________________
[ ૧૦ |
-
શ્રી ઉપાસક દશાગ સત્ર
सद्द-फरिस-रस-रूव-गंधे पंचविहे माणुस्सए कामभोए पच्चणुभवमाणी विहरइ । શબ્દાર્થ :- મરીન = હીનતાથી રહિત, પરિપૂર્ણ તqખ = સૌભાગ્ય સૂચક હાથની રેખા, લક્ષણ અપુરા = અનુરાગવાળી વિરતા = રોષથી રહિત ભાવાર્થ :- આનંદ ગાથાપતિને શિવાનંદા નામની પત્ની હતી. તેના શરીરની પાંચ ઇન્દ્રિયો પૂર્ણ હતી અર્થાતુ શરીર રચનાની દષ્ટિએ અખંડિત, સંપૂર્ણ, પોતપોતાના વિષયમાં સક્ષમ હતી. તેના શરીરમાં સૌભાગ્યસૂચક હાથની રેખા વગેરે ઉત્તમ લક્ષણ-ઉત્કર્ષ સૂચક તલ, મસા વગેરે ચિહ્ન રૂપ વ્યંજનો તથા ગુણ–શરીરના ગુણોથી યુક્ત હતા. તેના શરીરનો ઘેરાવો, વજન, ઊંચાઈ વગેરેથી તે પરિપૂર્ણ શ્રેષ્ઠ તથા સર્વાંગસુંદર હતી. તેનું સ્વરૂપ ચંદ્ર જેવું સૌમ્ય, કમનીય તથા તેનું દર્શન ઘણું જ સુંદર હતું. આ રીતે તે રૂપવતી હતી. આનંદ ગાથાપતિને તે અત્યંત પ્રિય હતી. તે આનંદ ગાથાપતિમાં અનુરક્ત, અનુરાગવાળી હતી. કયારેય અવિરક્ત-અનુરાગશૂન્ય કે રુષ્ટ થતી ન હતી. તે પોતાના પતિ સાથે પ્રિય શબ્દ, સ્પર્શ, રસ, રૂપ તથા ગંધ મૂલક પાંચ પ્રકારના સાંસારિક કામભોગ ભોગવતી હતી. વિવેચન :
પ્રસ્તુત પ્રસંગમાં નારીનાં પ્રશસ્ત સ્વરૂપનું સંક્ષેપમાં સુંદર વર્ણન કર્યું છે. જેમાં સૌંદર્ય અને સદાચાર બંનેનો સુમેળ છે તેમાં જ નારીની પરિપૂર્ણતા છે. અહીં પ્રયુક્ત 'અવિરકત' વિશેષણ પતિ પ્રત્યે પત્નીનો સંપૂર્ણભાવ તથા નારીના ઉદાત્ત વ્યક્તિત્વનું સૂચક છે. કોલ્લાક સન્નિવેશ:|१० तस्स णं वाणियगामस्स णयरस्स बहिया उत्तरपुरस्थिमे दिसीभाए एत्थ णं कोल्लाए णाम सण्णिवेसे होत्था। रिद्धिस्थिमिय-समिद्धे जाव पासाईए. दरिसणिज्जे.
બ૦૧, ડિસ્કવે | ભાવાર્થ :- વાણિજ્યગામની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં(ઈશાનખૂણામાં) કોલ્લાક નામનું સન્નિવેશ (ઉપનગર) હતું. તે વૈભવશાળી, સુરક્ષિત અને સમૃધ્ધ હતું યાવત્ ચિત્તને પ્રસન્ન કરનારું, દર્શનીય, અભિરૂપ-આકર્ષક, યોગ્ય ગુણ સંપન્ન, તેમજ પ્રતિરૂપ–બહુ ગુણ સંપન્ન, મનમાં વસી જાય તેવું હતું. ११ तत्थ णं कोल्लाग-सण्णिवेसे आणंदस्स गाहावइस्स बहवे मित्त-णाइ-णियग-सयण- संबंधि-परिजणे परिवसइ, अड्डे जाव अपरिभूए । શબ્દાર્થ :- Mા = સમાન આચાર વિચારવાળી જ્ઞાતિ = માતા પિતા પુત્ર વગેરે સથળ = સ્વજન, ભાઈ વગેરે સંવિધ = સસરા, મામા વગેરે પરિબળ = દાસ-દાસી વગેરે. ભાવાર્થ :- ત્યાં કોલ્લાક સન્નિવેશમાં આનંદ ગાથાપતિનાં અનેક મિત્ર, જ્ઞાતિજન-સ્વજાતિના લોકો, નિજક–પુત્ર-પુત્રી, પત્ની, સ્વજન–માતા-પિતા, ભાઈ-બહેન વગેરે, સંબંધી–શ્વસુર, મામા વગેરે, પરિજન–દાસ-દાસી વગેરે નિવાસ કરતાં હતાં. તેઓ સુખી અને સમૃદ્ધ હતાં. ભગવાન મહાવીરનું સમોસરણ:१२ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे आइगरे जाव सिद्धिगइ