________________
પરિશિષ્ટ-૫ : વ્રતધારણ શા માટે ?
૧૮૧
આત્માએ લોકના ઘણા મોટા ભાગમાં પાપસ્થાનકરૂપ પાણીના ડેમ બાંધ્યા છે. તૃષ્ણારૂપી પાઈપ દ્વારા પ્રવાહ ચાલુ જ છે તેને અવ્રતરૂપ નળ બંધ કરવો જ પડે છે તેમજ પાપ અટકાવવા માટે પ્રતિજ્ઞાપૂર્વકના ત્યાગની અનિવાર્યતા છે.
સંસારના વ્યવહારમાં પણ વડાપ્રધાન, ડોકટર, વકીલ આદિ કોઈ પદે પ્રતિષ્ઠિત થનાર વ્યક્તિને પ્રતિજ્ઞા કરાવાય છે. તે જ રીતે સાધનાના ક્ષેત્રમાં શાસ્ત્રના પાઠથી પ્રતિજ્ઞા ગ્રહણ કરવી આવશ્યક છે.
વ્રતી જીવનું નરકાદિ દુર્ગતિઓમાં ભ્રમણ થતું નથી. તેનું વર્તમાન જીવન પણ શાંત અને સુખમય બની જાય છે. આત્મા જ્યારે વિકાસોન્મુખ બને છે, ત્યારે તેને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને આત્મ શાંતિની ઉપલબ્ધિ થાય છે. તે શબ્દો દ્વારા અવર્ણનીય છે. તેથી પ્રત્યેક સદ્ગૃહસ્થે પોતાના જીવનને વ્રતમય બનાવવું તે અતિ આવશ્યક છે. તેઓ જીવનની સાધના ઉત્તરોત્તર આગળ વધારતા રહે, ત્યારે જ તે માનવ જીવનને સફળ બનાવી શકશે. [બાર વ્રતની સમજણ, વ્રત ધારણ કરવાની રીત, તેના અતિચારો વગેરેનું વિસ્તૃત વર્ણન અઘ્યયન—૧ માં છે.]
C