________________
(૭) જ્ઞાતા બનવા, વાસનાને ઉપાસનામાં વાળવાની ક્રિયા બતાવતું સાતમું શ્રી ઉપાસક દશાંગ સૂત્ર છે. (૮) ઉપાસના આઠે કર્મનો નાશ કરે છે. કર્મનો અંત કરવાનો ઉપાય દર્શાવતું આઠમું શ્રી અંતગડ સૂત્ર છે. (૯) કાળ લબ્ધિના યોગે પુરુષાર્થ અધૂરો રહેતાં નિરાશા દૂર કરી અનુત્તર ક્રિયામાં મગ્ન રહેતાં ચારિત્રોનું જ્ઞાન કરાવતું નવમું શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર છે. (૧૦) આશ્રવમાં ડૂબી ન જવાય તે માટે પ્રશ્નોને હલ કરી, સંવરમાં સ્થિર રહેવાનો ઉપાય બતાવતું દસમું શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે. (૧૧) આ સંવર દ્વારા પૂર્વબદ્ધ શુભાશુભ કર્મ વિપાકનો નાશ કરવાનો ઉપાય બતાવતું અગિયારમું શ્રી વિપાક સૂત્ર છે. (૧૨) કર્મ વિપાકનો નાશ કરવા અનેક દષ્ટિમાંથી સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિ તથા સ્થિરીકરણનો ઉપાય બતાવતું બારમું શ્રી દષ્ટિવાદ સૂત્ર છે.
આ સર્વ જાણી, પરથી સંપૂર્ણપણે નિરાળો બની આત્મા નિજમાં રમણ કરે તેવા ગણધર પરમાત્મા ગમ-જ્ઞાન આપે છે. તેને આગમ દ્વાદશાંગી ગણિપિટક કહેવાય છે.
હું તો જ્ઞાનરૂપ જ છું. એક જ છું, પરંતુ વ્યક્તિ ભેદે મારા ભેદ થાય છે. તીર્થકરના શ્રીમુખે ત્રણ પદમાં સમાઈ જાઉં છું. ગણધરશ્રીના મુખે બાર ભેદે વિસ્તાર પામું છું. તેઓની અનુપસ્થિતિમાં બત્રીસ ભેદ, અંગ-ઉપાંગ રૂપે વિસ્તાર પામું છું. તમે મને સાંભળો! તન્મય બનો. આત્મસાત્ કરો તો તમારામાં સળંગ, અખંડ એક રૂપે સમાઈ જાઉં.
મને ઓળખી ગયાને? હું ઇક્રિયાદિ રૂપે જડ નથી પણ પ્રાણ સ્વરૂપી અખંડ જીવ દ્રવ્ય છે. આ-ગમ લઈ, પરના ગમમાંથી નીકળો અને પરમાગમમય બની જાઓ તેવી મંગલ ભાવના. ઉદ્ભવનું ઉદ્ધોધન :
રાત્રિ વ્યતીત થઈ ગઈ. ઉષા ઉદિત થઈને સુપ્રભાતનો સુરમ્ય સંદેશો લઈને આવી. મંજુલ સ્વરે બોલી ઊઠી " ઊઠો, જાગો મુમુક્ષુઓ ! "ગુરુ પ્રાણ જન્મ શતાબ્દી વર્ષ" દ્વારે આવીને ઊભું રહ્યું છે. સહુ સાથે મળીને આગમનો ગુજરાતી અનુવાદ કરી તેનું અર્થ ધરો. ભાવ પ્રાણને જાગૃત કરો, અપ્રમત્ત દશામાં વર્તો. આવો સૌભાગ્યશાળી સંકેતનો અદૃશ્ય, અલૌકિક સ્વર સાંભળીને સતિવંદના પ્રાણ જાગૃત થઈ ગયા, ગુરુમય બની ગયા, ધર્મમય બની ગયા.