________________
વ્યક્તિ વિશેષને રચયિતા રૂપે સ્થાપી શકાય તેમ નથી.સમસ્ત જૈનાગમો એક મોટા સંગ્રહભંડાર જેવા છે. જેમાં તે સમયનાં સર્વ શ્રેષ્ઠ સિદ્ધાંતોને જૈનાગમોમાં સંગ્રહિત કરી લેવામાં આવેલ છે. સંતોએ આ ખજાનાને અર્થાત જેનાગમોને શાસ્ત્રો રૂપે સ્વીકારી હીરા-માણેક અને મોતી કરતાં પણ વધારે કિંમતી માની સંગ્રહિત કરી, સુરક્ષિત કરી પોતાનાં દિલ-દિમાગના ભંડારોમાં સંચિત કરી રાખ્યાં છે. જે સ્વયં એક અપૂર્વ ઇતિહાસ બની રહે છે. જૈનાગમોની ઘટનાઓ - જૈનાગમોમાં તે તે કાળની ઘણી ઘટનાઓનો ઇતિહાસ પ્રસ્ફટિત થાય છે. જે આજના વર્તમાન વિદ્વાનોના મત સાથે ક્યાંક ક્યાંક સુસંગત થાય છે, જ્યારે ઘણી જગ્યાએ વિસંગત પણ થાય છે અર્થાત્ મતભેદ પણ થાય છે. ચંપાપુરીના રાજા કોણિકનો ઇતિહાસ અને કોણિકે વૈશાલીના રાજાઓ સાથે આરંભેલું મહાયુદ્ધનું તાદશવર્ણન જૈન શાસ્ત્રોમાં જોવા મળે છે. તેમાં કરોડો માણસોનો સંહાર થયો છે, તેવી યુદ્ધની સટીક નોંધ જૈનાગમમાં છે અને એ જ વર્ણનમાં વૈશાલીના નવ લિચ્છવી, નવ મલિક એ અઢાર રાજાઓના ગણતંત્રનો ઇતિહાસ પણ જોવા મળે છે. આવી બીજી પણ ઘટનાઓનો ઉલ્લેખ કરી શકાય તેમ છે અર્થાત્ રાજગૃહીનો ઘણા કાળ સુધીનો ઇતિહાસ જૈનાગમોમાં સંચિત થયેલો છે.
એક રીતે જુઓ તો રાજગૃહ જેનાગમોમાં કેન્દ્રસ્થાને જોઈ શકાય છે. બીજી બાજુ સૌરાષ્ટ્રનાં અને ગુજરાતનાં ઐતિહાસિક સ્થાનો દ્વારિકા નગરી, રૈવતગિરિ તથા રાજાધિરાજ મહારાજા શ્રીકૃષ્ણનો સુંદર ઉલ્લેખ જૈનાગમમાં એક ઐતિહાસિક ઘટનાને આલેખે છે અને દ્વારિકાનું વર્ણન મુગટમણિની જેમ ચમકે છે. વારાણસીના તથા હસ્તિનાપુરના ઉલ્લેખો પણ જૈનાગમમાં જ્યાં ત્યાં જોવા મળે છે. અયોધ્યાનું વર્ણન તથા જૈનશાસનનો અભ્યદય અયોધ્યાથી આરંભ થયો છે, તેવા ઉલ્લેખો જૈનાગમ પૂરા પાડે છે. નાનાં મોટાં યુદ્ધ તથા એક બીજા રાજાઓએ પરસ્પર નાનાં મોટાં કારણે કરેલી ચઢાઈઓ અને આક્રમણોને વર્ણવે તેવા પરિચ્છેદો પણ મળી આવે છે. તે ઉપરાંત બ્રાહ્મણોના અને જૈન શ્રમણોના વિવાદોની પણ નાની મોટી નોંધ જોઈ શકાય છે. બ્રાહ્મણ સંસ્કૃતિ સામે જૈન સંસ્કૃતિએ સર્જેલી ક્રાંતિનાં સાંગોપાંગ દર્શન જોવા મળે છે. સંન્યાસીઓ ધુણી ધખાવી, પંચાગ્નિ તપ તપીને, હજારો મણ લાકડાં બાળી તથા અગ્નિકુંડની રચના કરી મોટો આડંબર કરતા હતા. જમીનમાં મોટા ખાડાઓ કરી તેમાં પ્રવેશ કરી નાના મોટા તપનું પ્રદર્શન કરતા હતા. નદી કિનારે સ્નાન કરવા માટે સાધુઓ જતા હતા. બીજી રીતે પણ પાણીનો ઘણો જ દુરુપયોગ થતો હતો. છત્ર, ચામર ધારણ કરી, શંખ ફૂંકી, મોટા નગારા વગાડી, ભિન્ન-ભિન્ન પ્રકારનાં વાજીંત્રોના શબ્દોથી વાતાવરણ ક્ષુબ્ધ કરતા. એ જ રીતે વૃક્ષોની ડાળી, પાંદડા, ફળ, ફૂલથી પૂજા પાઠના બહાના નિમિત્તે અને યજ્ઞયાગના બહાના નીચે ઘણી જાતના વૃક્ષોનો નાશ થતો હતો. આ રીતે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ પાંચ ભૂત તત્ત્વોનાં આરંભ-સમારંભ કે સંહારથી પ્રકૃતિને અને પ્રાણી જગતને ઘણું નુકશાન થતું હતું, જ્યારે જૈન તત્ત્વજ્ઞાનમાં આ પાંચે ભૂત જીવરાશિને એકેન્દ્રિય જીવ ગણી અને તેમાં અસંખ્ય જીવ છે તેવા સિદ્ધાંતનો સ્વીકાર કરી, તેનો સદંતર સંહાર ન થાય તે માટે
&
26