________________
અહીં ઉદયમાન સૂર્યનું સાહિત્યભાવે વર્ણન કર્યું છે- બહુ જ વહેલી સવારે પ્રભાત, થતાં અને રાત્રિનો અંધકાર ઘટતાં, ખીલેલાં, પ્રાતઃકાલીન કમળો કે જે ઘણાં કોમળ છે અને થોડાં થોડાં ખીલી રહ્યાં છે. તેમજ ઝાંખા ઝાંખા પ્રકાશવાળી પ્રભાના સમયે લાલ અશોક જેવા પ્રકાશવાળા, કેસૂડાં અને પોપટની ચાંચ જેવા, જાણે ગુંજાફળ ખીલ્યાં હોય તેવા, કબૂતરનાં ચલાયમાન નેત્રો જેવાં અને કોયલનાં અતિ લાલ-લાલ લોચન જેવાં, જપાકુસુમનાં ફૂલ જેવા ગુલાબી-લાલ રંગવાળા, જાણે કોઈ લાલ લાલ તવો કે લોઢી તપી ઉઠયા હોય તેવા, હિંગળાનાં ઢગલાથી પણ લાલરૂપમાં ચડી જાય તેવા લાલ રેખાવાળા, શોભાથી પરિપૂર્ણ સૂર્ય નારાયણ પ્રગટ થયા.
આથી આપણે સમજી શકીએ કે આવા સમાચબદ્ધ ભાષાના અલંકાર જેવા સાહિત્ય ભાવોથી ભરેલા હજારો પરિચ્છેદો (પેરેગ્રાફ) જૈનાગમોમાં જોવા મળે છે અને તેમાં ઉચ્ચ લચકદાર સમાસિત ઉચ્ચકોટિનાં પદ વિન્યાસ, વિદ્વાનોનાં મનને મુગ્ધ કરે તેવાં છે, જ્યારે સાધારણ જનતા માટે અર્થ સમજવા પણ કઠિન હોય છે. અહીં આપણે જૈનાગમોના સાહિત્ય ભાવનો એક જ નમૂનો મૂક્યો છે. આ ઉપરનાં પદનો ગુજરાતી અર્થ અહીં તપાસીશું તો ખબર પડશે કે આ કથાકાવ્યનો ભાગ કેટલો સમય છે. અહીં ફકત એટલું જ કહેવું છે કે શ્રેણિક મહારાજા સૂર્યોદય થતાં ઊઠે છે અને જાગે છે. સૂયગડાંગ સૂત્ર -
सयं सहस्साण उ जोयणाणं, तिकण्डगे पण्डगवेजयन्ते । से जोयणे ण्वणवई सहस्से उडसित्तो हेटु सहस्समेगं ॥
– સૂયગડાંગ સૂત્ર, અધ્ય એ જ રીતે કાવ્યમય પદો જે છંદ રૂપે છે અને ગાઈ શકાય તેવાં પદો પણ લલિત ભાષામાં મૂકેલાં છે. અહીં શ્રી સૂયગડાંગ સૂત્રનાં વીરસુતિ નામનાં છઠ્ઠા અધ્યયનની દશમી ગાથામાં "મેરુપર્વત" નું એક જ પદમાં લલિત વર્ણન આપ્યું છે. પરિમાણ પણ બતાવ્યું છે. અહીં શાસ્ત્રકાર ભગવાન કહે છે કે
એક લાખ યોજનનો અર્થાતું એકસો હજાર જોજનવાળો, ત્રણ ખંડવાળો અને પંડગવન સ્વયં જેની ધ્વજા છે તેવો, નવાણું હજાર જોજન ઊંચો નજરે ચડે તેવો અને એક હજાર જોજન જમીનમાં ધરબાયેલો મેરુપર્વત કેટલો રમણીય છે. તો આવી હજારો ગાથાઓ પણ જૈન આગમોમાં કાવ્ય અને અલંકારોથી શાસ્ત્રની શોભાને વધારી રહી છે.
આ રીતે પાઠક જોઈ શકે છે કે સમગ્ર જૈન આગમોમાં કાવ્ય દષ્ટિ કે સાહિત્ય દષ્ટિનો અભાવ ન હતો. પરંતુ માનવમનને ઉચ્ચકોટિના કાવ્ય અને સાહિત્ય ભાવોથી રંજિત કરવાનો ભગીરથ પ્રયાસ હતો. આજના યુગના નવા અભ્યાસી સંતોને કે વિદુષી મહાસતીજીઓને અમારી ભલામણ છે કે જૈન આગમોનું ઊંડું અધ્યયન કરી તેના કાવ્યાત્મક અને સાહિત્યાત્મક