃહસ્થ ધર્મ(શ્રાવકધર્મ) ગ્રહણ કરવા ઇચ્છું છું. આ પ્રમાણે આનંદે કહ્યું ત્યારે ભગવાને કહ્યું–હે દેવાનુપ્રિય ! જે રીતે આપને સુખ થાય તેમ કરો, વિલંબ ન કરો. અહિંસા વત :१६ तए णं से आणंदे गाहावई समणस्स भगवओ महावीरस्स अंतिए तप्पढमयाए थूलगं पाणाइवायं पच्चक्खाइ, जावज्जीवाए दुविहं तिविहेणं, ण करेमि, ण कारवेमि, मणसा वयसा कायसा । શબ્દાર્થ - પગાફવાયં = પ્રાણાતિપાત, હિંસા. ભાવાર્થ :- ત્યારે આનંદ ગાથાપતિએ શ્રમણ ભગવાન મહાવીર પાસે પહેલાં યૂ લ પ્રાણાતિપાત–સ્થૂલ હિંસાના પ્રત્યાખ્યાન કર્યા કે- હું જીવનપર્યત બે કરણ–કૃત અને કારિત અર્થાત્ કરવું અને કરાવવું તથા ત્રણ યોગ–મન, વચન અને કાયાથી સ્થૂલ હિંસા કરીશ નહીં અને કરાવીશ નહીં. સત્ય વ્રત :१७ तयाणंतरं च णं थूलगं मुसावायं पच्चक्खाइ, जावज्जीवाए दुविहं तिविहेणं ण करेमि ण कारवेमि, मणसा वयसा कायसा। ભાવાર્થ :- ત્યાર પછી તેણે સ્થૂલ મૃષાવાદ–અસત્યવાણીના પ્રત્યાખ્યાન કર્યા કે- હું જીવન પર્યંત બે કરણ અને ત્રણ યોગથી સ્થૂલ મૃષાવાદનો ત્યાગ કરું છું એટલે કે હું મન, વચન તથા કાયાથી સ્કૂલ અસત્ય બોલીશ નહીં, બોલાવીશ નહીં. અસ્તેય વ્રત:१८ तयाणंतरं च णं थूलगं अदिण्णादाणं पच्चक्खाइ, जावज्जीवाए दुविहं तिविहेणं, ण करेमि, ण कारवेमि, मणसा वयसा कायसा । શબ્દાર્થ - તયાણંતર = ત્યાર પછી. વળાવાળું = અદત્તાદાન. ભાવાર્થ :- ત્યારપછી તેણે સ્થૂલ અદત્તાદાન– ચોરીના પ્રત્યાખ્યાન કર્યા કે– હું જીવનપર્યત બે કરણ અને ત્રણ યોગથી સ્થલ ચોરીનો ત્યાગ કરું છું એટલે કે મન, વચન, કાયાથી સ્થૂલ ચોરી કરીશ નહીં અને કરાવીશ નહીં. સ્વદાર સંતોષઃ१९ तयाणंतरं च णं सदारसंतोसिए परिमाणं करेइ, णण्णत्थ एक्काए सिवाणंदाए