________________
જેણે વ્યસનીનાં વ્યસન, શિકારીના શિકાર, જુગારીના જુગાર છોડાવી દુર્લભબોધિ જીવોનાં જીવનને આમૂલ પરિવર્તિત કરી સુલભબોધિ બનાવ્યાં હતાં. સાચા શ્રમણ, શ્રમણી, શ્રમણોપાસક, શ્રમણોપાસિકા બને તેવા સુસંસ્કારો રોપ્યા હતા; ગ્રામાનુગ્રામ વિચરી, અર્ધમાં તન્મય બની, પ્રાણમય આગમનો અમૃત પ્યાલો ઘોળી ઘોળીને દરેકના ઘટ-ઘટમાં ઉતાર્યો હતો, તેવા ગુરુ પ્રાણ પ્રતિ જન જનના અંતરમાં ભક્તિ હતી. તે ભક્તિ અંધ કે સકામ ન રહી જાય તે માટે તદાકાળે તેમણે જૈનશાળા, સિદ્ધાંતશાળા અને વિદ્યાલયોની સ્થાપના કરી, સમાજનાં જ્ઞાનચક્ષુ ઉઘાડવાં પરમ પુરુષાર્થ કર્યો. વીતરાગ માર્ગના પથિકને વીતરાગી બનાવવા માટે, આગમનાં અભૂત રહસ્યો ઉદ્ઘાટિત કરવા માટે આગમનો ગુજરાતી અનુવાદ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કાળબળે તે અમર ભાવના પરિપૂર્ણ કરી શક્યા નહીં, આ વાત એકાએક અમારા સ્મૃતિપટ પર ઊભરાઈ આવી, અંતર ભરાઈ ગયું, આંખોમાં હર્ષાશ્રુ ઊભરાયાં.
સર્વ સતિવંદે સાથે પ્રાણ પટ્ટોધર, સંઘસમ્રાટ, આજીવન મૌનવ્રતધારી તપોધની પૂ. ગુરુદેવ પાસે આવીને, સુવિનીત ભાવે સંકેતને સુવિદિત કર્યો. જેમણે સવાસો વૈરાગીને સંયમના સાજ સજાવ્યા, જૈન–શાસનમાં આસન અપાવ્યું, એટલું જ નહિ પરંતુ સ્ત્રીશક્તિને બિરદાવી, આગમ અધ્યયન કરાવી, સુસંસ્કતા બનાવી છે, તેવા ગુરુદેવે પોતાના શિષ્યા પરિવાર પર વિશેષ વિશ્વાસ મૂકી મૌનભાવે અભયમુદ્રાએ આશીર્વાદ આપ્યા.
તે જ સમયે ઉજમ–મોતી–આમ્ર–અમૃત પરિવારમાં એક કલ્યાણકારી, સુદર્શનીય કલરવ વ્યાપી ગયો. આગમ બત્રીસીના વિવેચન સહિત ગુજરાતી અનુવાદ કરવાના સૌભાગ્યે સહુના અંતરમાં આનંદ છલકાયો. સતિવૃંદે યથાશક્તિ, પાત્રતા અનુસાર દૃઢ સંકલ્પ સાથે આગમ-લેખન કાર્યને વધાવી લીધું.
"ગર પ્રાણ જન્મ-શતાબ્દી" વર્ષના ઉપલક્ષે આગમ બત્રીસી પ્રકાશન તેમજ ગુરુ પ્રાણ સ્મૃતિગ્રંથ વગેરે સમાજોપયોગી આયોજનો થયાં. ઋણ મુક્તિ માટે થયેલાં આ પવિત્ર આયોજનોને સફળ બનાવવા માટે શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નેશ્રાએ "શ્રી ગુરુ પ્રાણ જન્મ શતાબ્દી પ્રકાશન સમિતિ" ની રચના થઈ. અમીરવંતા અને ખમીરવંતા ગુરભક્તોએ આ ભગીરથ કાર્યની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી લીધી.
યોગાનુયોગ પૂ. તપસ્વીરાજની નેશ્રામાં વાણીભૂષણ બા.બ્ર. ગિરીશમુનિ મ.સા.ની પ્રેરણાથી નવ જ્ઞાનગચ્છના આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ. સા.નો સુયોગ સુલભ બન્યો. પૂ. ગુરુદેવે તેમની યોગ્યતાનુસાર સંશોધન કાર્ય તેમને સોંપ્યું. સ્વાધ્યાય પ્રેમી મુનિરાજે તેનો સહર્ષ સ્વીકાર કર્યો અને પોતાની તન-મનની શક્તિને આગમ કાર્યમાં સમર્પિત કરી દીધી.
સુકાર્યનો પ્રારંભ થયો, એટલું જ નહીં પરંતુ અલ્પ સમયમાં જ સહુનો પુરુષાર્થ વેગવંતો બન્યો.
(38