________________
**
આ પ્રથા ઉદ્ભવી હોય તેમ સમજાય છે. આખે આખા પાઠ વારંવાર બેવડાય તો જ કંઠસ્થ રહી શકે. કાળ ક્રમમાં અમુક ઘટનાઓને કારણે સંતોએ સમ્મિલિત થઈ લખવાની સ્વીકૃતિ આપી. ત્યારથી શાસ્ત્રો તાડપત્ર ઉપર લખવાનો આરંભ થયો અને જૈનસમાજમાં હસ્તલિખિત શાસ્ત્રો લખવાની એક વિશિષ્ટ કળાનો ઉદય થયો. આજે પણ એ તાડપત્રો મળી આવે છે જે ખરેખર દર્શનીય છે. જૈન ભંડારોમાં અને સરકારી વિશિષ્ટ સંગ્રહાલય જેવી લાયબ્રેરીમાં આ તાડપત્રો જોવા મળે છે. ઉડીસા સરકારે ભૂવનેશ્વર શહેરની લાયબ્રેરીમાં પણ સારા પ્રમાણમાં હસ્તલિખિત ગ્રંથશાસ્ત્રોનો સંગ્રહ કર્યો છે.
જૈનાગમોની આ હસ્તલિખિત પ્રતો અતિ સુંદર, સ્વચ્છ અને મરોડદાર તેમજ અતિ આકર્ષક રીતે લખાયેલાં પદોવાળી છે. જોતાં જ પ્રથમ દષ્ટિએ આપણને લખવાની કળા પ્રત્યે માન થાય છે.
તાડપત્રો ઉપર જે અક્ષરો લખાયા છે તે ખરેખર સોયની અણી વડે પ્રથમ અક્ષરોને તાડપત્ર પર ઉત્કીર્ણ કરીને તેમાં ચકચકાટ કરે તેવી ઉત્તમ શાહી ભરીને અક્ષરોને શોભાયમાન કર્યા છે. એટલું જ નહીં પરંતુ એ અક્ષરોને ખૂબ જ દીર્ઘાયુ અર્પણ કર્યું છે. તાડપત્ર પછી હસ્તનિર્મિત કાગળો ઉપર સોનેરી—શ્યામવર્ણી શાહીથી શાસ્ત્રો લખવાનો અભ્યુદય થયો અને સોળમી શતાબ્દી સુધી આ બધાં શાસ્ત્રો લખાતાં જ રહ્યાં. આજે છાપખાનાનો ઉદય થતાં આ કળા બહુ જ માત્રામાં લય પામી ગઈ છે. નાગમનો લખવાનો આટલો ઇતિહાસ તપાસ્યા પછી મૂળ પ્રશ્ન ઊભો રહી જાય છે કે જૈનાગમોનું સંકલન કોણે કર્યું ? પરંતુ આ પ્રશ્ન જૈનાગમ માટે લાગુ પડતો નથી. જેમ અમુક ગ્રંથો અમુક ૠષિએ અથવા અમુક કવિએ રચ્યા છે તેમ જૈનાગમ વિષે કહી શકાય તેમ નથી, કારણકે તેમાં એક વિષય પર એક વ્યક્તિની વ્યવસ્થિત રચના હોય તેવું જોઈ શકાતું નથી પરંતુ જૈનાગમ એટલે અલગ અલગ સ્થાનોએ અલગ અલગ મહાત્માઓએ આપેલા ઉપદેશોને અલગ અલગ સંતોએ પોતપોતાની વાણીમાં વણી લીધા છે અને કેટલાક સંતો દ્વારા અલગ-અલગ અવસરે પૂછેલા પ્રશ્નોને તે તે સમયના પૂર્ણ પુરુષોએ સંપાદિત કરીને, પોતાનું નામ મૂક્યા વગર શાસ્ત્રરૂપે આ પદોને પ્રવાહિત કર્યા છે.
જૈનાગમોના કોઈ પ્રકરણ કે કોઈ ખંડ પૂર્ણ થાય ત્યાંત્તિ વેમિ અર્થાત્ તિ દ્રવીમિ આ પ્રમાણે લખવાનો રિવાજ છે. તેનો અર્થ થાય છે કે જે પૂર્વ તીર્થંકરોએ અને પૂર્વ જ્ઞાની પુરુષોએ કહ્યું છે તેને ફરીથી અહીં એ જ રીતે કહેવામાં આવ્યું છે. આ કાંઈ અમારી સ્વતંત્ર રચના નથી કે અમારા મનમાં ઉદ્ભવેલા વિચારો નથી પરંતુ અનંત જ્ઞાનીઓની વાણીથી પ્રવાહિત થયેલા ઉપદેશો આજની ભાષામાં પુનઃ સંકલિત કરેલા છે. કોઈ કોઈ જગ્યાએ અધ્યયનના આરંભમાં આ ઉપદેશ કોણ બોલે છે તે અંગે અમુક સ્થવિરો, અહંતો કે ભગવંત બોલ્યા તેવો ઉલ્લેખ મળે છે. ત્યાં પણ કોઈ વ્યક્તિગત નામ ભાગ્યે જ જોવા મળે છે તે ઉપરાંત પ્રશ્નકર્તાઓનાં વ્યક્તિગત નામ ઘણી જગ્યાએ જોવા મળે છે.
આટલું કહ્યા પછી તારવણી એ છે કે જૈનાગમની રચના વિષે કોઈ એક કાળ કે કોઈ
AB
25