________________
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
पडिक्कंते समाहिपत्ते कालंमासे कालं किच्चा सोहम्मे कप्पे अरुणवडिसए विमाणे देवत्ताए उववण्णे । चत्तारि पलिओवमाई ठिई। महाविदेहे वासे सिज्झिहिइ । णिक्खेवो
जहा पढमस्स ।
ભાવાર્થ :- આ રીતે શ્રમણોપાસક મહાશતકે અનેકવિધ વ્રત, નિયમ, વગેરે દ્વારા આત્માને ભાવિત કર્યો, આત્મશુદ્ધિ કરી, વીસ વર્ષ સુધી શ્રાવક ધર્મનું પાલન કર્યું. તેમણે અગિયાર ઉપાસક પ્રતિમાઓની સમ્યક પ્રકારે આરાધના કરી, એક માસની સંલેખના—અનશનમાં આત્માને તલ્લીન બનાવી, સાફ ભક્ત ભોજનનો ત્યાગ સંપન્ન કરી, આલોચના પ્રતિક્રમણ કરી, મૃત્યુના સમયે સમાધિપૂર્વક દેહ ત્યાગ કર્યો. તે સૌધર્મ દેવલોકમાં અરુણાવતંસક વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેની સ્થિતિ ચાર પલ્યોપમની છે. મહાવિદેહ ક્ષેત્રમાં તે સિદ્ધ મુકત થશે. આ અધ્યયનનું ઉપસંહાર વાક્ય પ્રથમ અધ્યયનની સમાન જાણવું.
૧૬૪
ઉપસંહાર ઃ- મહાશતક શ્રમણોપાસકને રેવતી પત્નીનો ઘણો જ પ્રતિકૂળ સંયોગ હતો. એવી પ્રતિકૂળતામાં પણ તેમણે પોતાનું જીવન સફળ બનાવ્યું. અનુકૂળતાનો આદર નહીં, પ્રતિકૂળતાનો પ્રતિકાર નહીં, તે સૂત્રને મહાશતકે અંતરમાં અંકિત કર્યુ હતું.
સમજણ દશા જેટલી દંડ હોય તેટલો આરાધનાના ક્ષેત્રે વિકાસ થઈ શકે છે. કર્મની હૃદયજન્ય પરિસ્થિતિને પરિવર્તિત કરવાની તાકાત સાક્ષાત્ તીર્થંકરમાં પણ નથી પરંતુ તે પરિસ્થિતિમાં પોતાની મનોસ્થિતિને પરિવર્તિત કરવામાં કે સમભાવ કેળવી રાખવામાં વ્યક્તિ સ્વતંત્ર છે અને અધ્યાત્મ ક્ષેત્રે તે જ પુરુષાર્થ કરવાનો છે.
મહાશતકને ધર્મનો રંગ હાડેહાડની મજ્જાએ લાગ્યો હતો. તેમણે ગૃહસ્થ જીવનનાં કર્તવ્યો અનાસક્ત ભાવે પૂર્ણ કર્યાં. તેમણે પ્રતિકૂળ સંયોગજન્ય પરિસ્થિતિની કંઈ પણ દરકાર ન કરતાં ચૌદ વર્ષ સુધી સામાયિક, પૌષધ વગેરે વ્રતોની આરાધના કરતાં, અંતે છ વર્ષ નિવૃત્તિપૂર્વક આરાધના કરીને ગૃહસ્થ હોવા છતાં અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમજ સફળ સાધનાના હેતુભૂત એક મહિનાના આજીવન અનશનનો પણ સ્વીકાર કર્યો. આમ શ્રાવક જીવનની આરાધના કરી એકાવનારી બની ગયા.
વિચિત્ર કર્મોથી ઘેરાયેલ વ્યક્તિએ મહાશતકના જીવનને યાદ કરીને અદ્ભુત મસ્તીમાં રહેવાની કળા શીખવી જોઈએ. તેમજ ગમેતેવી સ્થિતિ હોય તો પણ અનુકૂળ અવસરે નિવૃત્તિપૂર્વક અંતિમ આરાધનામાં અવશ્ય લાગી જવું જોઈએ; આ અધ્યયનનો મુખ્ય સાર એ જ છે.
॥ અધ્યયન-૮ સંપૂર્ણ ॥