________________
[ ૧૮૦]
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
પરિશિષ્ટ-પ
વ્રત ગ્રહણની મહત્તા
જીવ અનાદિ કાલથી ૮૪ લાખ જીવયોનિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જ્યાં જ્યાં જન્મ ધારણ કરે છે, જેની સાથે રહે છે, જે જે પદાર્થો ભોગવે છે, તેના રાગ દ્વેષની પરંપરા સતત તેની સાથે ભવ ભવાંતર સુધી રહે છે. તે જ્યાં સુધી મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, વિષય-કષાય અને અશુભયોગના પરિણામ કરશે,
ત્યાં સુધી કર્મબંધ થયા જ કરશે અને જ્યાં સુધી કર્મબંધ કરશે, ત્યાં સુધી જન્મ, જરા અને મરણના ચક્કરમાં અને દુઃખોની પરંપરામાં જ પરિભ્રમણ કરશે. આ પ્રકારની અવસ્થા તે જીવનનું અસંસ્કૃત રૂપ છે. સદ્ગુરુના યોગે શુદ્ધ શ્રદ્ધા સાથે સજ્ઞાનની પ્રાપ્તિ કરીને ચારિત્ર માર્ગમાં ઉત્તરોત્તર વિકાસ કરવો, તે જ જીવનનું સંસ્કૃત રૂપ છે. ચારિત્રના વિકાસ માટે જ વ્રતોની આ યોજના છે. પુણ્યવાન જીવ જ તેનું પાલન કરી શકે છે.
શાસ્ત્રમાં ચાર અંગની દુર્લભતા સમજાવી છે.
चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो । માપુરં સુ સદ્ધા, સંગમમ ય વરિયું | - ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય –૩, ગાથા-૧
આ સંસારમાં પ્રાણીઓને મનુષ્ય દેહ પ્રાપ્ત થવો દુર્લભ છે, મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી વીતરાગ ધર્મ પ્રાપ્ત થવો દુર્લભ છે, કદાચિત ધર્મ પ્રાપ્ત થઈ જાય તો પણ શાસ્ત્ર શ્રવણ અને શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે અને શ્રદ્ધા થઈ જાય તેમ છતાં ધર્મનું આચરણ કરવું અત્યંત દુર્લભ છે અર્થાતુ શ્રાવક-વ્રત કે સંયમ ગ્રહણ કરવો અને તેની શુદ્ધ આરાધના કરવી અત્યંત દુષ્કર છે.
ચાર ગતિમાં મનુષ્ય ગતિ એક માત્ર એવી ગતિ છે કે જેમાં કેવળ ધર્માચરણ જ નહીં પરંતુ સર્વ કર્મનો નાશ કરી સિદ્ધ, બુદ્ધ અને મુકત પણ થઈ શકાય છે. માનવ ભવમાં જીવને જે આધ્યાત્મિક વિવેક શક્તિ પ્રાપ્ત થાય છે તે અન્ય ભવમાં સુલભ નથી, તેથી મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને તેને સફળ કરવાનો પ્રયત્ન સદાને માટે કરવો જોઈએ.
વ્રત ધારણ કરવાથી ચારિત્રનો વિકાસ થાય છે. તેમ જ અવ્રતીને જે નિરર્થક આશ્રવ આવે છે, તેનાથી બચી શકાય છે, અનર્થકારી કર્મબંધ અટકી જાય છે. અવિરતિ એટલે શું? ભોગ તરફની દોટ અને વિરતિ એટલે તે દોટ ઉપરની બ્રેક, બ્રેક એટલે પ્રતિજ્ઞા પૂર્વકનો ત્યાગ. પ્રતિજ્ઞા વિનાના ત્યાગની જિનશાસનમાં કોઈ કિંમત નથી. ભાડે રાખેલું મકાન કે જે જો ભાડૂત ખાલી કરીને જાય, મકાન બંધ હોય, કોઈ ઉપયોગ ન હોય તેમ છતાં તેને ભાડું ભરવું જ પડે છે. જ્યાં સુધી તે પોતાનો ભાડૂત તરીકેનો હક હટાવે નહીં ત્યાં સુધી ભાડું ભરવું જ પડે છે.
જેમ મોટા શહેરમાં તળાવમાંથી નળ દ્વારા પાણી આવે છે. તેમાંથી કેટલાકે તળાવ જોયું પણ ન હોય છતાં નળ ખોલે એટલે પાણીનો પ્રવાહ ચાલુ થાય છે અને નળ બંધ કરે તો પ્રવાહ બંધ થાય છે. તેમ