________________
કડીબદ્ધ જોવા મળે છે. જેનો ઉત્તમ અર્થ નિષ્પન્ન કરવામાં આવે તો જૈનાગમનું અત્યારે જેટલું મૂલ્ય છે તેથી સો ગણું મૂલ્ય વધી જાય તેમ છે અને વિશ્વ ધોરણે જૈનાગમની પુનઃ વિરાટ રૂપે પ્રતિષ્ઠા થઈ શકે તેમ છે.
આજે વિશ્વને જે સિદ્ધાંતોની જરૂર છે તેવા રહસ્યમય, ગૂઢ સિદ્ધાંતો જૈનાગમમાં સંચિત થયેલા છે.
આજે વિજ્ઞાનના યુગમાં માણસો એમ માને છે કે હવે બીજી કઈ વસ્તુની જરૂર છે? દરકાર છે? પરંતુ વૈજ્ઞાનિકો એ ભૂલી જાય છે કે વિજ્ઞાને કેવળ ભૌતિક સંશોધન કર્યું છે, બાકી માનવજાતિના એક પણ પ્રશ્નને હલ કરેલ નથી. પરસ્પરનાવિવાદો અને રાજનીતિના અખાડાઓ, ધર્મના નામે થતાં વિતંડાવાદ વગેરે દૂષિત તત્ત્વો માનવજાતિને ઊંડી ગર્તામાં (ખાઈમાં) લઈ જાય છે. જો જૈન આગમોના સિદ્ધાંતોનો સમન્વય કરી, જગતને પીરસવામાં આવે તો જૈનાગમ એક પ્રકારે જનાગમ બની પ્રાણીમાત્રનું કલ્યાણ કરે તેમ છે અને વિશ્વને મળેલી જે પ્રાકૃતિક સંપદા છે, તેની પણ સુરક્ષા જૈનાગમની મીમાંસામાં સમાયેલી છે. તેમ છતાં મીમાંસાની ઉદારતાના અભાવે જૈનો પોતે જ અથડાતા દેખાય છે. તે બહુ જ વિચારવા લાયક છે. આથી વધારે ન કહેતાં અહીં વિરામ કરીશું. (૫) જૈનાગમો પર થયેલી વાચનાઓ:
પૂર્વમાં આપણે કહી ગયા કે જેનાગમોને લખવાની પ્રણાલી પહેલાં ન હતી અને જૈનાગમો ઘણાં વરસો સુધી લખાયા ન હતાં, કેવળ કંઠસ્થ પાઠો ચાલતા હતા, એટલે સમયાંતરે જૈનાચાર્યોએ આ બધાં શાસ્ત્રોની સરિતાને પ્રવાહિત કરી, એકરૂપતા લાવવા માટે સંમેલન ગોઠવ્યાં. જેને જૈન આગમ વાચના એવું નામ આપવામાં આવ્યું અને ક્રમશઃ આવી ત્રણથી ચાર મોટી વાચનાઓ કાલાંતરે થઈ હતી. જે વસ્તુ અત્યારે સમગ્ર જૈન સમાજના ખ્યાલમાં જ છે અને ઇતિહાસના પાને તેનો ઉલ્લેખ થઈ ગયો છે. આ વાચનાઓને જૈન ઇતિહાસમાં પૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે તથા વિદ્વાનોએ તેના માટે પોતાની પ્રશસ્તિ પણ લખી છે.
આટલી વાચનાઓ થવાં છતાં શ્રી આચારાંગ સૂત્રમાં પ્રથમ શ્રુતસ્કંધનું આઠમું અધ્યયન છે જ નહીં, સાતમાં અધ્યયન પછી સીધું નવમું આવે છે. આવી રીતે શ્રી ભગવતી સૂત્રના છત્રીસ હજાર પ્રશ્નો પરિપૂર્ણ જોવા મળતા નથી. બીજા શાસ્ત્રોના પણ ઘણા ભાવો લુપ્ત છે અને ઘણી જગ્યાએ પાઠાંતર મતભેદ પણ જોવા મળે છે.
તદુપરાંત શાસ્ત્રોનાં જે પરિમાણ(શ્લોક ગણના સંખ્યા) મળે છે તે પરિમાણ પ્રમાણે શાસ્ત્ર ઉપલબ્ધ થતાં નથી અર્થાતુ વાચનાઓ થવા છતાં આ અપૂર્ણતાઓ પૂરી શકાઈ નથી. વાચનાઓથી એટલો જ ફાયદો થયો કે શાસ્ત્રો કડીબદ્ધ થયાં અને વ્યવસ્થિત થયાં. આ વાચનાઓનો સમગ્ર જૈન સમાજ પર બહુ જ મોટો પ્રભાવ પડયો અને જૈનાગમો એક રીતે સ્થિર થયાં અને તેમાં આગમ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાની ઝલક ઊભી થઈ, જૈનાગમોનાં પરિમાણ
29