________________
અધ્યયન-૯: શ્રમણોપાસક નંદિનીપિતા
[ ૧૭ ]
ભાવાર્થ :- ત્યાર પછી અનેક પ્રકારથી અણુવ્રત ગુણવ્રત વગેરેની આરાધના દ્વારા આત્માને ભાવિત કરતા શ્રમણોપાસક નંદિનીપિતાના ચૌદ વર્ષ વ્યતીત થયાં. તેણે આનંદની જેમ પોતાના પુત્રને પારિવારિક અને સામાજિક જવાબદારી સોંપી. સ્વયં ધર્મ ઉપાસનામાં રત રહેવા લાગ્યા.
નંદિનીપિતાએ વીસ વર્ષ સુધી શ્રાવક ધર્મનું પાલન કર્યું. તેમાં વિશેષતા એ છે કે (દેહનો ત્યાગ કરી) તે અરુણગવ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને મુકત થશે. આ અધ્યયનનું ઉપસંહાર વાક્ય પ્રથમ અધ્યયનની સમાન જાણવું. વિવેચન :
નંદિનીપિતા શ્રમણોપાસકના જીવનમાં કોઈ ઉપસર્ગ ન થયો. તેમણે ઊંતિથી શ્રાવક જીવનની આરાધના વીસ વરસ સુધી કરી, જેમાં છ વરસની નિવૃત્ત સાધના અને સંલેખના સંથારાની આરાધના પણ કરી.
છ વરસની નિવૃત્તિમય સાધનાની સમાનતાવાળા જ શ્રાવકોનું જીવન આ સૂત્રમાં લેવામાં આવ્યું છે. આવો આદર્શ આજના શ્રાવકોએ પણ સ્વીકારવા જેવો છે.
I અધ્યયન-૯ સંપૂર્ણ II