________________
ભગવતી શક્તિનું સામર્થ્ય જગાડી, પાંચ સમવાયના સમન્વયથી સ્વરાજ્યનું સ્થાન પ્રાપ્ત કરવા, સ્વ–પરનો ભેદ કરી, પુદ્ગલોનો સંગ છોડી, સ્વમાં સૂત્રબદ્ધ કરી, આચારને શદ્ધ કરી, યથાખ્યાત ચારિત્રમાં પ્રવેશી, ક્ષપકશ્રેણીએ ચઢી, ક્ષીણ મોહ બની, વૈભાવિક ચૈતન્યધારાને સૈકાલિક કેવળજ્ઞાનમય શુદ્ધ ચિન્મય બનાવે છે. અર્થાત્ સહજ સ્વરૂપમાં સમાવે છે.
આ રીતે તીર્થંકર પરમાત્મા ૩ર આગમના-જ્ઞાનભાવને સ્વમાં પરિણત કરી, કૈવલ્યને પામે છે અને તીર્થકર નામ કર્મનો ઉદય થતાં દેશના આપે છે. દેશના સાંભળી જગતના ભવ્ય જીવો આગાર—અણગાર ધર્મની શિક્ષા પ્રાપ્ત કરી, નિજાનંદી બનવા દીક્ષા ધારણ કરે છે અને તીર્થકર નામકર્મના ફળરૂપે ચાર જંગમ તીર્થ ઉદિત થાય છે. આ ચાર તીર્થમાંથી પ્રથમ તીર્થમાં રહેલા અણગાર પ્રબળ જિજ્ઞાસાને શાંત કરવા તત્ત્વ-સત્ત્વનાં મૂળભૂત રહસ્યો જાણવા વિનયભાવે પ્રશ્નની પૃચ્છા કરે છે. તેના ઉત્તરમાં ત્રિલોકીનાથ ત્રણ પદ સંભળાવે છે. ૩Moને ટુવા, વિયાને રૂ વા, ધુવે રૂ વ આ ત્રણ પદ સાંભળતા પૂર્ણ શ્રુતજ્ઞાન પ્રગટ થઈ જાય છે. તે પ્રગટ થયેલ જ્ઞાનને, ગણધર નામ કર્મના પ્રબળ ઉદયે, સૂત્રરૂપે ગ્રથિત કરી, સર્વજીવોને શાસનરસિક બનાવે છે. આત્મા શુદ્ધ બુદ્ધ, ચૈતન્યઘન છે. તેવી દષ્ટિ સ્વયંને મળી, તે સર્વને આપે છે. જ્ઞાનદષ્ટિ કેળવવા ગણધર ભગવંતોએ પ્રભુની વાણી જે પ્રતિધ્વનિત કરી તે જ દ્વાદશાંગી બની જાય છે. (૧) ક્રિયાને–આચરણ, સમ્યગું આચરણ તરફ વાળો. તેવા ભાવ દર્શાવતું પહેલું શ્રી આચારાંગ સૂત્ર. (૨) સમ્યગુ આચરણ દ્વારા જડ-ચેતન ભિન્ન છે, તેવું ભાન કરો. તેનું જ્ઞાન કરાવતું બીજું શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર છે. (૩) જડ-જડસ્થાનમાં અને ચેતન ચેતનના સ્થાનમાં પરિણમે તેવું જ્ઞાન કરાવતું ત્રીજું શ્રી સ્થાનાંગ સૂત્ર છે. (૪) ઉપાય જાણ્યા પછી પુરુષાર્થમાં વેગ લાવી, અંકગણિતના સથવારે શુદ્ધજ્ઞાન પ્રગટ કરાવતું ચોથું શ્રી સમવાયાંગ સૂત્ર છે. (૫) સન્ક્રિયા દ્વારા ભગવતી શક્તિના કેન્દ્રને જાગૃત કરવાના ઉપાયને હસ્તગત કરાવતું પાંચમું શ્રી ભગવતી સૂત્ર છે. (૬) આ ક્રિયા આત્મામાં ભાસે છે, પરંતુ આત્માથી જગત પર છે. શેય આત્મામાં આકારરૂપે પરિણત ન જ થાય માટે જ્ઞાતા બની જોયા જાણ્યા કરો. તેવો સંદેશો આપતું છઠ્ઠ શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર છે.
(36