________________
શ્રમણોના નાના પ્રકારના નિયમ અને ઉપનિયમોથી સાધુ આચારને વ્યવસ્થિત કરી, આ બધી સંહારક ક્રિયાઓ અટકાવી દેવામાં આવી છે.
સંતો, મહંતો, ગાદીપતિઓ, મઠાધીશોનાં ભોજન માટે મોટા આડંબર કરવામાં આવતાં અને ભોજનનાં કાર્યને પ્રમુખતા આપી, આ બધા ધર્મગુરુઓ માટે મોટાં પ્રમાણમાં ભોજનનો પ્રબંધ કરવામાં આવતો હતો. જ્યારે આનાથી વિપરીત શ્રમણ સંસ્કૃતિમાં નિર્દોષ, માધુકરી કે ગોચરીની વ્યવસ્થા કરી, સંતોને ખાવાપીવાનાં આડંબરોથી મુક્ત કરી, જ્ઞાન ઉપાસના માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. શ્રમણો માટે કે સંતો માટે તેમનાં નિમિત્તે કોઈપણ ભોજન સામગ્રી તૈયાર ન કરવા માટે ગૃહસ્થોને સૂચના આપવામાં આવી છે તથા ગૃહસ્થોના માટે તૈયાર ન થયેલી ભોજન સામગ્રી ગ્રહણ ન કરવા માટે શ્રમણોને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આડંબરોના કાર્યકલાપોનો નિષેધ કરી સદાચારોને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. આ વાત જૈનાગમોમાં સ્પષ્ટ નિહાળી શકાય છે. (૪) નાગમોમાં મીમાંસાને અવકાશ -
મીમાંસા એક સ્વતંત્ર શાસ્ત્ર છે. કોઈપણ શાસ્ત્ર કે ઉચ્ચકોટિના સૈદ્ધાંતિક ગ્રંથોને મીમાંસાનાં ત્રાજવાં પર ચડાવવામાં ન આવે તો અર્થના ઘણા અનર્થ થવાની સંભાવના છે. ખરેખર ! શાસ્ત્રોની મીમાંસા થવી બહુ જરૂરી છે. કુમારિલ ભટ્ટ જેવા શાસ્ત્રના પારંગત વિદ્વાનોએ વેદોની મીમાંસા કરી ઘણું નવનીત તારવ્યું છે. જૈનાગમો પણ વેદ જેવા વ્યાપક અને
ક્યારેક ક્યારેક પરસ્પર વિરોધી દેખાતાં–તેવા ઉત્સર્ગ અને અપવાદ ભરેલા માર્ગનું અનુસરણ કરી વિધિ નિષેધ લાગુ કરે છે.
જો શાસ્ત્રની મીમાંસા કરવામાં આવે તો આવા ઘણા ઘણા વિરોધાભાસ ટળી શકે. મીમાંસા એ અર્થ કરવાની એક પદ્ધતિ છે. આ પદ્ધતિથી શબ્દાર્થ, પરમાર્થ, ભાવાર્થ, ગૂઢાર્થ પ્રગટ થાય છે અને સૌથી મહત્ત્વપૂર્ણ તાત્પર્યાર્થ તારવી શકાય છે. શબ્દોનું તાત્પર્યાર્થ પ્રાપ્ત કરવું તે જ મીમાંસા છે. મીમાંસા દ્વારા શાસ્ત્રોના ભાવો અને તેના વિધેયાર્થ-નિષેધાર્થના મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે મીમાંસાએ શાસ્ત્રોને સમજવાની એક કૂંચી છે, એક ચાવી છે. આ ચાવીથી શાસ્ત્રમાં રહેલાં ગૂઢ રહસ્યો ખૂલી જાય છે અને શબ્દની અંદર છૂપાયેલાં અંતર્ગત (ભાવો) તત્ત્વોને પ્રગટ કરી શકાય છે.
શબ્દોનાં રહસ્યને મીમાંસાથી સમજી શકાય છે અને સૌથી મોટી વાત તો એ છે કે સમગ્ર શાસ્ત્રમાં સામંજસ્ય સ્થાપી શકાય છે. માટે જૈનાચાર્યોએ પુનઃ જૈનાગમ પર મીમાંસા કરી, પોતાની રીતે જૈન મીમાંસાનું સ્થાપન કરી, એક અભિનવ પ્રચાર કરવાની જરૂર છે. અહીં આપણે બે, ત્રણ નાનાં ઉદાહરણ મૂકી મીમાંસાની દષ્ટિએ અર્થ તારવી આ પ્રકરણને સમાપ્ત કરીશું.
જૈન આચારોનાં વિવરણમાં એવાં કેટલાંક વાક્યો હતો કે જે નિષેધાત્મક શૈલીથી