________________
શ્રમણ માટે આત્મસાધના જ સર્વસ્વ છે. તે દૈહિક જીવનનો નિર્વાહ કરે છે પરંતુ તેનું લક્ષ્ય આત્મશુદ્ધિ જ છે. તેની વ્રત આરાધનામાં વિકલ્પને કોઈ સ્થાન નથી. જે દિવસે તે શ્રમણજીવનમાં પ્રવેશ કરે છે ત્યારથી જ સવ્વ સવિનં નો શ્વgાનિ અર્થાતુ સર્વ સાવધ-પાપ સહિત, યોગો-માનસિક, વાચિક, અને કાયિક પ્રવૃત્તિઓનો ત્રિકરણ ત્રિયોને જીવન પર્યત ત્યાગ કરે છે. શ્રમણોપાસકની શ્રેષ્ઠ સાધના :
મહાવ્રતોની સમગ્ર, સંપૂર્ણ અથવા આગાર રહિત આરાધના સર્વ માટે શક્ય નથી. દઢમનોબળના ધારક અને સંસ્કારી વિરલ પુરુષ જ તેની સાધના કરવામાં સમર્થ હોય છે.
મહાવ્રતોની સાધનાની અપેક્ષાએ સરળ એક અન્ય માર્ગ છે. જેમાં સાધક પોતાની શક્તિ પ્રમાણે, મર્યાદા પ્રમાણે વ્રત સ્વીકારે છે. આવા સાધક માટે જૈન શાસ્ત્રોમાં શ્રમણોપાસક શબ્દનો વ્યવહાર કરાય છે. શ્રમણ અને ઉપાસક આ બે શબ્દ છે. ઉપાસકનો શાબ્દિક અર્થ ઉપ-નજીક બેસનારો થાય છે, જે સાધુના સાંનિધ્યમાં બેસે છે એટલે કે શ્રમણ પાસેથી સજ્ઞાન તથા વ્રત ગ્રહણ કરે છે. તેના મહાવ્રતમય જીવનથી પ્રેરિત થઈને ઉપાસનાના માર્ગે આરૂઢ થાય છે. તે શ્રમણોપાસક છે.
સાધનાના વિષય પર 'કાન્તોળ્યોપનિષ૬' [૭, ૮-૧]માં લખ્યું છે. સાધના માટે ઉદ્યમવંત માનવમાં જ્યારે બળ જાગૃત થાય છે ત્યારે તે ઊઠે છે. અર્થાત્ અંદરની તૈયારી કરે છે. આત્મબળ ભેગું કરી તે દિશામાં ગતિ કરે છે. ત્યાર પછી તે ગુરુની સન્મુખ બેસે છે. તેનું જીવન જુએ છે. તેની પાસેથી ધર્મશ્રવણ કરે છે. જે સાંભળેલું છે તેના પર મનન કરે છે, જાગૃત થાય છે અને જીવનમાં તદનુરૂપ આચરણ કરે છે. આ રીતે જાણીને, આચરણ કરીને તે વિજ્ઞાતા-વિશિષ્ટ જ્ઞાતા કહેવાય છે. શ્રમણોપાસકની ભૂમિકા પણ એ જ પ્રકારની છે.
શ્રમણોપાસક માટે એક બીજો શબ્દ શ્રાવક છે. આ શબ્દ 'શ્ર ધાતુથી બનેલો છે. શ્રાવક શબ્દનો અર્થ 'સાંભળનાર' થાય છે અહીં શ્રાવક લાક્ષણિક શબ્દ છે. શ્રમણનો ઉપદેશ સાંભળી લેવાથી તો તે શ્રોતા થાય છે, પરંતુ શ્રાવક બની શકતા નથી. તેને શ્રાવક સંજ્ઞા ત્યારે જ મળે છે કે જ્યારે તે યથાશક્તિ વ્રત ગ્રહણ કરે છે. શ્રાવક વ્રતની સમજણ :
જૈન ધર્મમાં શ્રમણોપાસક અથવા શ્રાવકનાં વ્રત ગ્રહણ કરવાનો ક્રમ પણ
46