________________
(૧) આચારાંગ સૂત્ર (૨) સૂત્રકૃતાંગ સૂત્ર (૩) સ્થાનાંગ સૂત્ર (૪) સમવાયાંગ સૂત્ર (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્ર (૬) જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર (૭) ઉપાસકદશાંગ સૂત્ર (૮)અંતગડ સૂત્ર (૯) અનુત્તરોપપાતિક સૂત્ર (૧૦) પ્રશ્નવ્યાકરણ સૂત્ર (૧૧) વિપાક સૂત્ર (૧૨) દષ્ટિવાદ સૂત્ર.
આગમ-સંકલન : લેખિત વાચના :
ભગવાન મહાવીર પછી લગભગ એક હજાર વરસ સુધી 'આગમ સાહિત્ય' સ્મૃતિ પરંપરાએ રહ્યું. ત્યાર પછી યાદશક્તિનું ઘટવું, ગુરુ પરંપરાનો વિચ્છેદ તથા અન્ય અનેક કારણોથી ધીરે ધીરે આગમજ્ઞાન પણ લુપ્ત થતું ગયું. આગમરૂપી મહાસરોવરનું પાણી સૂકાતાં સૂકાતાં ગોષ્પદ જેટલું જ શેષ રહ્યું હતું. ત્યારે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે સાધુ સંમેલન બોલાવીને, સ્મૃતિદોષથી લુપ્ત થયેલા આગમ જ્ઞાનને, જિનવાણીને સુરક્ષિત રાખવાના પવિત્ર ઉદ્દેશ્યથી લિપિબદ્ધ કરવાનો ઐતિહાસિક પ્રયાસ કર્યો. વલ્લભીપુર (સૌરાષ્ટ્ર)માં આચાર્યદેવર્ધિગણિએ તથા મથુરામાં આચાર્ય નાગાર્જુને જિનવાણીને પુસ્તકસ્થ કરીને ભાવિ પેઢી પર અવર્ણનીય ઉપકાર કર્યો તથા જૈનધર્મ, દર્શન અને સંસ્કૃતિની ધારાને ગતિમાન રાખવાનું અદ્ભુત કામ કર્યું. આગમોનું આ પ્રથમ સંપાદન વીરનિર્વાણ – ૯૮૦ થી ૯૯૩ વર્ષ સુધીમાં લગભગ ૧૩ વર્ષમાં પૂર્ણ થયું. ઉપસ્થિત શ્રમણોએ પોતાની સ્મૃતિ અનુસાર આગમોનું સંકલન કર્યું. આગમો લિપિબદ્ધ થયાં, તેથી આગમોનું એક સુનિશ્ચિતરૂપ સમાજ સમક્ષ પ્રગટ થયું તે હસ્તલિખિત સ્વરૂપ હતું.
ભગવતી સૂત્ર – શતક ૨૦ ઉદ્દેશક ૮ અનુસાર દ્વાદશાંગી શ્રત અને દષ્ટિવાદ અંગનું પૂર્વગત શ્રુત ૧૦૦૦ વર્ષ સુધી રહેવાનું હતું. આ દરમ્યાન સમયે-સમયે સાધુ સમેલન દ્વારા મૂળશ્રુત અને અર્થને મૌખિક સુરક્ષિત રાખવાનો પ્રયત્ન થતો રહ્યો હતો. ત્યાં સુધી પૂર્વોક્ત કંઠસ્થ રાખવાનો ક્રમ ચાલતો હતો.
વર્તમાનમાં ઉપલબ્ધ જૈન આગમો ઉપરોક્ત સંમેલનમાં સંકલિત આગમોનું જ રૂપ છે.
ભગવતી સૂત્રના ઉક્ત પાઠ અનુસાર તે સમયે બારમા અંગદષ્ટિવાદનું આલેખન કર્યું નહીં પરંતુ ૧૧ અંગ શાસ્ત્રના આધારે જ અનેક અંગ બાહ્ય શાસ્ત્રોની રચના થઈ. શ્વેતાંબર પરંપરામાં તેની સંખ્યાના સંબંધમાં એકમત નથી. શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાય ૪૫ આગમને માન્ય કરે છે અને શ્વેતાંબર સ્થાનકવાસી તથા તેરાપંથી જે સંપ્રદાય છે તે ૩ર આગમોને સ્વીકારે છે. તેમાં ૧૧ અંગ ૫
44