________________
[ ૧૮૨ ]
2
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર |
પરિશિષ્ટ-૬
વ્રત ધારણ કરવાની સરળ તથા ટૂંકી વિધિ
સમ્યક્તઃ દેવ, ગુરુ, ધર્મની શુદ્ધ સમજ રાખીશ અને સુદેવ, સુગુરુને ભક્તિપૂર્વક વિનય, વંદન કરીશ. કુદેવ-કુગુરુને વિનય, વંદનની પ્રવૃત્તિ સમાજ વ્યવહાર કે કોઈનું માન રાખવા માટે તથા પરિસ્થિતિને કારણે કરવી પડે તો તેની છૂટ. (૧) પહેલું વ્રત જાણીને મારવાની ભાવનાથી નિરપરાધી ત્રસ જીવોને મારવાના પચ્ચકખાણ. પોતાની સમજ અને ધારણા અનુસાર, આગાર સહિત બે કરણ અને ત્રણ યોગથી જીવન પર્યંત. અતિચારોનું સેવન ન થાય, તેનું ધ્યાન રાખીશ. (૨) બીજું વતઃ પાંચ પ્રકારનું મોટું જૂઠ બોલવાના પચ્ચકખાણ. પોતાની સમજ અને ધારણા અનુસાર, આગાર સહિત બે કરણ અને ત્રણ યોગથી જીવન પર્યંત. અતિચારોનું સેવન ન થાય, તેનું ધ્યાન રાખીશ. (૩) ત્રીજ વ્રતઃ પાંચ પ્રકારની મોટી ચોરી નહિ કરવા અંગે આગાર સહિત પચ્ચકખાણ. બે કરણ અને ત્રણ યોગથી જીવન પર્યંત. અતિચારોનું સેવન ન થાય, તેનું ધ્યાન રાખીશ. (૪) ચોથું વ્રત ઃ (૧) સંપૂર્ણ મૈથુન (કુશીલ) સેવનનો ત્યાગ અથવા (૨) મર્યાદા () (૩) પરસ્ત્રીનો ત્યાગ (૪) દિવસનો ત્યાગ (૫) નવા લગ્ન ()વર્ષ પછી ત્યાગ. અતિચારોનું સેવન ન થાય, તેનું ધ્યાન રાખીશ. (૫) પાંચમું વ્રત : ખેતી () કુલ મકાન, દુકાન () બાકી પરિગ્રહ રૂ. () અથવા સોનામાં () આ મર્યાદા ઉપરાંત ધારણા અનુસાર ત્યાગ, એક કરણ અને ત્રણ યોગથી અતિચારનું સેવન ન થાય, તેનું ધ્યાન રાખીશ. () છઠ વત: હિંદુસ્તાન (ભારત) ઉપરાંતનો ત્યાગ અથવા દેશ () ઉપરાંત ત્યાગ. ઉપર () માઈલ નીચે () ફૂટ ઉપરાંત ત્યાગ. એક કરણ અને ત્રણ યોગથી સમજણ પ્રમાણે. અતિચારોને ટાળવાની કોશિશ કરીશ. (૭) સાતમું વ્રત ઃ (૧) મંજન () (૨) સાબુ નાહવાનો () (૩) તેલ () અન્ય વિલેપન () (૪) મહિનામાં સ્નાન ( ) દિવસનો ત્યાગ (૫) વસ્ત્ર જાતિ () રેશમનો ત્યાગ (૬) ફૂલ () અત્તર () ફૂલની માળા () (૭) આભૂષણ () (૮) ધૂપની જાત () અગરબત્તીની જાત () (૯) વનસ્પતિ () કંદમૂળ () (૧૦) મેવા ( ) (૧૧) વાહન, હવાઈ જહાજ જીવનમાં ( ) સમુદ્રજહાજ ( ) પ્રાણી (જાનવર) પર સવારી ( )(૧૨) પગરખાંની જાતિ () જોડી () (૧૩) પથારી () પ્રતિદિન (૧૪) સચિત્ત પ્રતિદિન () (૧૫) દ્રવ્ય () પ્રતિદિન. કુલ વ્યાપાર () કર્માદાન () આ ઉપરની મર્યાદા સિવાયનો ત્યાગ, સમજપૂર્વક ધારણા અનુસાર, આગાર સહિત, એક કરણ અને ત્રણ યોગથી. અતિચારોનું સેવન ન થાય, તેનું ધ્યાન રાખીશ.ભૂલ અને દવાની છૂટ, બીજા કરી દે તેનો આગાર. (૮) આઠમું વ્રતઃ ચાર પ્રકારના અનર્થદંડને પોતાની સમજ અને વિવેક અનુસાર ત્યાગ કરીશ. બે કરણ અને ત્રણ યોગથી જીવન પર્યંત. અતિચારોનું સેવન ન થાય, તેનું ધ્યાન રાખીશ.