________________
અધ્યયન-૧૦: શ્રમણોપાસક સાલિદીપિતા
૧૬૯ |
દસમું અધ્યયન શ્રમણોપાસક સાલિદીપિતા
ddddddછી ગાથાપતિ સાલિદીપિતા :| १ दसमस्स उक्खेवो । एवं खलु जबूं ! तेणं कालेणं तेणं समएणं सावत्थी णयरी। कोट्ठए चेइए । जियसत्तू राया ।
तत्थ णं सावत्थिए णयरीए सालिहीपिया णाम गाहावई परिवसइ, अड्डे दित्ते जाव अपरिभूए । चत्तारि हिरण्णकोडिओ णिहाणपउत्ताओ, चत्तारि हिरण्णकोडिओ वुडिपउत्ताओ, चत्तारि हिरण्णकोडिओ पवित्थरपउत्ताओ, चत्तारि वया, दस-गो-साहस्सिए णं वएणं । फग्गुणी भारिया । ભાવાર્થ :- દસમાં અધ્યયનનું પ્રારંભ વાક્ય પ્રથમ અધ્યયનની સમાન જાણવું. જંબુ ! તે કાળે અને તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી, કોષ્ઠક નામનું ચૈત્ય હતું અને ત્યાં જિતશત્રુ નામના રાજા રાજ્ય કરતા હતા.
શ્રાવસ્તી નગરીમાં સાલિદીપિતા નામના એક ધનાઢય અને દીપ્ત-દીપ્તિમાન યાવતુ પ્રભાવશાળી ગાથાપતિ રહેતા હતા. તેણે ચાર કરોડ સોનામહોર ખજાનામાં, ચાર કરોડ સોનામહોર વ્યાપારમાં તથા ચાર કરોડ સોનામહોર ઘરના વૈભવમાં રાખી હતી. તેનાં ચાર ગોકુળ હતાં. પ્રત્યેક ગોકુળમાં દસ દસ હજાર ગાયો હતી. તેની પત્નીનું નામ ફાલ્ગની હતું. સફળ સાધના:
२ सामी समोसढे । जहा आणंदो तहेव गिहिधम्म पडिवज्जइ । जहा कामदेवो तहा जेट्ठ पुत्तं ठवेत्ता पोसहसालाए समणस्स भगवओ महावीरस्स धम्मपण्णत्तिं उवसंपज्जित्ताणं विहरइ। णवरं णिरुवसग्गाओ । एक्कारस वि उवासगपडिमाओ तहेव भाणियव्वाओ । एवं कामदेव गमेणं णेयव्वं जाव सोहम्मे कप्पे अरुणकीले विमाणे देवत्ताए उववण्णे । चत्तारि पलिओवमाई ठिई । महाविदेहे वासे सिज्झिहिइ । ભાવાર્થ :- ભગવાન મહાવીર સ્વામી શ્રાવસ્તીમાં પધાર્યા, સમવસરણ થયું. આનંદ શ્રાવકની જેમ સાલિદીપિતાએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. કામદેવની જેમ તેમણે પોતાના જ્યેષ્ઠ પુત્રને પારિવારિક અને સામાજિક જવાબદારી સોંપી, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ધર્મ પ્રજ્ઞપ્તિ અર્થાત્ નિવૃત્ત ધર્મ સાધના સ્વીકાર કરી પૌષધશાળામાં સાધનામાં રત રહેવા લાગ્યા. વિશેષતા એ જ છે કે તેને ઉપાસનામાં કોઈ ઉપસર્ગ આવ્યો નહીં. પૂર્વોક્ત રૂપે તેણે શ્રાવકની અગિયાર પડિમાઓનું નિર્વિદને પાલન કર્યું. તેનો જીવનક્રમ કામદેવની જેમ સમજવો જોઈએ. દેહત્યાગ કરી તે સૌધર્મ કલ્પમાં અરુણકીલ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. તેની આસ્થિતિ ચાર પલ્યોપમની છે. મહાવિદેહ ક્ષેત્રમાં તે સિદ્ધ(મુક્ત) થશે.