________________
માધ્યમથી જ જીવ પોતાના આત્મ સ્વરૂપને અર્થાત્ આત્માના આગમ સ્વરૂપને પ્રગટ કરી શકે છે. તેથી જ આપણા ધર્મગ્રંથોને 'આગમ' સંજ્ઞા આપી છે. જે અત્યંત માર્મિક (અર્થપૂર્ણ) છે. આગમ સાહિત્ય:
દેવાધિદેવ તીર્થકર ભગવંતોએ સ્વયંના આગમ સ્વરૂપને પ્રગટ કરીને જે ઉપદેશનો પ્રવાહ વહાવ્યો, ગણધરોએ તેને ઝીલ્યો અને પોતાની બીજ બુદ્ધિ તથા ગણધર લબ્ધિથી વિસ્તૃત ભાવોને ઉપલબ્ધ કર્યા. આવા લબ્ધિ સંપન્ન ગણધરો તે આપ્તવાણીનું સૂત્રરૂપે ગૂંથન કરે, સંકલન કરે કે સંપાદન કરે, તેને જ આગમ સાહિત્ય કહેવાય છે. આગમભાષા :
જૈન આગમોની ભાષા અર્ધમાગધી પ્રાકૃત છે, તીર્થકર તે જ ભાષામાં સરળ અર્થરૂપે પોતાની ધર્મદેશના આપે છે.
સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે – भगवं च णं अद्धमागहीए भासाए धम्ममाइक्खई । सा वि य णं अद्धमागही भासा भासिज्जमाणी तेसिं सव्वे सिं आयरियमणारियाण दुप्पय चउप्पय-मिय-पसु-पक्खि-सरीसिवाणं अप्पणोहिय सिव-सुहदाभासत्ताए પરિણામ I –સમવાયાંગ સૂત્ર – ૨૨, ૨૩, ૩૪
"ભગવાન અર્ધમાગધી ભાષામાં ધર્મનું આખ્યાન કરે છે. ભગવાન દ્વારા કથિત અર્ધમાગધી ભાષા આર્ય, અનાર્ય, દ્વિપદ, ચતુષ્પદ, મૃગ, પશુ, પક્ષી, સરિસર્પ વગેરે સહુની ભાષામાં પરિણત થઈ જાય છે. તે સર્વ જીવોને માટે હિતકારી, કલ્યાણકારી તથા સુખકારી હોય છે.” અંગ સાહિત્ય:
કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થકરો તીર્થની સ્થાપના કરે છે. ત્યાર પછી ત્રિપદી [ઉપજોઈવા, વિગમેઈવા, ધુવેઈવા) નો ઉપદેશ આપે છે. તેના શ્રવણ માત્રથી જ બીજરૂચિના ધારક યોગ્ય આત્માને ગણધર લબ્ધિના ઉદયે, વિશિષ્ટ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમે દ્વાદશાંગીનું અર્થાત્ ઉત્કૃષ્ટ કૃતનું જ્ઞાન થઈ જાય છે. તેને ગણધર પદે સ્થાપિત કરાય છે. ત્યાર પછી તીર્થંકરના અર્થરૂપ ઉપદેશને ગણધરો સૂત્ર રૂપે ગ્રંથિત કરે છે. તે દ્વાદશાંગી ગણિપિટક કહેવાય છે. તેનાં નામ આ પ્રમાણે છે
43