________________
મૂર્તિપૂજક, અમુક છે. સંપ્રદાયો અને વાડી
નસરી રહી છે, તેવો
ઉપદિષ્ટ થયેલાં. પરંપરાગત આ વાક્યોની મીમાંસા ન થવાથી અને એકાંગી અર્થને ગ્રહણ કરવાથી જૈન પરંપરામાં અનેક સંપ્રદાયોનો ઉદ્દભવ થયેલો છે. જેમાં દિગંબર, શ્વેતાંબર મૂર્તિપૂજક, અમૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી જેવા અનેક સંપ્રદાયો થયા છે. તેમજ ઘણા ગચ્છ અને ઉપગચ્છ, સંપ્રદાયો અને વાડાઓનો જન્મ થતો રહ્યો છે અને એકેક શાખા પોતાને સર્વાગીણ માની, જૈનાગમોને પોતે પૂરી રીતે અનુસરી રહી છે, તેવો દાવો કરી રહી છે. આ બધી ક્રિયા અને પ્રતિક્રિયાઓથી જૈન પરંપરાનો ઘણો હ્રાસ થયો છે. જેનદર્શનમાં સાપેક્ષવાદ, સ્યાદ્વાદ, અનેકાંતવાદ જેવા સુપ્રસિદ્ધ સિદ્ધાંતો હોવા છતાં મીમાંસાના અભાવે આ બધા ગચ્છો અને વાડાઓ જબરદસ્ત એકાંતવાદમાં સરી ગયા છે.
મીમાંસા કરવાથી જ સ્યાદ્વાદ સિદ્ધાંતની પૂરી પૂરી રક્ષા થઈ શકે છે. જૈનાગમમાં એવી આજ્ઞા આવે છે કે જૈન સાધુએ કૂવાના કિનારે ઊભા ન રહેવું તરત જ બીજી આજ્ઞા છે કે જૈન સાધુએ કુવાના કિનારે બેસવું નહીં ત્રીજી આજ્ઞા છે કે કૂવાને કિનારે આહાર કરવો નહીં અને ચોથી આજ્ઞા છે કે કવાના કિનારે શયન કરવું નહીં આમ એક સાથે ચાર આજ્ઞાઓ આપવામાં આવી છે.
અહીં સહેજે તર્ક થાય કે જ્યાં ઊભા રહેવાની મનાઈ છે ત્યાં બેસવાની, સૂવાની કે આહાર કરવાની વાત ક્યાંથી સંભવે? પરંતુ મીમાંસા ન જાણનારને જ આવો પ્રશ્ન ઊભો થાય. જેણે શાસ્ત્રની મીમાંસા સમજીને તાત્પર્યાર્થ પ્રાપ્ત કરવાની કળા મેળવી છે તે આ બધી આજ્ઞાઓનું ક્રમશઃ સામંજસ્ય કરશે. ઊભું ન રહેવું તે બરાબર છે પરંતુ કોઈ કારણે ઊભા રહેવાનો સમય આવે તો બેસવાનું તો નહીં જ, કદાચ શરીરના કારણે ત્યાં જ બેસવાનો અવસર આવે તો ઓછામાં ઓછો ત્યાં આહાર તો ન જ કરે, પરંતુ એ સ્થાન પર પોતાની પાસે રહેલા આહારની ક્ષેત્ર મર્યાદા પૂરી થતી હોય તો આહાર કરીને તરત જ ચાલ્યા જાય પરંતુ સૂવાનું તો ન જ રાખે. આમ શાસ્ત્રની ગંભીરતાનો આ વિવિધ આજ્ઞાઓથી ખ્યાલ મળી રહે છે. આ બધાં અર્થઘટન મીમાંસાના આધારે થઈ શકે છે.
શાસ્ત્રમાં રહેલાં વિધિ અને નિષેધનાં મૂલ્યાંકન પરિસ્થિતિ અનુસાર અલગ અલગ રૂપે કરવાના હોય છે. મીમાંસા થવાથી સમગ્ર શાસ્ત્રોમાં અને સંપ્રદાયોમાં એકસુત્રતા લાવી શકાય છે. મીમાંસાના આધારે બધા મતભેદોને અભેદભાવે નિહાળી શકાય છે. અર્થાત્ તેનું સમાધાન અને નિરાકરણ થઈ રહે છે. મીમાંસા એ બગડતી બાજીને સુધારવાની ઉત્કૃષ્ટ કળા છે.
ઘણી વખત જૈન સિદ્ધાંતો સાક્ષાતુ આજ્ઞા રૂપે સ્થપાયેલા હોય છે, જ્યારે કેટલાક સિદ્ધાંતો સાક્ષાત્ ક્રિયાના માધ્યમથી તારવેલા હોય છે, જ્યારે કેટલાક આદેશ રૂપે ગુપ્ત અને અધ્યાહાર હોય તો તેને ઉપસાવીને બહાર લાવવા પડે છે, જ્યારે કેટલીક ધર્મ આજ્ઞાઓ પરંપરા અને સંસ્કૃતિમાં જળવાયેલી હોય છે. જ્યારે કેટલાક લોકાચાર પણ હોય છે. આ બધાને શાસ્ત્ર સંગત કરવા માટે મીમાંસાનું અમૃત મેળવવું જરૂરી છે. સમગ્ર જૈન આગમોમાં આવાં સેંકડો પ્રકરણ
જે
28 (