________________
| પરિશિષ્ટ-s: વ્રતધારણની વિધિ
[ ૧૮૩ |
ત્યાગ કરીશ- હોળી રમવી () ફટાકડા ફોડવા () પત્તા રમવાં () સાત વ્યસન () ધૂમ્રપાન () તમાકુ ખાવું, સુંઘવું () કોઈપણ જાતના માપ વગર પાણીથી નાહવું () ગળ્યા વિનાનું અણગળ પાણી પીવું () રાત્રે સ્નાન આદિ કાર્ય (). કોઈપણ આરંભ સમારંભની વસ્તુની બહુ પ્રશંસા વખાણ નહિ કરું તેનું ધ્યાન રાખીશ. (૯) નવમું વ્રતઃ મહિનામાં () સામાયિક કરીશ, છૂટછાટ સહિત. બત્રીસ દોષોને જાણીને ટાળવાનો પ્રયત્ન કરીશ. (૧૦) દસમું વ્રત : દરરોજ ત્રેવીસ નિયમ (૧૪ નિયમ) ધારણ કરીશ અને ત્રણ મનોરથ ચિંતવીશ. કયારેક ભૂલ થાય તેનો આગાર અને અવસ્થાની છૂટ. (૧૧) અગિયારમું વ્રત કુલ દયા અથવા પૌષધ વર્ષમાં () સમજ ધારણા અનુસાર છૂટછાટ સહિત. (૧૨) બારમું વ્રત: દરરોજ એકવાર ભોજન કરતી વખતે ત્રણ નવકાર ગણીને સુપાત્રદાન દેવાની ભાવના ભાવીશ. સંત સતીજીઓ સામે ખોટું બોલવાના પચ્ચકખાણ. અન્ય પચ્ચકખાણ : વ્યાપારમાંથી નિવૃત્તિ () રાત્રિભોજન () નવકારશી () પ્રતિક્રમણ () મહિનામાં બીજા કોઈપણ પચ્ચખાણ હોય અથવા નવા કરવા હોય તેની નોંધ લેવી.
નોંધઃ બધાં જ વ્રત સમજણપૂર્વક ધારણાનુસાર અંગીકાર કરું છું. ભૂલચૂક શારીરિક પરિસ્થિતિ તથા પરવશતાની છૂટ.
આ બધા લખેલા નિયમોને દરેક મહિનામાં બે વખત જરૂર વાંચીશ. ધારેલા નિયમોમાં કયારેય પણ શંકા થશે અથવા જે વિષયમાં હજી સુધી કાંઈજ સમજણ નથી તે વિષે સમજણ શક્તિ અને ભાવના અનુસાર કરીશ. સમજ, ધારણા, છૂટછાટ, અતિચાર આદિના વર્ણનોને વાંચીને સમજી લઈશ.