________________
અધ્યયન-૯: પરિચય |
[૧૫]
નવમું અધ્યયન @ @ 9429 0982082 2089
પરિચય @
શ્રાવસ્તી નગરીમાં નંદિનીપિતા નામના એક સમૃદ્ધિશાળી ગાથાપતિ હતા. તેની સંપત્તિ બાર કરોડ સોનામહોર પ્રમાણ હતી. જેનો ત્રીજો ભાગ સુરક્ષિત ખજાનામાં, તેટલી જ વ્યાપારમાં તથા તેટલી જ ઘરના વૈભવમાં હતી. તેને દસ દસ હજાર ગાયોનાં ચાર ગોકુળ હતાં. તેની પત્નીનું નામ અશ્વિની હતું.
નંદિનીપિતા એક સુખી, સંપન્ન ગૃહસ્થનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. એક સુંદર પ્રસંગ બન્યો. ભગવાન મહાવીર શ્રાવસ્તીમાં પધાર્યા. શ્રધ્ધાળુ માનવ સમુદાય દર્શન માટે ઊમટી પડ્યો. નંદિનીપિતા પણ ગયા. ભગવાનની ધર્મદેશના સાંભળી તેમને અંતર પ્રેરણા જાગી. ગાથાપતિ આનંદની જેમ તેણે પણ શ્રાવકનાં બાર વ્રત ગ્રહણ કર્યા.
નંદિનીપિતા પોતાના વ્રતમય જીવનને ઉત્તરોત્તર વિકસિત કરતા ગયા. આ રીતે ચૌદ વર્ષ વ્યતીત થયાં. તેનું મન ધર્મમાં નિમગ્ન થતું ગયું. તેણે પારિવારિક તથા સામાજિક જવાબદારીઓથી મુક્ત થઈને પોતાના સ્થાને જયેષ્ઠ પુત્રને નિયુક્ત કર્યો અને સ્વયં ધર્મ આરાધનામાં લીન થયા. શુભ સંયોગથી તેની ઉપાસનામાં કોઈ પ્રકારનો ઉપસર્ગ કે વિદન આવ્યું નહીં. તેણે વીસ વર્ષ સુધી સમ્યક પ્રકારે શ્રાવક ધર્મનું પાલન કર્યું. આ રીતે આનંદની જેમ સાધનામય જીવન જીવતાં અંતે સમાધિ મરણને પ્રાપ્ત કરી તે સૌધર્મકલ્પમાં અરુણ ગવ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા.