________________
[ ૧૪ ]
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
જીત સૂત્રમાં તે આને
વી નિરૂપિત છે. તે
ને તેની પાસેથી
ચાલતાં, વાણિજ્યગામનગરની મધ્યથી પસાર થયા અને તિપલાશ ચૈત્યમાં ભગવાન મહાવીર સમીપે આવ્યા. ત્યાં આવીને ત્રણવાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, વંદન કર્યા, નમસ્કાર કર્યા અને પપ્પાસના કરી. વિવેચન :
આ સુત્રમાં તે સમયના શ્રેષ્ઠીવર્યોની ધર્મ ભાવનાનું જીવંત ચિત્ર છે. પ્રસ્તુત સુત્રમાં તે આનંદ ગાથાપતિની ભાષામાં અને ભાવનાઓમાં વિસ્તારથી નિરૂપિત છે. તે શ્રેષ્ઠીવર્યો ધર્મગુરુઓના દર્શન અને પર્યપાસના કરવાને અને તેની પાસેથી ધર્મશ્રવણ કરી જીવનમાં વ્રત નિયમને ધારણ કરવાને જ મહાન હિતકારી, કલ્યાણકારી સમજતા હતા અને તે પ્રમાણે જ હૃદયમાં અનુભવ પણ કરતા હતા. તેઓની આવી શ્રદ્ધા, ભાવના અને ધર્મનિષ્ઠા અનુકરણીય છે. તિવો આયાદv પથ :- આગમોમાં તીર્થકર ભગવાનને અથવા અન્ય સાધુ સાધ્વીને વંદન કરવાના વર્ણન પ્રસંગે આ પદોનો પ્રયોગ જોવા મળે છે. તેની છાયા અને અર્થ આ પ્રમાણે છે
તિહુ (ત્રિશૂવા) = ત્રણવાર, માથાદિ (માલાગ્યા) = જમણી તરફથી પ્રારંભીને, પથખિ (કક્ષા ) = આવર્તન(જોડાયેલા હાથથી ત્રણવાર). વિનયની પૂર્ણતા પ્રગટ કરવા માટે આવર્તન કર્યું. કોઈ ચીજનો નિર્ણય નિશ્ચિત કરવામાં કોઈપણ પ્રવૃત્તિને મહત્ત્વ આપવામાં ત્રણનો આંક ખાસ પ્રચલિત છે. જમણી બાજુથી – પૂજનીયનો વિનય કરવા માટે તેઓના જમણા વિભાગને પ્રધાનતા આપવામાં આવે છે. મંદિરમાં પરિક્રમા કરવામાં પણ મૂર્તિને પોતાની જમણી બાજુ રાખવામાં આવે છે. આરતી કરવામાં પણ હાથ પૂજ્ય પુરુષની જમણી તરફથી ઉપર લઈને ફરી ડાબી બાજુ નીચે ઉતારતાં હોય તેમ ફેરવવામાં આવે છે તેથી અહીં વંદન વિધિમાં પણ અંજલીબદ્ધ હાથને પૂજનીય પુરુષની જમણી બાજુથી ઉપર લેતા આવર્તન રૂપે ત્રણવાર ફેરવવામાં આવે છે. પ્રદક્ષિણા :- આ શબ્દનો અર્થ તો પરિક્રમા કરવી, પ્રદક્ષિણા કરવી એવો થાય છે. પ્રસંગાનુસાર પ્રમાણે અર્થ કરતાં બંને હાથની અંજલિ કરીને ત્રણ આવર્તન(પ્રદક્ષિણા) કરવાની પ્રણાલિકા પરંપરાએ પ્રાપ્ત છે, તેથી જ આ ત્રણ શબ્દોનો સાર એ થયો કે આનંદ અને રાજાએ હાથ જોડીને અંજલિ દ્વારા ત્રણવાર આરતીની જેમ આવર્તન કરીને વંદન નમસ્કાર કર્યા. ત્યારપછી આપ કલ્યાણ સ્વરૂપ છો ; દેવસ્વરૂપ છો વગેરે શબ્દોથી તેમને સમ્માનિત કર્યા. વેદ્ય :- આ પણ ભગવાનનું ગુણયુક્ત વિશેષણ છે. શાસ્ત્રોમાં ચૈત્ય શબ્દ વિવિધ અર્થોમાં પ્રયુક્ત થયો છે– બગીચા માટે, દેવાલય માટે, સાધુ માટે, જ્ઞાન માટે વગેરે. અહીં વેડ્ય શબ્દ જ્ઞાન અર્થમાં પ્રયુક્ત છે કે હે પ્રભો ! આપ જ્ઞાનવંત છો. તીર્થકરોને જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન થાય છે તે વૃક્ષને શાસ્ત્રમાં ચૈત્યવૃક્ષજ્ઞાનોત્પત્તિનું વૃક્ષ કહ્યું છે. તેથી અહીં વેડ્ય નો અર્થ આપ જ્ઞાનસ્વરૂપ છો”, આ અર્થ સુસંગત છે. ભગવાનની ધર્મદેશના:१४ तए णं समणे भगवं महावीरे आणंदस्स गाहावइस्स तीसे य महइ-महालियाए परिसाए जाव धम्म परिकहेइ । परिसा पडिगया । राया य गए । ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે આનંદ ગાથાપતિ તથા મોટી પરિષદને ધર્મનો ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળી પરિષદ ચાલી ગઈ. રાજા પણ ચાલ્યા ગયા.