________________
૧૬૮
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
દસમું અધ્યયન પરિચય 99999999999ચ્છશ્વાશ્વ સ્વાસ્થha
શ્રાવસ્તીમાં સાલિદીપિતા નામના એક ધનાઢય તથા પ્રભાવશાળી ગાથાપતિ હતા. તેની પત્નીનું નામ ફાલ્ગની હતું. નંદિનીપિતાની જેમ સાલિદીપિતાની સંપત્તિ બાર કરોડ સોનામહોર પ્રમાણ હતી. જેનો એક ભાગ સુરક્ષિત ખજાનામાં, એક ભાગ વ્યાપાર અને એક ભાગ ઘરના વૈભવમાં રાખ્યો હતો.
એક વાર ભગવાન મહાવીર સ્વામી શ્રાવસ્તીમાં પધાર્યા. શ્રધ્ધાળુ નાગરિકોમાં ઉત્સાહ આવી ગયો. દર્શન અને ઉપદેશ શ્રવણ માટે લોકો ભગવાનની સેવામાં પહોંચ્યા. સાલિદીપિતા પણ ગયા. ભગવાનના ઉપદેશથી તેને અધ્યાત્મ પ્રેરણા મળી. તેણે ગાથાપતિ આનંદની જેમ શ્રાવકનાં બાર વ્રત સ્વીકાર્યા. ચૌદ વર્ષ પછી વિશેષ પ્રકારે નિવૃત્તિમય આરાધનામાં લીન થવા માટે પોતાની લૌકિક જવાબદારી જ્યેષ્ઠ પુત્રને સોંપી દીધી અને સ્વયં ઉપાસનામાં મગ્ન થયા. શ્રાવકની અગિયાર પ્રતિમાઓનું યથાવિધિ પાલન કર્યું.
સાલિદીપિતાની આરાધના, ઉપાસનામાં કોઈ ઉપસર્ગ આવ્યો નથી. અંતે સમાધિમરણ પ્રાપ્ત કરી સૌધર્મકલ્પમાં અરુણકીલ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા.