________________
[ ૧૮૪]
2
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર |
પરિશિષ્ટ-૦
૧૪ નિયમ [રપ નિયમ]નું સરળ જ્ઞાન
પ્રયોજના :
શ્રમણોપાસક દ્વારા આજીવન માટે ગ્રહણ કરેલાં વ્રત અને મર્યાદાઓને, પોતાના દૈનિક જીવનવ્યવહારનું ધ્યાન રાખીને, દરરોજ માટે સંક્ષિપ્ત કરવી, તે જ આ ચૌદ નિયમનું મુખ્ય પ્રયોજન છે. આરંભ સમારંભ અને વિભાગ પરિભોગની વસ્તુઓની જે મર્યાદાઓ જીવન પર્યત વ્રતોમાં કરી છે, તે સર્વ પદાર્થોનો ઉપયોગ પ્રતિદિન થવો શક્ય નથી, તેથી તે મર્યાદાઓને પ્રતિદિન સંક્ષિપ્ત કરવાનું શ્રાવકનું લક્ષ્ય હોવું જોઈએ. તેનાથી આત્મામાં સંતોષવૃત્તિ પ્રગટે છે, પાપાશ્રવ ઘટે છે, કર્મબંધનનાં અનેક દ્વારો બંધ થઈ જાય છે. મેરુ પર્વત જેટલું પાપ કેવળ રાઈ જેટલું જ રહી જાય છે, તેમ કહીએ તો પણ તેમાં અતિશયોક્તિ નથી.
પ્રતિદિન વ્રત પચ્ચખાણની સ્મૃતિ રહેવાથી અને આત્મામાં ત્યાગભાવની વૃદ્ધિ થવાથી અનંત અશુભ કર્મોની નિર્જરા થાય છે, માટે શ્રાવકોએ ઉપયોગપૂર્વક, રુચિપૂર્વક અને શુદ્ધ સમજપૂર્વક પ્રતિદિન આ નિયમોને ધારણ કરવા જોઈએ. આ પ્રકારના ત્યાગના લક્ષ્યમાં વૃદ્ધિ કરવાથી વ્રતોની આરાધના અને અંતિમ સમયમાં પંડિત મરણ પ્રાપ્ત થવું અત્યંત સરળ બની જાય છે અને તે સાધક આરાધક બનીને શીધ્ર મોક્ષને પ્રાપ્ત કરે છે. વિવેક જ્ઞાન -
પ્રાતઃકાલે (સામાયિકમાં અથવા ઊઠીને તરત જ) નમસ્કાર મહામંત્ર, ત્રણ મનોરથ આદિનું ચિંતન, શુભ ધ્યાન કરીને આ નિયમોને ધારણ કરવા જોઈએ. નિયમોને ધારણ કરતી વખતે આવો વિવેક રાખવો આવશ્યક છે કે હું અમુક અમુક પાંચ સચિત્ત દ્રવ્ય વાપરીશ. એમ ન બોલતા, આ પ્રમાણે કહેવું જોઈએ કે, પાંચ સચિત્ત દ્રવ્ય ઉપરાંત સર્વનો ત્યાગ, અથવા આ પાંચ સચિત્ત દ્રવ્ય ઉપરાંત સર્વ સચિત્તને ખાવાનો ત્યાગ કરું છું." આ રીતે સર્વ નિયમોમાં ત્યાગ પ્રધાન વાક્યનું ઉચ્ચારણ કરવું જોઈએ.
સ્વીકત વ્રતોમાં ભૂલથી અથવા અસાવધાનીથી દોષનું સેવન થાય તો તેનું ' મિચ્છામિ દુક્કડમ્' કહેવું જોઈએ. જો ઇરાદાપૂર્વક દોષનું સેવન કર્યું હોય તો ગુરુ કે ત્યાગી મહાત્માઓની સમક્ષ આલોચના કરીને પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરવું જોઈએ. શ્રેષ્ઠ એ જ છે કે સ્વીકૃત વ્રતોનું દઢતાપૂર્વક, ધ્યાનપૂર્વક અને દોષરહિત પાલન કરવું જોઈએ. ૧૪ નિયમોના નામની ગાથા :
सचित्त दव्व विग्गइ, पण्णी तांबूल वत्थ कुसुमेसु ।
वाहण सयण विलेवण, बंभ दिसि पहाण भत्तेसु ॥ (૧) સચિત્ત :- સચિત્ત વસ્તુઓ જે ખાવા પીવાના ઉપયોગમાં આવે, તેની જાતિની મર્યાદા કરવી. જેમ