________________
અનુવાદિકાની કલમે
સાધ્વી શ્રી ઉર્વશીબાઈ મ.
ધર્મ અને ધર્મસાહિત્ય ઃ
વત્યુ સહાવો ધમ્મો વસ્તુનો સ્વભાવ તે જ ધર્મ. આત્માનો સ્વભાવ તે આત્મધર્મ, જ્ઞાતા, દષ્ટાભાવ અથવા કેવળજ્ઞાન અને કેવળદર્શન અર્થાત્ રાગ દ્વેષ કર્યા વિના કેવળ જોવું અને કેવળ જાણવું, તે આત્મસ્વભાવ છે અને તે જ આત્મધર્મ છે. અનાદિ કાલથી જીવમાત્ર સ્વભાવને ભૂલીને ભવભ્રમણમાં ભટકી રહ્યા છે. કોઈક યોગી સાધકો ભુલાયેલા સ્વભાવને પામવા પુરુષાર્થશીલ બને છે, પરમ પુરુષાર્થથી વિભાવને દૂર કરે છે અને આત્મધર્મને પ્રાપ્ત કરે છે. એટલું જ નહિ પરંતુ સદાને માટે આત્મધર્મમાં જ સ્થિત થઈ જાય છે. તેને જ પૂર્ણ શુદ્ધ દશા કહેવાય છે.
પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પૂર્ણ શુદ્ધ વ્યક્તિ જગતના જીવો સમક્ષ શુદ્ધિનો (સાધનાનો) માર્ગ પ્રગટ કરે છે, જે સ્મૃતિ પરંપરાએ કે ગુરુપરંપરાએ ક્રમશઃ લિપિબદ્ધ થઈને પુસ્તકારુઢ થાય છે. તેના આધારે જ ધર્મની પરંપરા અવિચ્છિન્ન ટકી રહે છે. આમ કોઈપણ ધર્મને ચિરંજીવ બનાવનાર તે ધર્મનું સાહિત્ય જ છે.
વૈદિક પરંપરાનું વહન કરનાર વેદ છે, બૌદ્ધ પરંપરાને વહન કરનાર ત્રિપિટક છે, તે જ રીતે જૈન પરંપરાનું વહન કરનાર આગમ સાહિત્ય છે.
આગમઃ
આ સમન્તાત્ ામ્યતે જ્ઞાયતે વસ્તુ યેન સઃ કૃતિ ઞામ: । જેનાથી વસ્તુ તત્ત્વનું પૂરેપૂરું સત્યજ્ઞાન પ્રાપ્ત થાય, તે આગમ.
जे आया से विण्णाया- जे विण्णाया से आया ।
[આચારાંગ સૂત્ર]
જે આત્મા છે તે વિજ્ઞાતા છે અને વિજ્ઞાતા છે તે જ આત્મા છે. આચારાંગ સૂત્રના આ સૂત્રાનુસાર શુદ્ધ આત્મા સ્વયં આગમ સ્વરૂપ છે. તે આગમસ્વરૂપ પુરુષની વાણી, તેનો ઉપદેશ પણ આગમ છે. આપ્તવશ્વનાવિર્ભૂતમર્થ સંવેનમમ:, ૩૫વીરાવાલવવનું ચ। – [પ્રમાણનય તત્ત્વાલોક, ૪–૧,૨]
–
આપણા ધર્મગ્રંથો, ધર્મ સાહિત્ય આત્મશુદ્ધિનો માર્ગ પ્રકાશિત કરે છે. તેના
42
-