________________
| અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ
૧૫ |
વિવેચનઃ
આ સૂત્રમાં તીર્થકર ભગવાનની ધર્મદેશનાનું સંક્ષિપ્ત કથન છે. ભગવાનના ઉપદેશનું વિસ્તારથી વર્ણન ઔપપાતિકસૂત્રમાં છે, તે ઉપદેશનો સંક્ષિપ્ત વિષય આ પ્રમાણે છે
(૧) લોક, અલોક, જીવ, અજીવ વગેરે; નરકાદિ, માતાપિતા, ઋષિ-મુનિ, સિદ્ધ-સિદ્ધિ વગેરે તત્ત્વોનું અસ્તિત્વ છે. (૨) અઢાર પાપ, પાપોનો ત્યાગ, પુણ્ય અને પાપ કર્મોનું ફળ વગેરે છે. (૩) કેવલી પ્રરૂપિત ઉત્કૃષ્ટ ધર્મનું આચરણ, આરાધન કરી જીવ સિદ્ધ થાય છે, કર્મ શેષ રહે તો કલ્યાણકારી દેવ થાય છે અને ત્યાર પછીના ભવમાં મુક્ત થાય છે. (૪) નરકાદિ ચારે ગતિઓમાં જવાના અર્થાત્ તેના આયુષ્ય બંધનાં ચાર ચાર કારણ છે. (૫) ધર્મના બે પ્રકાર છે– આગાર ધર્મ અને અણગાર ધર્મ. તેની આરાધના તે જ મુક્તિનો માર્ગ છે. (૬) અણગાર ધર્મમાં પાંચ મહાવ્રત અને રાત્રિ ભોજન વિરમણવ્રત; આ અણગાર સામાયિક ધર્મ છે. (૭) આગાર ધર્મમાં શ્રાવકના બાર વ્રતોનું સ્પષ્ટીકરણ કરીને કહ્યું છે કે આ આગાર સામાયિક ધર્મ છે. તે આગાર ધર્મની શિક્ષામાં સ્થિત શ્રાવક પણ આજ્ઞાનો આરાધક થાય છે. તદનંતર પંડિત મરણ અર્થાત્ સંલેખના-સંથારાનું કથન છે.
આ ઉપદેશ સાંભળીને કેટલાક અણગાર બને છે, કેટલાક શ્રાવકના વ્રત સ્વીકારે છે, કેટલાક સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. આનંદ દ્વારા વ્રતગ્રહણ:१५ तए णं से आणंदे गाहावई समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा णिसम्म हट्ठतुट्ठ चित्तमाणदिए पीइमणे परमसोमणस्सिए हरिसवस-विसप्पमाणहियए उठाए उट्टेइ, उद्वेत्ता समणं भगवं महावीर तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- सद्दहामि णं भंते ! णिग्गंथं पावयणं, पत्तियामि णं भंते ! णिग्गंथं पावयणं,रोएमि णं, भंते ! णिग्गंथं पावयणं, एवमेयं भंते! तहमेय भंते ! अवितहमेयं भंते ! इच्छियमेयं भंते ! पडिच्छियमेयं भंते ! इच्छियपडिच्छियमेयं भंते ! से जहेयं तुब्भे वयह त्ति कटु, जहा णं देवाणुप्पियाणं अंतिए बहवे राईसर-तलवर-मांडबिय-कोडुंबिय-सेट्ठि-सेणावई-सत्थवाहप्पभिइया मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइया, णो खलु अहं तहा संचाएमि मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए । अहं णं देवाणुप्पियाणं अंतिए पंचाणुव्वइयं सत्त-सिक्खावइयं दुवालसविहं गिहिधम्म पडिवज्जिस्सामि । अहासुहं देवाणुप्पिया! मा पडिबंध करेह। શબ્દાર્થ - ગંતિ = પાસે સોશ્વ = સાંભળીને તદન = તથ્ય છે ગતિમ = અસત્ય નથી, સત્ય છે નો સંવામિત્ર સમર્થ નથી, હું નથી કરી શકતો અહજુદું = જેમ સુખ ઊપજે તેમ કરો. ભાવાર્થ :- ત્યારપછી આનંદ ગાથાપતિ પણ શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મનું શ્રવણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થતાં, ચિત્તમાં આનંદ અને પ્રસન્નતાનો અનુભવ કરતાં, અત્યંત સૌમ્ય માનસિક ભાવોથી યુક્ત તથા હર્ષના અતિરેકથી વિકસિત હૃદયવાળા થઈને ઊભા થયા, ઊભા થઈને શ્રમણ ભગવાન મહાવીરને તેઓની જમણી બાજુથી પ્રારંભ કરીને ત્રણ આવર્તનપૂર્વક વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા–હે ભગવાન! હુંનિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરું છું, વિશ્વાસ કરું છું. નિર્ગથ પ્રવચન આમ જ