________________
૧૨ ઉપાંગ : (૧) ઔપપાતિક (૨)રાયપાસેણીય (૩)જીવાભિગમ (૪) પ્રજ્ઞાપના (૫)જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ (૬)ચંદ્રપ્રજ્ઞપ્તિ (૭)સૂર્યપ્રજ્ઞપ્તિ (૮)નિરયાવલિકા (૯)કપ્પવડિસિયા (૧૦) પુષ્પિકા (૧૧)પુષ્પચૂલિકા (૧૨)વદ્વિદશા.
૪ છેદ સૂત્રઃ (૧)નિશીથ (૨)દશાશ્રુતસ્કંધ (૩)બૃહત્કલ્પ (૪) વ્યવહાર
૪ મૂળ સૂત્રઃ (૧)દશવૈકાલિક (ર)ઉત્તરાધ્યયન (૩)નંદીસૂત્ર (૪)અનુયોગ દ્વાર. ૧ઃ આવશ્યક સૂત્ર.
આ રીતે ૧૧ અંગસૂત્ર-અંગ પ્રવિષ્ટ તથા ૨૧ અંગબાહ્ય સૂત્ર કુલ ૩ર સૂત્ર થાય છે. નંદીસૂત્રમાં શ્રુતજ્ઞાનની સૂચિમાં ૭૩ સૂત્રોનો નામોલ્લેખ છે. જેમાંથી કેટલાંક કાલક્રમે પ્રક્ષિપ્ત થયાં છે અને કેટલાંક વિચ્છિન્ન થયાં છે. આ રીતે વિવિધ કારણો અને અપેક્ષાએ આજે ૪૫ અને ૩રની સંખ્યા પરંપરાગત ચાલી રહી છે.
પુસ્તકસ્થ થયા પછી જૈન આગમોનું સ્વરૂપ મૂળ સ્વરૂપે તો સુરક્ષિત થઈ ગયું, પરંતુ કાલદોષ, બાહ્ય આક્રમણ, આંતરિક મતભેદ, વિગ્રહ, સ્મૃતિ ધ્વંસ અને પ્રમાદ વગેરે કારણોથી આગમ જ્ઞાનની શુદ્ધધારા, અર્થબોધની સમ્યક ગુરુપરંપરા ક્રમશઃ ક્ષીણ થતી રહી છે. આગમોના અનેક મહત્વપૂર્ણ સંદર્ભ, પદ તથા ગૂઢ અર્થ છિન્ન-વિભિન્ન થતાં ગયાં. જે આગમ લખવામાં આવતાં હતાં, તે પણ પૂર્ણ શુદ્ધ લખાતાં ન હતા. સમ્યક અર્થ જ્ઞાન દેનાર પણ વિરલ જ હતા. અન્ય પણ અનેક કારણોથી આગમ જ્ઞાનની ધારા સંકચિત થતી ગઈ. તેનાં રહસ્યોને ઉદ્દઘાટિત કરવા માટે તેના પર સંસ્કૃત ટીકાઓની રચના થઈ. શ્રી શીલાંકાચા આચારાંગસુત્ર અને સૂત્રકતાંગસુત્ર પર ટીકા લખી અને નવાંગી ટીકાકાર શ્રીઅભયદેવસૂરિએ શેષ નવ અંગસૂત્ર પર ટીકાઓ લખી. ત્યાર પછી તે મૂળભૂત ટીકાને આધાર બનાવીને અનેક વિદ્વાનોએ સંસ્કૃતમાં ટીકાની રચના કરી. કાલક્રમે આગમોને સર્વજન ભોગ્ય બનાવવા માટે હિંદી અને ગુજરાતીમાં આગમોનું વિવેચન આવશ્યક બની ગયું. ઉપાસક દશાંગસૂત્ર : વિહંગાવલોકન :
પ્રસ્તુત વિવેચનના સંદર્ભમાં પ્રાપ્ત થયેલ ઉપાસકદશાંગ સૂત્ર સાતમું અંગ શાસ્ત્ર છે. તેના નામ ઉપરથી જ તેનો વિષય સ્પષ્ટ થઈ જાય છે કે તેમાં શ્રાવકોના જીવન-ચરિત્ર વર્ણિત છે.
જૈન ધર્મમાં સાધનાની દષ્ટિએ શ્રમણધર્મ તથા શ્રમણોપાસક ધર્મ એમ બે પ્રકારે ધર્મનું વિભાજન કર્યું છે. "શ્રમણ” સાધુ શબ્દ સર્વત્યાગી સંયમીના અર્થમાં પ્રયુકત છે.
45