________________
| અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ
શાનદ
કર્યો છે. મુસલમાન રાજાઓના શાસનકાળમાં જે સોનાના સિક્કા ચાલ્યા તેને મહોર અથવા અશરફી પણ કહેતા હતા. ત્યારપછી ભારતમાં સોનાના સિક્કાનું ચલણ બંધ થઈ ગયું.
८ से णं आणंदे गाहावई बहूणं राईसर तलवर-माडंबिय-कोडुंबिय-इब्भ-सेट्टि-सेणावइ सत्थवाहाणं बहुसु कज्जेसु य कारणेसु य मंतेसु य कुडुबेसु य गुज्झेसु य रहस्सेसु य णिच्छएसु य ववहारेसु य आपुच्छणिज्जे पडिपुच्छणिज्जे सयस्स वि य णं कुडुंबस्स मेढीभूए, पमाणभूए, आहारभूए, आलंबणभूए, चक्खुभूए सव्व-कज्ज-वड्डावए यावि होत्था । શબ્દાર્થ - માલિય = જાગીરદાર સોવિય = મોટા કુટુંબના અગ્રેસર રૂમ = વૈભવશાળી રેડ્ડી = સંપત્તિ અને વ્યવહારથી પ્રતિષ્ઠિત શેઠ તનવર = રાજા ખુશ થઈને જેને પટ્ટબંધ આપે તેને તલવર કહેવાય છે. ભાવાર્થ :- આનંદ ગાથાપતિ ઘણા માંડલિક રાજા, ઐશ્વર્યશાળી અને પ્રભાવશાળી પુરુષ, રાજ સન્માનિત વિશિષ્ટ નાગરિક, જાગીરદાર, મોટા પરિવારોના મુખી, વૈભવશાળી, શ્રેષ્ઠી (સંપત્તિ અને સુવ્યવહારથી પ્રતિષ્ઠા પ્રાપ્ત શેઠ) સેનાપતિ, તેમજ નાના-નાના વેપારીઓને સાથે લઈને વેપાર કરનારા સાર્થવાહ, આ બધાનાં અનેક કાર્યોમાં, કારણોમાં, મંત્રણાઓમાં, પારિવારિક સમસ્યાઓમાં, ગુપ્તવાતોમાં, એકાંતમાં વિચારવા યોગ્ય(સાર્વજનિક રૂપમાં અપ્રગટ) વિષયોમાં, કરેલા નિર્ણયોમાં તથા પરસ્પરના વ્યવહારોમાં, પૂછવા યોગ્ય અને સલાહ લેવા યોગ્ય હતા. તે પોતાના સંપૂર્ણ પરિવારમાં પણ મેઢિભૂત, મુખ્ય કેન્દ્રભૂત, પ્રમાણભૂત, આધારભૂત, આલંબનભૂત, ચક્ષુભૂત, માર્ગદર્શક તથા બધાં પ્રકારનાં કાર્યોને આગળ વધારનાર હતા. વિવેચન :
અહીં પ્રયુક્ત ‘તલવર' વગેરે શબ્દ તે સમયના માણસોની વિશિષ્ટ પ્રતિભાને પ્રગટ કરે છે અને તે સમયના લોકોની આર્થિક, વ્યાપારિક, શાસનિક તથા વ્યાવહારિક જાણકારી પણ તે શબ્દોથી મળી આવે છે. આ વર્ણનથી આનંદગાથાપતિના વ્યાપક, પ્રભાવશાળી અને આદરણીય વ્યક્તિત્વનો સ્પષ્ટ પરિચય પ્રાપ્ત થાય છે. તે એટલા ઉદાર, ગંભીર અને ઉચ્ચ વિચાર ધરાવનાર વ્યક્તિ હતા કે સર્વ પ્રકારનાં વિશિષ્ટ માણસો પોતાનાં કાર્યોમાં તેની સલાહ લેવી ઉપયોગી માનતા હતા.
આ વર્ણનમાં એક બીજી મહત્વની વાત છે કે આનંદ પોતાના આખા પરિવારના કેન્દ્રબિંદુ હતા. તેમજ પરિવારના વિકાસ તથા સંવર્ધનમાં તત્પર રહેતા હતા. લાકડાના દંડને મેઢી કહેવાય છે. જેને ખળાની મધ્યમાં નાંખીને, બળદોને તેનાથી બાંધી, અનાજ કાઢવા માટે ચારેબાજુ ફેરવે છે. તેની મદદથી બળદ ગતિશીલ રહે છે. પરિવારમાં આ જ સ્થિતિ આનંદ ગાથાપતિની હતી, તેથી જ સૂત્રમાં તેને માટે મેઢીભૂત (કેન્દ્રભૂત) વગેરે વિશેષણોનો પ્રયોગ થયો છે. શિવાનંદાનું વ્યકિતત્વ - | ९ तस्स णं आणंदस्स गाहावइस्स सिवाणंदा णामं भारिया होत्था- अहीण पडिपुण्ण- पंचिंदिय-सरीरा, लक्खण-वंजण-गुणोववेया, माणुम्माणप्पमाण-पडिपुण्णसुजाय- सव्वंगसुंदरंगी, ससि-सोमाकार-कंत-पिय-दंसणा सुरूवा । आणंदस्स गाहावइस्स इट्ठा, आणं देणं गाहावइणा सद्धिं अणु रत्ता, अविरत्ता इट्टे