________________
| અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ
૧૩ ]
કોઈપણ સામાન હાથમાં, માથા ઉપર, પગમાં અથવા ખભા પર હોય, તેને નીચે મૂકી દેવો. (૩) મુખ ઉપર દુપટ્ટો રાખવો અથવા રૂમાલ, મુહપત્તી બાંધવી (૪) હાથ જોડવા (૫) મનની સ્થિરતા કરવી.
ત્રણ પ્રકારે મન, વચન અને કાયાના યોગથી પર્યુપાસના કરવી અર્થાત્ ત્રણે યોગોની સાવધાનીથી ધર્મ શ્રવણ કરવું જોઈએ. આનંદનું દર્શનાર્થ ગમન:|१३ तए णं से आणंदे गाहावई इमीसे कहाए लद्धढे समाणे- एवं खलु समणे भगवं महावीरे जाव पुव्वाणुपुट्वि चरमाणे गामाणुग्गामं दूइज्जमाणे इहमागए, इह संपत्ते, इह समोसढे, इहेव वाणियगामस्स णयरस्स बहिया दूइपलासए चेइए अहापडिरूवं
ओग्गहं ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ, तं महप्फलं खलु भो! देवाणुप्पिया ! तहारूवाणं अरहताणं भगवंताणं णामगोयस्स वि सवणयाए, किमंग पुण अभिगमण-वंदण-णमंसण-पडिपुच्छण-पज्जुवासणयाए; एगस्स वि आरियस्स धम्मियस्स सुवयणस्स सवणयाए, किमंग पुण विउलस्स अट्ठस्स गहणयाए ! तं गच्छामि णं देवाणुप्पिया ! समणं भगवं महावीरं वदामि णमंसामि सक्कारेमि सम्माणेमि कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासामि, एवं संपेहेइ, संपेहित्ता ण्हाए, सुद्धप्पावेसाई मंगलाई वत्थाई पवर-परिहिए, अप्पमहग्घाभरणालकिय-सरीरे सयाओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता सकोरेंट-मल्ल-दामेणं छत्तेणं धरिज्जमाणेणं मणुस्सवग्गुरा-परिक्खित्ते पायविहारचारेणं वाणियग्गामं जयरं मज्झं मज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणामेव दूइपलासे चेइए, जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ जाव पज्जुवासइ। શબ્દાર્થ :- = વિચાર કર્યો પવર = શ્રેષ્ઠ રહણ = ધારણ કરવું મહાપ = મૂલ્યવાન ૩વા છત્તા = આવીને. ભાવાર્થ :- ત્યાર પછી આનંદ ગાથાપતિને આ પ્રસંગની(નગરના લોકોને પ્રભુના દર્શન કરવા જતા જોઈને) ખબર પડી કે શ્રમણ ભગવાન મહાવીર યાવતું યથાક્રમે વિહાર કરતાં, ગ્રામાનુગ્રામ વિચરતાં અહીં આવ્યા છે, અહીં પધાર્યા છે, અહીં સમોસર્યા છે, અહીં વાણિજ્યગ્રામની બહાર ધુતિપલાશ ચૈત્યમાં યોગ્ય સ્થાન ગ્રહણ કરી, સંયમ અને તપથી આત્માને ભાવિત કરી રહ્યા છે. હું તેમના દર્શનના મહાન ફળને મેળવી લઉં. અરિહંત ભગવાનનાં નામ-ગોત્રનું શ્રવણ પણ મહાફળદાયક છે, તો ત્યાં ગમન કરવું, સન્મુખ જવું, વંદન, નમન કરવા, પર્યાપાસના કરવી, પ્રશ્ન પૂછવા, તેનું તો કહેવું જ શું? સગુણ નિષ્પન્ન, સધર્મમય એક સુવાકયનું શ્રવણ પણ મહત્વનું છે તો વિપુલ-વિસ્તૃત અર્થના ગ્રહણની તો વાત જ શું? માટે એ જ શ્રેષ્ઠ છે કે હું ત્યાં જાઉં અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરું, નમન કરું, સત્કાર કરું, સન્માન કરું, ભગવાન કલ્યાણ સ્વરૂપ છે, મંગલસ્વરૂપ છે, દેવસ્વરૂપ છે, જ્ઞાનવંત છે તેની પર્યાપાસના કરું.
- આનંદ ગાથાપતિના મનમાં આ વિચાર આવ્યો, તેણે સ્નાન કર્યું. શુધ્ધ તથા સભાયોગ્ય માંગલિક વસ્ત્રો સમ્યક પ્રકારે પરિધાન કર્યા, બહુમૂલ્યવાન આભરણોથી શરીરને અલંકૃત કર્યું. ત્યાર પછી ઘરેથી નીકળ્યા, નીકળીને કોરંટક ફૂલોની માળાથી યુક્ત છત્રને ધારણ કરીને, પુરુષોથી ઘેરાયેલા, પગપાળા